Nations Bible

Job 23

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toca un versículo para ver sus referencias cruzadas.

અયૂબ

1ત્યારે અયૂબે જવાબ આપ્યો અને કહ્યું કે,

2“આજે પણ મારી ફરિયાદ કડવી છે;

મારાં દુઃખો કરતાં મારો ઘા ભારે છે.

3અરે, મને તે ક્યાં જડે તે હું જાણતો હોત તો કેવું સારું!

અરે, તો હું તેમને આસને જઈ પહોંચત!

4હું મારી દલીલો તેમની આગળ અનુક્રમે રજૂ કરત

અને મારું મોઢું દલીલોથી ભરત.

5મારે જાણવું છે ઈશ્વર મારી દલીલોના જવાબ કેવી રીતે આપે છે.

અને તે મને જે કહેત તે હું સમજત.

6શું તે તેમની શક્તિનો મારી સામે ઊપયોગ કરશે?

ના, હું જે કહું તે જરૂર તેમના લક્ષમાં લેત.

7ત્યાં એક પ્રામાણિક માણસ તેમની સાથે વાદવિવાદ કરી શકે છે.

પછી હું સદાને માટે મારા ન્યાયાધીશથી મુકત થાત.

8જુઓ, હું પૂર્વમાં જાઉં છું, પણ તે ત્યાં નથી.

હું પશ્ચિમમાં જોઉં છું, પણ હું તેમને જોઈ શકતો નથી.

9ડાબે હાથે તે કામ કરે છે ત્યારે હું તેમને નિહાળી શકતો નથી.

જમણે હાથે તે એવા ગુપ્ત રહે છે કે હું તેમને જોઈ શકતો નથી.

10પણ ઈશ્વર મારી ચાલચલગત જાણે છે;

મારી પરીક્ષા તે કરશે ત્યારે હું સોના જેવો નીકળીશ.

11મારા પગ તેમના પગલાને વળગી રહ્યા છે;

મેં તેમનો માર્ગ પકડી રાખ્યો છે હું આમતેમ ભટકી ગયો નથી.

12તેમના હોઠોની આજ્ઞાઓથી હું પાછો હઠ્યો નથી;

મારા આવશ્યક ખોરાક કરતાં તેમના મુખના શબ્દો મેં આવશ્યક ગણીને તેને સંઘરી રાખ્યા છે.

13પરંતુ ઈશ્વર બદલાતા નથી; કોણ તેમને બદલી શકે?

તેમનો આત્મા જે ઇચ્છે તે જ તે કરે છે.

14તેમણે મારે માટે જે નિર્માણ કર્યું છે તે પ્રમાણે જ તે કરશે.

અને એવાં ઘણાં કામ તેમના હાથમાં રહેલાં છે.

15માટે હું તેમની આગળ ગભરાઈ જાઉં છું.

જ્યારે હું આ બાબતો વિષે વિચાર કરું છું ત્યારે મને તેમનો ડર લાગે છે.

16ઈશ્વરે મારું હૃદયભંગ કર્યું છે;

અને સર્વશક્તિમાન ઈશ્વરે મને ગભરાવ્યો છે.

17કેમ કે અંધકાર મારા પર આવ્યાને લીધે,

ઘોર અંધકારે મારું મોં ઢાંકી દીધું.

Ilustración artística: una interpretación, no un registro histórico.

¿Sabías que…?

El anhelo de Job por una audiencia

  • Job utiliza el lenguaje de un litigio judicial, deseando encontrar la sede de Dios para presentar su caso y llenar su boca de argumentos. Expresa la confianza de que una persona recta sería escuchada y librada ante su Juez.Fuentes: el propio texto bíblico
  • En su búsqueda de Dios, Job examina los cuatro puntos cardinales: el oriente, el occidente, el norte y el sur. Lamenta que, aunque Dios está obrando activamente a su alrededor, Su presencia permanece totalmente invisible a los ojos humanos.Fuentes: el propio texto bíblico
  • A pesar de su profundo temor ante la soberanía y los decretos inmutables de Dios, Job sostiene su integridad. Afirma haber valorado las palabras de Dios más que su pan cotidiano y confía en que, tras ser probado, saldrá como oro refinado.Fuentes: el propio texto bíblico · Job

Notas escritas con ayuda de IA a partir de fuentes abiertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, dominio público) y revisadas antes de publicarse.

Créditos y licencia de esta traducción
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Fuente: http://ebible.org/guj2017/ · eBible.org

Habla con nosotros

Cuéntanos desde dónde lees, cómo te ha ayudado la Biblia o qué podemos mejorar. Leemos todos los mensajes.