Nations Bible

Lamentaciones 5

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toca un versículo para ver sus referencias cruzadas.

1હે યહોવાહ, અમારા પર જે આવી પડ્યું તેનું તમે સ્મરણ કરો.

ધ્યાન આપીને અમારું અપમાન જુઓ.

2અમારું વારસા પારકાઓના હાથમાં,

અમારાં ઘરો પરદેશીઓના હાથમાં ગયાં છે.

3અમે અનાથ અને પિતાવિહોણા થયા છીએ અને અમારી માતાઓ વિધવા થઈ છે.

4અમે અમારું પાણી પૈસા આપીને પીધું છે,

અમે અમારાં પોતાનાં લાકડાં પણ વેચાતાં લીધાં છે.

5જેઓ અમારી પાછળ પડ્યા છે તેઓ અમને પકડી પાડવાની તૈયારીમાં છે.

અમે થાકી ગયા છીએ અને અમને વિશ્રામ મળતો નથી.

6અમે રોટલીથી તૃપ્ત થવા માટે મિસરીઓને

તથા આશ્શૂરીઓને તાબે થયા છીએ.

7અમારા પિતૃઓએ પાપ કર્યું અને તેઓ રહ્યા નથી.

અમારે તેઓના પાપની સજા ભોગવવી પડે છે.

8ગુલામો અમારા પર રાજ કરે છે,

તેઓના હાથમાંથી અમને મુક્ત કરનાર કોઈ નથી.

9અરણ્યમાં ભટકતા લોકોની તલવારને લીધે

અમારો જીવ જોખમમાં નાખીને અમે અમારું અન્ન ભેગું કરીએ છીએ.

10દુકાળના તાપથી

અમારી ચામડી ભઠ્ઠીના જેવી કાળી થઈ છે.

11તેઓએ સિયોનમાં સ્ત્રીઓ પર અને

યહૂદિયાનાં નગરોમાં કન્યાઓ પર બળાત્કાર કર્યો છે.

12તેઓએ રાજકુમારોને હાથ વડે લટકાવી દીધા

અને તેઓએ વડીલોનું કોઈ માન રાખ્યું નહિ.

13જુવાનો પાસે દળવાની ચક્કી પિસાવવામાં આવે છે.

છોકરાઓ લાકડાના ભારથી લથડી પડે છે.

14વયસ્કો હવે ભાગળમાં બેસતા નથી

જુવાનોએ ગીતો ગાવાનું છોડી દીધું છે.

15અમારા હૃદયનો આનંદ હવે રહ્યો નથી.

નાચને બદલે રડાપીટ થાય છે.

16અમારા માથા પરથી મુગટ પડી ગયો છે!

અમને અફસોસ! કેમ કે અમે પાપ કર્યું છે.

17આને કારણે અમારાં હૃદય બીમાર થઈ ગયાં છે

અને અમારી આંખોએ અંધારાં આવી ગયાં છે.

18કારણ કે સિયોનનો પર્વત ઉજ્જડ થઈ ગયો છે તેના પર શિયાળવાં શિકારની શોધમાં ભટકે છે.

19પણ, હે યહોવાહ, તમારું રાજ સર્વકાળ સુધી રહે છે.

તમારું રાજ્યાસન પેઢી દરપેઢીનું છે.

20તમે શા માટે અમને હંમેશને માટે ભૂલી જાઓ છો?

અમને આટલા બધા દિવસ સુધી શા માટે તજી દીધા છે?

21હે યહોવાહ, અમને તમારી તરફ ફેરવો, એટલે અમે ફરીશું.

પ્રાચીન કાળમાં હતા તેવા દિવસો અમને પાછા આપો.

22પણ તમે અમને સંપૂર્ણ રીતે તજી દીધાં છે;

તમે અમારા પર બહુ કોપાયમાન થયા છો!

Ilustración artística: una interpretación, no un registro histórico.

¿Sabías que…?

Una oración de restauración y la desolación de Sion

  • El monte Sion, una de las colinas prominentes de Jerusalén donde el rey David estableció en su momento su ciudadela, se describe en este capítulo como completamente desolado, en tal estado de abandono que los zorros merodean por él.Fuentes: el propio texto bíblico · Mount Zion
  • El capítulo ilustra el colapso de las estructuras sociales y cívicas cotidianas, señalando que los ancianos han dejado la puerta de la ciudad, los jóvenes han cesado su música para trabajar en molinos y necesidades básicas como el agua y la leña ahora deben comprarse.Fuentes: el propio texto bíblico

Notas escritas con ayuda de IA a partir de fuentes abiertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, dominio público) y revisadas antes de publicarse.

Lugares de este capítulo

  • Assyria · 36.359, 43.153 · versículo 6
  • Egypt · 30.129, 31.308 · versículo 6
  • Zion · Hoy: Jerusalem · 31.777, 35.234 · versículo 11
  • Mount Zion · 31.772, 35.229 · versículo 18

Solo aparecen lugares identificados con alta confianza (90 % o más según las fuentes académicas reunidas por OpenBible). Mapa de la época: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; mapa actual: © colaboradores de OpenStreetMap; lugares: OpenBible.info (CC BY 4.0).

Créditos y licencia de esta traducción
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Fuente: http://ebible.org/guj2017/ · eBible.org

Habla con nosotros

Cuéntanos desde dónde lees, cómo te ha ayudado la Biblia o qué podemos mejorar. Leemos todos los mensajes.