Salmos 40
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toca un versículo para ver sus referencias cruzadas.
સ્તુતિ ગાન
મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત.
1મેં ધીરજથી યહોવાહની રાહ જોઈ;
તેમણે મારી વિનંતી સાંભળી અને મને ઉત્તર આપ્યો.
2તેમણે મને નાશના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો
અને તેમણે મારા પગ ખડક પર ગોઠવ્યા અને મારાં પગલાં સ્થિર કર્યાં.
3તેમણે આપણા ઈશ્વરનું સ્તોત્ર, મારા મુખમાં મૂક્યું છે.
ઘણા તે જોશે અને બીશે
અને યહોવાહ પર ભરોસો રાખશે.
4જે માણસ યહોવાહ પર ભરોસો રાખે છે
અને અહંકારીને તથા સત્ય માર્ગથી ફરી જનાર જૂઠાને ગણકારતો નથી, તે આશીર્વાદિત છે.
5હે યહોવાહ મારા ઈશ્વર, તમે અમારા માટે આશ્ચર્યકારક કાર્યો કર્યાં છે
અને અમારા સંબંધી તમારા જે વિચારો છે
તે એટલા બધા છે કે તેઓને
તમારી આગળ અનુક્રમે ગણી શકાય પણ નહિ;
જો હું તેઓને જાહેર કરીને તેઓ વિષે બોલું,
તો તેઓ ગણતરીમાં અસંખ્ય છે.
6તમને યજ્ઞ તથા ખાદ્યાર્પણની અપેક્ષા નથી,
પણ તમે મારા કાન ઉઘાડ્યાં છે;
તમે દહનીયાર્પણ અથવા પાપાર્થાર્પણ માગ્યાં નથી.
7પછી મેં કહ્યું, “જુઓ, હું આવ્યો છું;
પુસ્તકના ઓળિયામાં મારા વિષે લખેલું છે.
8હે મારા ઈશ્વર, તમારી ઇચ્છાનુસાર કરવાને માટે હું રાજી છું.”
9ભરી સભામાં મેં તમારા ન્યાયપણાની જાહેરાત કરી છે;
હે યહોવાહ, તે તમે જાણો છો.
10મેં મારા હૃદયમાં તમારું ન્યાયીપણું સંતાડી રાખ્યું નથી;
મેં તમારું વિશ્વાસુપણું તથા ઉદ્ધાર પ્રગટ કર્યો છે;
તમારી કૃપા તથા સત્યતા મેં જાહેર સભામાં છુપાવી નથી.
11હે યહોવાહ, તમારી કૃપાદ્રષ્ટિ મારાથી પાછી ન રાખશો;
તમારી કૃપા તથા સત્યતા નિરંતર મારું રક્ષણ કરો.
12કારણ કે અગણિત દુષ્ટોએ મને ઘેરી લીધો છે;
મારા અન્યાયોએ મને પકડી પાડ્યો છે, તેથી હું ઊંચું જોઈ શકતો નથી;
તેઓ મારા માથાના વાળ કરતાં પણ વધારે છે
અને મારું હૃદય નિર્બળ થયું છે.
13હે યહોવાહ, કૃપા કરીને મને છોડાવો;
હે યહોવાહ, મને સહાય કરવાને ઉતાવળ કરો.
14જેઓ મારી પાછળ પડીને મારા આત્માનો નાશ કરવા મથે છે
તેઓ સર્વ ફજેત થાઓ અને ત્રાસ પામો.
જેઓને મારા નુકસાનથી સંતોષ થાય છે,
તેઓ પાછા હઠો અને બદનામ થાઓ.
15જેઓ મને કહે છે કે, “આહા, આહા.”
તેઓ પોતાની શરમભરેલી ચાલના બદલામાં પાયમાલ થાઓ.
16પણ જે સર્વ તમને શોધે છે તેઓ તમારાથી હર્ષ પામો અને તમારામાં આનંદ કરો;
જેઓ તમારા દ્વારા ઉદ્ધાર ચાહે છે તેઓ નિરંતર કહો,
“યહોવાહ મોટા મનાઓ.”
17હું દીન તથા દરિદ્રી છું;
પ્રભુ મારી ચિંતા કરશે.
તમે મારા સહાયકારી તથા મારા છોડાવનાર છો;
હે મારા ઈશ્વર, તમે વિલંબ ન કરો.
¿Sabías que…?
Liberación, obediencia y clamor por auxilio
- El Salmo 40 combina el agradecimiento por un rescate pasado con una súplica urgente de auxilio. Comienza celebrando la liberación de un pozo de desesperación y del lodo cenagoso, pero luego pasa a pedir protección frente a aflicciones y adversarios circundantes.Fuentes: el propio texto bíblico
- El texto resalta que la devoción interior y la obediencia se valoran por encima de los sacrificios rituales. El salmista declara que Dios no exigió holocaustos ni ofrendas por el pecado, sino un siervo dispuesto que se deleita en hacer la voluntad divina con la ley en el corazón.Fuentes: el propio texto bíblico
- El autor enfatiza repetidamente el deber del testimonio público ante la gran asamblea. En lugar de mantener en privado la fidelidad, la justicia y la devoción de Dios, el salmista las proclama abiertamente a la comunidad congregada.Fuentes: el propio texto bíblico
Notas escritas con ayuda de IA a partir de fuentes abiertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, dominio público) y revisadas antes de publicarse.
Créditos y licencia de esta traducción
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Fuente: http://ebible.org/guj2017/ · eBible.org