Salmos 36
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toca un versículo para ver sus referencias cruzadas.
માણસની દુષ્ટતા
મુખ્ય ગવૈયાને માટે. યહોવાહના સેવક દાઉદનું (ગીત).
1દુષ્ટનો અપરાધ મારા હૃદયમાં કહે છે કે;
તેની દ્રષ્ટિમાં ઈશ્વરનો ભય છે જ નહિ.
2કેમ કે તે પોતાના મનમાં અભિમાન કરે છે
કે મારો અન્યાય પ્રગટ થશે નહિ અને મારો તિરસ્કાર થશે નહિ.
3તેના શબ્દો અન્યાય તથા કપટથી ભરેલા છે;
તેને જ્ઞાની થવાનું તથા ભલું કરવાનું ગમતું નથી.
4તે પોતાના પલંગ ઉપર અન્યાય કરવાને યોજના ઘડે છે;
તે અન્યાયના માર્ગમાં ઊભો રહે છે;
તે દુષ્ટતાને નકારતો નથી.
5હે યહોવાહ, તમારી કૃપા આકાશો સુધી વિસ્તરેલી છે;
તમારું વિશ્વાસપણું વાદળો સુધી વ્યાપેલું છે.
6તમારું ન્યાયીપણું મોટા પર્વતોના જેવું અચળ છે;
તમારો ન્યાય અતિ ગહન છે.
હે યહોવાહ, તમે માનવજાતનું અને પશુનું રક્ષણ કરો છો.
7હે ઈશ્વર, તમારી કૃપા કેવી અમૂલ્ય છે!
તમારી પાંખોની છાયામાં સર્વ મનુષ્ય આશ્રય લે છે.
8તેઓ તમારા ઘરની સમૃદ્ધિથી પુષ્કળ તૃપ્ત થશે;
તમારા આશીર્વાદોની નદીઓમાંથી તેઓ પીશે.
9કારણ કે તમારી પાસે જીવનનો ઝરો છે;
અમે તમારા અજવાળામાં અજવાળું જોઈશું.
10જેઓ તમને ઓળખે છે, તેમના ઉપર તમારી દયા
તથા જેમનાં હૃદય પવિત્ર છે, તેમની સાથે તમારું ન્યાયીપણું જારી રાખજો.
11મને ઘમંડીઓના પગ નીચે કચડાવા દેશો નહિ.
દુષ્ટોના હાથ મને નસાડી મૂકે નહિ.
12દુષ્ટોનું કેવું પતન થયું છે;
તેઓ એવા પડી ગયા છે કે પાછા ઊઠી શકશે નહિ.

¿Sabías que…?
La Maldad Humana y la Abundancia Divina
- El salmo se estructura en torno a un marcado contraste entre las maquinaciones del impío y el carácter infinito de Dios. Mientras el transgresor trama el engaño incluso en su lecho sin temor a Dios, el amor y la rectitud divinos se describen con imágenes cósmicas inmensas, alcanzando los cielos, las nubes, las altas montañas y el mar profundo.Fuentes: el propio texto bíblico
- El poema emplea ricas metáforas de hospitalidad y santuario para describir el cuidado divino. Se retrata a los fieles refugiándose bajo la sombra de las alas de Dios, saciándose de la abundancia de su casa y bebiendo de la fuente de la vida y de un río de delicias.Fuentes: el propio texto bíblico
Notas escritas con ayuda de IA a partir de fuentes abiertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, dominio público) y revisadas antes de publicarse.
Créditos y licencia de esta traducción
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Fuente: http://ebible.org/guj2017/ · eBible.org