Miqueas 5
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toca un versículo para ver sus referencias cruzadas.
1હે યરુશાલેમ,
હવે તું તારા સૈન્ય સહિત એકત્ર થશે.
તેણે નગરની આસપાસ ઘેરો ઘાલ્યો છે;
તેઓ ઇઝરાયલના ન્યાયાધીશ પર પ્રહાર કરશે,
ગાલ પર સોટી વડે મારશે.
બેથલેહેમમાંથી મહાન રાજા આવશે
2હે બેથલેહેમ એફ્રાથા,
જો કે તું યહૂદાના કુળો મધ્યે વિસાત વગરનું છે,
પણ ઇઝરાયલમાં રાજ કરવા,
તારામાંથી એક રાજકર્તા ઉત્પન્ન થશે, તે મારી પાસે આવશે,
જેનો પ્રારંભ પ્રાચીન કાળથી,
અનંતકાળથી છે.
3એ માટે જે પ્રસવ વેદનાથી પીડાય છે તેને બાળકો થશે,
તે સમયથી યહોવાહ પોતાના લોકોનો ત્યાગ કરશે,
પછી તેના બાકી રહેલા ઇઝરાયલ લોકોની પાસે તે પાછા આવશે.
4યહોવાહના સામર્થ્યથી તથા
પોતાના ઈશ્વર યહોવાહના નામના પ્રતાપથી
તે પુરુષ ઊભો રહીને પોતાના ટોળાનું પાલન કરશે.
તેઓ કાયમ રહેશે,
કેમ કે હવે તે પૃથ્વીના છેડા સુધી મોટો ગણાશે.
છુટકારો અને શિક્ષા
5તે આપણી શાંતિ થશે.
જ્યારે આશ્શૂરીઓનું સૈન્ય આપણા દેશમાં આવશે,
જ્યારે તેઓ આપણા કિલ્લાઓ ઉપર કૂચ કરશે,
ત્યારે આપણે તેની વિરુદ્ધ સાત પાળકોને
તથા આઠ આગેવાનોને ઊભા કરીશું.
6આ માણસો આશ્શૂરના દેશ પર તલવારથી,
નિમ્રોદના દેશ પર તેઓના હાથોમાંની તલવારોથી શાસન કરશે.
જ્યારે તેઓ આપણા દેશમાં આવીને,
આપણી સરહદોમાં ફરશે,
ત્યારે તે આપણને આશ્શૂરથી બચાવશે.
7ત્યારે યાકૂબના બચેલા ઘણાં લોકો મધ્યે
યહોવાહે મોકલેલા ઝાકળ જેવા,
ઘાસ ઉપર વરસતા વરસાદ જેવા થશે.
તેઓ મનુષ્ય માટે રોકાતા નથી,
કે માનવજાત માટે રાહ જોતા નથી.
8યાકૂબના બચેલા ઘણી પ્રજાઓ મધ્યે,
ઘણાં લોકો મધ્યે,
જંગલી પશુઓ મધ્યે સિંહના જેવા,
ઘેટાંના ટોળાંમાં જુવાન સિંહના બચ્ચા જેવા થશે.
જ્યારે તે તેઓમાં થઈને જાય છે, ત્યારે તે તેઓને કચડી નાખીને ટુકડા કરી દે છે,
તેમને છોડાવનાર કોઈ હોતું નથી.
9તારા શત્રુઓ વિરુદ્ધ તારો હાથ ઊઠશે,
તે હાથ તેઓનો નાશ કરશે.
10“વળી યહોવાહ કહે છે કે, તે દિવસે એવું થશે કે,”
“હું તારા ઘોડાઓનો નાશ કરીશ
અને તારા રથોને તોડી નાખીશ.
11હું તારા દેશના નગરોનો નાશ કરીશ,
તારા સર્વ કિલ્લાઓને તોડી પાડીશ.
12હું તારા હાથની જાદુક્રિયાનો નાશ કરીશ,
અને હવે પછી તારામાં ભવિષ્ય બતાવનાર કોઈ રહેશે નહિ.
13હું તારી સર્વ કોતરેલી મૂર્તિઓનો
અને તારામાંથી ભજનસ્તંભોનો નાશ કરીશ.
તું ફરીથી તારા હાથની કારીગરીની ભક્તિ કરશે નહિ.
14હું તારામાંથી અશેરીમ દેવીને ઉખેડી નાખીશ;
તારાં નગરોનો તથા મૂર્તિઓનો નાશ કરીશ.
15જે પ્રજાઓએ મારું સાંભળ્યું નહિ,
તેઓ ઉપર હું ક્રોધથી અને કોપથી વેર વાળીશ.”

¿Sabías que…?
El gobernante de Belén
- Belén Efrata era el nombre antiguo de Belén en Judá, donde David pasó su juventud. Aunque era considerada pequeña entre los clanes de Judá, el texto la identifica como el origen de un futuro gobernante que pastoreará a su rebaño con la fuerza del Señor.Fuentes: Bethlehem Ephrathah · el propio texto bíblico
- El capítulo establece un paralelismo entre Asiria y la tierra de Nimrod. En la tradición bíblica, Nimrod era un descendiente de Cus que inició su reino en Babel, y la tierra de Nimrod funcionaba como una designación antigua de Asiria o Sinar.Fuentes: Nimrod · Nimrod · el propio texto bíblico
Notas escritas con ayuda de IA a partir de fuentes abiertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, dominio público) y revisadas antes de publicarse.
Lugares de este capítulo
- Jerusalem · 31.777, 35.234 · versículo 1
- Bethlehem · 31.704, 35.208 · versículo 2
- Assyria · 36.359, 43.153 · versículos 5, 6
- Nimrod · Hoy: Assyria · 36.359, 43.153 · versículo 6
Solo aparecen lugares identificados con alta confianza (90 % o más según las fuentes académicas reunidas por OpenBible). Mapa de la época: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; mapa actual: © colaboradores de OpenStreetMap; lugares: OpenBible.info (CC BY 4.0).
Créditos y licencia de esta traducción
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Fuente: http://ebible.org/guj2017/ · eBible.org