Salmos 28
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toca un versículo para ver sus referencias cruzadas.
સહાય માટે પ્રાર્થના
દાઉદનું (ગીત).
1હે યહોવાહ, હું તમને વિનંતિ કરીશ; હે મારા ખડક, મને તરછોડશો નહિ.
જો તમે મારી સાથે મૌન ધારણ કરશો, તો હું કબરમાં ઊતરી જનારા જેવો થઈ જઈશ.
2જ્યારે હું તમને વિનંતી કરું, ત્યારે મારા કાલાવાલા સાંભળજો,
જ્યારે હું મારા હાથ તમારા પરમપવિત્રસ્થાન તરફ જોડું, ત્યારે મારી યાચનાના કાલાવાલા સાંભળજો.
3જેઓ મુખ પર શાંતિ અને હૃદયમાં પાપ રાખીને પોતાના પડોશી સાથે બોલે છે,
તે દુષ્ટ અને કુકર્મીઓની સાથે મને ધકેલી દેશો નહિ.
4તેઓનાં કૃત્ય પ્રમાણે અને તેઓનાં કર્મોની દુષ્ટતા પ્રમાણે તેઓને ફળ આપો;
તેઓના હાથનાં કામ પ્રમાણે તેઓને ફળ આપો; તેઓને યોગ્ય બદલો આપો.
5કેમ કે તેઓ યહોવાહના માર્ગો તથા તેમના હાથનાં કામો સમજતા નથી,
તે તેઓને તોડી પાડશે અને કદી તેઓને સ્થિર કરશે નહિ.
6યહોવાહની સ્તુતિ થાઓ,
કારણ કે તેમણે મારા કાલાવાલા સાંભળ્યા છે!
7યહોવાહ મારું સામર્થ્ય અને મારી ઢાલ છે;
મારા હૃદયે તેમના ઉપર ભરોસો રાખ્યો છે અને મને તેમની સહાય મળી છે.
માટે મારા હૃદયમાં અત્યંત આનંદ થાય છે
અને તેમની સ્તુતિ ગાઈને હું તેમનો આભાર માનીશ.
8યહોવાહ પોતાના અભિષિક્ત લોકોનું સામર્થ્ય છે
તે તેમના ઉદ્ધાર માટેનો કિલ્લો છે.
9તમારા લોકોનો બચાવ કરો અને તમારા વારસાને આશીર્વાદ આપો.
વળી તેઓનું પાલનપોષણ કરીને સદા તેઓને ઊંચકી રાખો.

¿Sabías que…?
Un Clamor por Misericordia y un Cántico de Confianza
- Alzar las manos hacia el santuario era una postura habitual de oración fervorosa en el antiguo Israel, reflejando visiblemente súplica, humildad y total dependencia de Dios.Fuentes: el propio texto bíblico
- El salmo pasa de manera notable de una súplica desesperada para no perecer junto a los malvados a una gozosa acción de gracias, concluyendo con una imagen pastoral donde se pide a Dios que pastoree y sostenga a Su pueblo para siempre.Fuentes: el propio texto bíblico
Notas escritas con ayuda de IA a partir de fuentes abiertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, dominio público) y revisadas antes de publicarse.
Lugares de este capítulo
- Most Holy Place · Hoy: on Mount Moriah · 31.778, 35.236 · versículo 2
Solo aparecen lugares identificados con alta confianza (90 % o más según las fuentes académicas reunidas por OpenBible). Mapa de la época: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; mapa actual: © colaboradores de OpenStreetMap; lugares: OpenBible.info (CC BY 4.0).
Créditos y licencia de esta traducción
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Fuente: http://ebible.org/guj2017/ · eBible.org