Salmos 102
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toca un versículo para ver sus referencias cruzadas.
સંકટમાં યુવાનની પ્રાર્થના
દુ:ખીની પ્રાર્થના; આકુળવ્યાકુળ થઈને તે યહોવાહની સમક્ષ શોકનો સાદ કાઢે છે.
1હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો;
મારા પોકારને તમારી પાસે આવવા દો.
2મારા સંકટના દિવસે તમારું મુખ મારાથી ન ફેરવો.
મારું સાંભળો.
જ્યારે હું તમને પોકારું, ત્યારે તમે મને વહેલો ઉત્તર આપો.
3કારણ કે મારા દિવસો તો ધુમાડાની જેમ વીતી જાય છે
અને મારાં હાડકાં અગ્નિની જેમ બળી જાય છે.
4મારું હૃદય તો ઘાસના જેવું કપાયેલું અને ચીમળાયેલું છે.
એટલે સુધી કે રોટલી ખાવાનું પણ હું ભૂલી જાઉં છું.
5મારા નિસાસાને કારણે
હું ઘણો સુકાઈ ગયો છું.
6હું રાનની જળકૂકડી જેવો થઈ ગયો છું;
અરણ્યના ઘુવડ જેવો થઈ ગયો છું.
7હું જાગૃત રહું છું, હું અગાસી પર એકલી પડેલી
ચકલી જેવો થઈ ગયો છો.
8મારા શત્રુ આખો દિવસ મને મહેણાં મારે છે;
જેઓ મારી મજાક ઉડાવે છે તેઓ બીજાને શાપ આપવા મારા નામનો ઉપયોગ કરે છે.
9રોટલીને બદલે હું રાખ ખાઉં છું
મારાં આંસુ વહીને મારા પ્યાલામાં પડે છે.
10તે તમારા રોષને કારણે છે,
કેમ કે તમે મને ઊંચો કરીને નીચે ફેંકી દીધો છે.
11મારા દિવસો નમતી છાયા જેવા છે
અને હું ઘાસની જેમ કરમાઈ ગયો છું.
12પણ, હે યહોવાહ, તમે સર્વકાળ ટકનાર છો
અને તમારું સ્મરણ પેઢી દરપેઢી રહેશે.
13તમે ઊભા થઈને સિયોન પર દયા કરશો.
તેના પર દયા કરવાનો સમય,
એટલે ઠરાવેલો સમય, આવ્યો છે.
14કારણ કે તમારા સેવકોને તેના પથ્થરો વહાલા છે
અને તેની ધૂળ પર તેઓને દયા આવે છે.
15હે યહોવાહ, વિદેશીઓ તમારા નામનો આદર કરશે
અને પૃથ્વીના સર્વ રાજાઓ તમારા ગૌરવનો આદર કરશે.
16યહોવાહે સિયોનને ફરીથી બાંધ્યું છે
અને તે પોતાના ગૌરવથી પ્રગટ થયા છે.
17તે જ સમયે, તેમણે લાચારની પ્રાર્થના પર લક્ષ લગાડ્યું છે;
તે તેઓની પ્રાર્થના નકારશે નહિ.
18આ વાતો તો આવનાર પેઢી માટે લખવામાં આવી છે
અને જે લોકો હજી સુધી જન્મ્યા નથી, તેઓ પણ યહોવાહની સ્તુતિ કરશે.
19કેમ કે તેમણે પોતાના ઉચ્ચ પવિત્રસ્થાનમાંથી જોયું છે;
આકાશમાંથી યહોવાહે પૃથ્વીને નિહાળી,
20જેથી તે બંદીવાનોના નિસાસા સાંભળી શકે,
જેઓ મરણના સપાટામાં સપડાયેલા છે તેઓને તે છોડાવે.
21પછી માણસો સિયોનમાં યહોવાહનું નામ
અને યરુશાલેમમાં તેમની સ્તુતિ જાહેર કરે.
22જ્યારે લોકો અને રાજ્યો ભેગા થાય છે,
ત્યારે તેઓ યહોવાહની સેવા કરે છે.
23તેમણે માર્ગમાં મારી શક્તિ ઘટાડી છે.
તેમણે મારા દિવસો ટૂંકા કર્યા છે.
24મેં કહ્યું, “હે મારા ઈશ્વર, મારા દિવસો પૂરા થયા અગાઉ તમે મને ન લઈ જાઓ;
તમે અહીંયાં પેઢી દરપેઢી સુધી છો.
25પૂર્વે તમે પૃથ્વીનો પાયો નાખ્યો;
આકાશો તમારા હાથનું કામ છે.
26તેઓ નાશ પામશે, પણ તમે ટકી રહેશો;
તેઓ સર્વ વસ્ત્રની જેમ જીર્ણ થઈ જશે;
વસ્ત્રની જેમ તમે તેઓને બદલશો અને તેઓ બદલાઈ જશે.
27પણ તમે તો એવા અને એવા જ રહેશો
તમારાં વર્ષોનો અંત આવશે નહિ.
28તમારા સેવકોનાં બાળકો અહીં વસશે
અને તેઓનાં વંશજો તમારી હજૂરમાં રહેશે.”

¿Sabías que…?
La Oración del Afligido y la Esperanza de Sión
- El Salmo 102 comienza con un encabezado único que lo describe como la oración de un afligido que derrama su lamento ante el SEÑOR. Aunque el salmista relata un profundo sufrimiento personal y aislamiento, la súplica se amplía hacia una esperanza comunitaria de que Dios tenga compasión de Sión y reconstruya Jerusalén.Fuentes: el propio texto bíblico · Zion · Jerusalem
- El salmo declara de forma explícita que este testimonio de Dios liberando a los necesitados y cautivos debe quedar escrito para las generaciones futuras. Para resaltar la permanencia divina frente a la transitoriedad humana, el autor compara los cielos y la tierra con vestiduras que se desgastan y se mudan, mientras Dios permanece inmutable.Fuentes: el propio texto bíblico
Notas escritas con ayuda de IA a partir de fuentes abiertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, dominio público) y revisadas antes de publicarse.
Lugares de este capítulo
- Zion · Hoy: Jerusalem · 31.777, 35.234 · versículos 13, 16, 21
- Jerusalem · 31.777, 35.234 · versículo 21
Solo aparecen lugares identificados con alta confianza (90 % o más según las fuentes académicas reunidas por OpenBible). Mapa de la época: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; mapa actual: © colaboradores de OpenStreetMap; lugares: OpenBible.info (CC BY 4.0).
Créditos y licencia de esta traducción
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Fuente: http://ebible.org/guj2017/ · eBible.org