Nations Bible

Salmos 118

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toca un versículo para ver sus referencias cruzadas.

વિજય માટે આભારસ્તુતિ

1યહોવાહનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે,

તેમની કૃપા સર્વકાળ ટકે છે.

2ઇઝરાયલ, એમ કહો,

“તેમની કૃપા સર્વકાળ ટકે છે.”

3હારુનનું કુટુંબ કહો,

“તેમની કૃપા સર્વકાળ ટકે છે.”

4યહોવાહના વફાદાર અનુયાયીઓ કહો,

“તેમની કૃપા સર્વકાળ ટકે છે.”

5મેં મારા સંકટમાં યહોવાહને વિનંતી કરી;

યહોવાહે ઉત્તર આપીને મને મુક્ત કર્યો.

6યહોવાહ મારા પક્ષમાં છે; હું બીવાનો નથી;

માણસ મને શું કરનાર છે?

7મારા મદદગાર તરીકે યહોવાહ મારી પાસે છે;

હું મારા શત્રુઓને, કે જેઓ મને ધિક્કારે છે, તેઓને પરાજિત થતાં જોઈશ.

8માણસ પર ભરોસો રાખવા કરતાં

યહોવાહ પર ભરોસો રાખવો વધારે સારો છે.

9રાજાઓ પર ભરોસો રાખવા કરતાં

યહોવાહ પર આધાર રાખવો વધારે સારો છે.

10સર્વ પ્રજાઓએ મને ઘેરી લીધો છે;

યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા.

11તેઓએ મને ઘેરી લીધો છે, હા, તેઓએ મને ઘેરી લીધો છે;

યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા.

12તેઓએ મને મધમાખીઓની જેમ ઘેરી લીધો હતો;

તેઓ સળગતા કાંટાની જેમ તરત જ હોલવાઈ ગયા છે;

યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા.

13નીચે પાડી નાખવાને માટે તેઓએ મારા પર હુમલો કર્યો,

પણ યહોવાહે મને મદદ કરી.

14યહોવાહ મારું સામર્થ્ય તથા મારો આનંદ છે

અને તે જ મારા છોડાવનાર થયા છે.

15ન્યાયીઓના તંબુમાં વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે;

યહોવાહનો જમણો હાથ વિજય આપનાર છે.

16યહોવાહનો જમણો હાથ ઊંચો થયેલો છે;

યહોવાહનો જમણો હાથ વિજય આપનાર છે.

17હું મરણ પામીશ નહિ, પણ જીવતો રહીશ

અને યહોવાહનાં કૃત્યોને પ્રગટ કરીશ.

18યહોવાહે મને ભારે શિક્ષા કરી છે;

પણ તેમણે મને મરણને સ્વાધીન કર્યો નથી.

19મારે માટે ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો;

હું તેમાં પ્રવેશ કરીશ અને હું યહોવાહનો આભાર માનીશ.

20યહોવાહનું દ્વાર આ છે;

એમાં થઈને ન્યાયીઓ અંદર પ્રવેશ કરશે.

21હું તમારો આભાર માનીશ, કેમ કે તમે મને ઉત્તર આપ્યો છે

અને તમે મારો ઉદ્ધાર કર્યો છો.

22જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો;

તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.

23આ કાર્ય તો યહોવાહથી થયું છે;

આપણી દ્રષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.

24આ દિવસ યહોવાહે આપણને આપ્યો છે;

તેમાં આપણે આનંદોત્સવ કરીએ.

25હે યહોવાહ, કૃપા કરી હવે અમને વિજય આપો.

26યહોવાહને નામે જે આવે છે તે આશીર્વાદિત છે;

અમે તમને યહોવાહના ઘરમાંથી આશીર્વાદ આપ્યો છે.

27યહોવાહ તે જ ઈશ્વર છે અને તેમણે આપણને અજવાળું આપ્યું છે;

વેદીનાં શિંગોની સાથે દોરડાંથી બલિદાનને બાંધો.

28તમે મારા ઈશ્વર છો અને હું તમારો આભાર માનીશ;

તમે મારા ઈશ્વર છો; હું તમને મહાન માનીશ.

29યહોવાહનો આભાર માનો; કેમ કે તે ઉત્તમ છે;

તેમની કૃપા સર્વકાળ ટકે છે.

¿Sabías que…?

Acción de gracias por la liberación y la procesión festiva

  • El salmo comienza con un llamado a tres grupos distintos: la nación de Israel, la casa de Aarón (el linaje sacerdotal) y todos los que temen al Señor. Se invita a cada grupo a repetir el estribillo que celebra la fidelidad eterna de Dios.Fuentes: el propio texto bíblico · Aaron
  • El texto describe una procesión litúrgica que se acerca al santuario, pidiendo que se abran las puertas de la justicia y recibiendo una bendición desde la casa del Señor. La celebración culmina junto al altar, donde se ata la ofrenda festiva a sus cuernos.Fuentes: el propio texto bíblico
  • La imagen de la piedra desechada por los constructores que llega a ser la piedra angular principal describe un cambio radical, en el que aquello que parecía descartado es elevado por Dios al lugar de mayor honor y estabilidad.Fuentes: el propio texto bíblico

Notas escritas con ayuda de IA a partir de fuentes abiertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, dominio público) y revisadas antes de publicarse.

Créditos y licencia de esta traducción
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Fuente: http://ebible.org/guj2017/ · eBible.org

Habla con nosotros

Cuéntanos desde dónde lees, cómo te ha ayudado la Biblia o qué podemos mejorar. Leemos todos los mensajes.