Nations Bible

Isaías 62

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toca un versículo para ver sus referencias cruzadas.

1જ્યાં સુધી સિયોનનું ન્યાયીપણું પ્રભાતનાં તેજની માફક અને યરુશાલેમનો ઉદ્ધાર સળગતી મશાલની જેમ પ્રકાશશે નહિ

ત્યાં સુધી હું છાનો રહીશ નહિ અને હું વિશ્રામ લઈશ નહિ.

2વિદેશીઓ તમારું ન્યાયીપણું અને સર્વ રાજાઓ તમારો મહિમા જોશે.

અને યહોવાહ તને પસંદ કરેલા નવા નામથી બોલાવશે.

3તું યહોવાહના હાથમાં શોભાયમાન તાજ અને તારા ઈશ્વરના હાથનો રાજ મુગટ થઈશ.

4હવેથી તું “તજેલું” કે તારો દેશ ફરીથી “ઉજ્જડ” કહેવાશે નહિ.

ખરેખર, તું હવે “મારો આનંદ તેનામાં છે,” અને તારો દેશ “પરિણીત” કહેવાશે,

કેમ કે યહોવાહ તારા પર પ્રસન્ન છે અને તારા દેશનાં લગ્ન થશે.

5જેમ જુવાન કુંવારીને પરણે છે, તેમ તારા દીકરા તને પરણશે.

જેમ વર કન્યાથી હર્ષ પામે છે, તેમ તારા ઈશ્વર તારાથી હર્ષ પામશે.

6હે યરુશાલેમ, મેં તારા કોટ ઉપર ચોકીદારો મૂક્યા છે;

તેઓ દિવસે કે રાત્રે કદી શાંત રહેશે નહિ.

યહોવાહને યાદ દેવડાવનારાઓ, તમારે વિશ્રામ લેવો નહિ.

7જ્યાં સુધી તે યરુશાલેમને ફરીથી સ્થાપે અને પૃથ્વી પર તેને સ્તુત્ય કરે,

ત્યાં સુધી તેને વિશ્રામ આપવો નહિ.

8યહોવાહે પોતાના જમણા હાથના તથા પોતાના સમર્થ ભુજના શપથ લીધા છે,

“નિશ્ચિત પણે હું ફરીથી તારું ધાન્ય તારા શત્રુઓને ખાવા દઈશ નહિ.

જે દ્રાક્ષારસને માટે તેં મહેનત કરી છે તે પરદેશીઓ પીશે નહિ.

9કેમ કે ધાન્ય લણનારા જ તે ખાશે અને યહોવાહની સ્તુતિ કરશે

અને દ્રાક્ષાને ભેગી કરનારા મારા પવિત્રસ્થાનનાં આંગણામાં દ્રાક્ષારસ પીશે.”

10દરવાજામાં થઈને, દરવાજામાં થઈને આવો! લોકોને માટે માર્ગ તૈયાર કરો!

બાંધો, સડક બાંધો, પથ્થરો વીણી કાઢો!

પ્રજાઓને માટે ધ્વજા ઊંચી કરો.

11જુઓ, યહોવાહે પૃથ્વીના છેડા સુધી આ પ્રગટ કર્યું છે:

“સિયોનની દીકરીને કહો, ‘જો તારો તારનાર આવે છે!

જો, તેનું ઈનામ તેની સાથે છે અને તેનું પ્રતિફળ તેની આગળ છે.’”

12તે તેઓને “પવિત્ર પ્રજા,” “યહોવાહના ઉદ્ધાર પામેલા લોકો” કહેશે; અને તું “શોધી કાઢેલું,” “ન તજાયેલ નગર” કહેવાશે.

Ilustración artística: una interpretación, no un registro histórico.

¿Sabías que…?

La restauración y el nuevo nombre de Jerusalén

  • En este capítulo, se promete a Jerusalén y a Sión nuevos nombres simbólicos que reflejan un cambio profundo en su condición. En lugar de ser llamada Desamparada o Desolada, la ciudad y su tierra reciben nombres como Hefziba (mi deleite en ella) y Beula (desposada), retratando la restauración con la imagen de una alegre boda.Fuentes: el propio texto bíblico · Jerusalem · Zion
  • El poema describe a guardias apostados continuamente sobre los muros de piedra de Jerusalén, vigilando día y noche. Su función trasciende la simple vigilancia militar, ya que se les encomienda clamar sin descanso para que el SEÑOR establezca a la ciudad montañosa y la convierta en motivo de alabanza en toda la tierra.Fuentes: el propio texto bíblico · Jerusalem
  • La orden de pasar por las puertas, retirar las piedras y construir una calzada elevada utiliza la imagen antigua de preparar una vía procesional para dar la bienvenida al pueblo que regresa y proclamar la salvación ante las naciones.Fuentes: el propio texto bíblico

Notas escritas con ayuda de IA a partir de fuentes abiertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, dominio público) y revisadas antes de publicarse.

Lugares de este capítulo

  • Jerusalem · 31.777, 35.234 · versículos 1, 5, 6, 7, 8, 12
  • Zion · Hoy: Jerusalem · 31.777, 35.234 · versículos 1, 11

Solo aparecen lugares identificados con alta confianza (90 % o más según las fuentes académicas reunidas por OpenBible). Mapa de la época: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; mapa actual: © colaboradores de OpenStreetMap; lugares: OpenBible.info (CC BY 4.0).

Créditos y licencia de esta traducción
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Fuente: http://ebible.org/guj2017/ · eBible.org

Habla con nosotros

Cuéntanos desde dónde lees, cómo te ha ayudado la Biblia o qué podemos mejorar. Leemos todos los mensajes.