Nations Bible

Salmos 33

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toca un versículo para ver sus referencias cruzadas.

સ્તુતિ ગાન

1હે ન્યાયી લોકો, યહોવાહમાં આનંદ કરો;

યથાર્થીઓ સ્તુતિ કરે તે યોગ્ય છે.

2વીણા વગાડી યહોવાહની સ્તુતિ કરો;

દશ તારનું વાજિંત્ર વગાડીને તેમનાં સ્તોત્ર ગાઓ.

3તેમની આગળ નવું ગીત ગાઓ;

વાજિંત્રોને કુશળતાથી અને આનંદથી વગાડો.

4કેમ કે યહોવાહનો શબ્દ યથાર્થ છે

અને તેમણે કરેલાં સર્વ કામો વિશ્વાસયોગ્ય છે.

5તે ન્યાય અને ન્યાયી વર્તન ચાહે છે.

પૃથ્વી યહોવાહની કૃપાથી ભરાઈ ગઈ છે.

6યહોવાહના શબ્દ વડે આકાશો ઉત્પન્ન થયાં

અને તેમના મુખના શ્વાસ વડે આકાશના સર્વ તારાઓની રચના થઈ.

7તેઓ સમુદ્રનાં પાણીને મશકની માફક ભેગાં કરે છે;

તેના અતિશય ઊંડાણોને તે વખારોમાં ભરી રાખે છે.

8સમગ્ર પૃથ્વી યહોવાહની બીક રાખે;

દુનિયાના સર્વ રહેવાસીઓ તેમનો ભય રાખો.

9કારણ કે તેઓ બોલ્યા અને સૃષ્ટિ ઉત્પન્ન થઈ;

તેમણે આજ્ઞા કરી અને તે સ્થિર થઈ.

10યહોવાહ વિદેશીઓની યોજનાઓને નિષ્ફળ બનાવે છે;

તે લોકોની યોજનાઓને નિરર્થક બનાવે છે.

11યહોવાહની યોજનાઓ સદાકાળ ટકે છે,

તેમણે કરેલી ઘારણા પેઢી દર પેઢી રહે છે.

12જે પ્રજાના ઈશ્વર યહોવાહ છે અને જેઓને તેમણે પોતાના વારસાને માટે પસંદ કર્યા છે,

તેઓ આશીર્વાદિત છે.

13યહોવાહ આકાશમાંથી જુએ છે;

તે સર્વ મનુષ્યપુત્રો પર નજર રાખે છે.

14પોતાના નિવાસસ્થાનમાંથી

તે પૃથ્વીના સર્વ રહેવાસીઓને નિહાળે છે.

15તે સર્વના હૃદયના સરજનહાર છે

અને તેઓ જે કાંઈ કરે છે તે તે ધ્યાનમાં રાખે છે.

16મોટા સૈન્ય વડે કોઈ રાજા બચી શકતો નથી;

મોટા પરાક્રમ વડે બળવાન પુરુષ છૂટી શકતો નથી.

17યુદ્ધમાં વિજય માટે ઘોડાઓ પર આધાર રાખવો તે વ્યર્થ છે;

તેઓ પોતાના બહુ બળથી કોઈને ઉગારી શકતા નથી.

18જુઓ, જેઓ યહોવાહનો ભય રાખે છે અને તેમના કરારના વિશ્વાસુપણામાં રહે છે,

તેઓ પર તેમની નજર રહે છે.

19જેથી તે તેઓના જીવને મૃત્યુથી બચાવે

અને દુકાળ સમયે તેઓને જીવતાં રાખે.

20અમે યહોવાહની રાહ જોઈ;

તે આપણી સહાય તથા આપણી ઢાલ છે.

21અમારાં હૃદયો તેમનામાં આનંદ માને છે,

કેમ કે અમે તેમના પવિત્ર નામ પર ભરોસો રાખ્યો છે.

22હે યહોવાહ, અમે તમારા પર આશા રાખી છે

તે પ્રમાણે તમારી કૃપા અમારા ઉપર થાઓ.

Ilustración artística: una interpretación, no un registro histórico.

¿Sabías que…?

Alabanza al Creador y Soberano Señor

  • El salmo convoca expresamente a la alabanza acompañada de instrumentos de cuerda, entre ellos el arpa y un instrumento de diez cuerdas, combinando el canto vocal con una ejecución musical diestra.Fuentes: el propio texto bíblico
  • La creación se describe como una obra realizada enteramente por la palabra hablada y el aliento del Señor, trayendo a la existencia los cielos, las estrellas y los mares sin esfuerzo físico.Fuentes: el propio texto bíblico
  • El texto contrasta la protección divina con el poder militar de la antigüedad, señalando que ni los grandes ejércitos, ni la fuerza física, ni los caballos de guerra pueden garantizar la salvación o la victoria.Fuentes: el propio texto bíblico

Notas escritas con ayuda de IA a partir de fuentes abiertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, dominio público) y revisadas antes de publicarse.

Créditos y licencia de esta traducción
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Fuente: http://ebible.org/guj2017/ · eBible.org

Habla con nosotros

Cuéntanos desde dónde lees, cómo te ha ayudado la Biblia o qué podemos mejorar. Leemos todos los mensajes.