Salmos 136
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toca un versículo para ver sus referencias cruzadas.
પ્રભુની કૃપા અનંતકાળ છે
1યહોવાહની સ્તુતિ કરો, કારણ કે તે ઉત્તમ છે,
કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
2સર્વોચ્ચ ઈશ્વરની સ્તુતિ કરો,
કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
3પ્રભુઓના પ્રભુની સ્તુતિ કરો,
કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
4જે એકલા જ મહાન ચમત્કારો કરનાર છે, તેમની સ્તુતિ કરો,
કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
5જેમણે પોતાના ડહાપણ વડે આકાશો ઉત્પન્ન કર્યાં છે; તેમની સ્તુતિ કરો,
કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
6જેમણે પાણી પર ભૂમિને વિસ્તારી છે, તેમની સ્તુતિ કરો,
કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
7મહાન જ્યોતિઓના બનાવનારની સ્તુતિ કરો,
કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
8દિવસ પર અમલ ચલાવવા જેમણે સૂર્ય બનાવ્યો છે, તેમની સ્તુતિ કરો,
કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
9રાત પર અમલ ચલાવવાં જેમણે ચંદ્ર અને તારા બનાવ્યા છે, તેમની સ્તુતિ કરો,
કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
10મિસરના પ્રથમજનિતોનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો,
કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
11વળી તેઓની પાસેથી ઇઝરાયલને છોડાવનારની સ્તુતિ કરો;
કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
12પોતાના બળવાન ભુજ અને લાંબા કરેલા હાથ વડે જે તેઓને છોડાવી લાવ્યા; તેમની સ્તુતિ કરો,
કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
13તેઓની આગળ માર્ગ કરવા જેમણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા, તેમની સ્તુતિ કરો,
કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
14તેની વચ્ચે થઈને ઇઝરાયલને પાર ઉતારનારાની સ્તુતિ કરો,
કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
15ફારુન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ડુબાવી દેનારની સ્તુતિ કરો,
કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
16જે પોતાના લોકોને અરણ્યમાં થઈને દોરી લીધા તેમની સ્તુતિ કરો,
કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
17જેમણે મોટા રાજાઓને મારી નાખ્યા, તેમની સ્તુતિ કરો.
કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
18નામાંકિત રાજાઓના સંહારનારની સ્તુતિ કરો,
કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
19અમોરીઓના રાજા સીહોનને સંહારનારની સ્તુતિ કરો,
કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
20બાશાનના રાજા ઓગનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો,
કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
21જેમણે તેઓનો દેશ વારસામાં આપ્યો તેમની સ્તુતિ કરો,
કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
22જેમણે તે દેશ પોતાના સેવક ઇઝરાયલને વારસામાં આપ્યો તેમની સ્તુતિ કરો,
કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
23જેમણે અમારી નબળાઈઓમાં અમને સંભાર્યા; તેમની સ્તુતિ કરો,
કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
24અમારા શત્રુઓ પર જેમણે અમને વિજય અપાવ્યો, તેમની સ્તુતિ કરો,
કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
25જે બધાં પ્રાણીઓને અન્ન આપે છે; તેમની સ્તુતિ કરો,
કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
26આકાશના ઈશ્વરની સ્તુતિ કરો,
કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
¿Sabías que…?
Una Letanía de Amor Eterno
- El Salmo 136 está estructurado como una letanía en la que cada versículo concluye con el estribillo antifonal que afirma que Su misericordia perdura para siempre. El salmo avanza sistemáticamente desde las maravillas de la creación, como las lumbreras celestes, hasta los grandes hitos de la liberación de Israel.Fuentes: el propio texto bíblico
- El salmo conmemora de manera específica la derrota de Sehón, rey de los amorreos, y de Og, rey de Basán. Estos gobernantes dominaban territorios al este del río Jordán e intentaron bloquear el paso de Israel, pero su derrota permitió que esas fértiles tierras fueran entregadas en heredad a las tribus israelitas.Fuentes: el propio texto bíblico · Sihon · Og · Bashan
Notas escritas con ayuda de IA a partir de fuentes abiertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, dominio público) y revisadas antes de publicarse.
Lugares de este capítulo
Solo aparecen lugares identificados con alta confianza (90 % o más según las fuentes académicas reunidas por OpenBible). Mapa de la época: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; mapa actual: © colaboradores de OpenStreetMap; lugares: OpenBible.info (CC BY 4.0).
Créditos y licencia de esta traducción
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Fuente: http://ebible.org/guj2017/ · eBible.org