Nations Bible

Isaías 47

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toca un versículo para ver sus referencias cruzadas.

બાબિલ સામે ચુકાદો

1હે બાબિલની કુંવારી દીકરી, તું નીચે આવીને ધૂળમાં બેસ;

હે ખાલદીઓની દીકરી, રાજ્યાસન વિના જમીન પર બેસ.

તું હવે પછી ઉમદા અને કોમળ કહેવાશે નહિ.

2ઘંટી લઈને લોટ દળ; તારો બુરખો ઉતાર,

તારી સુરવાલ ઊંચી કર, પગ ઉઘાડા કર, નદીઓ ઓળંગીને જા.

3તારી કાયા ઉઘાડી થશે, હા, તારી લાજ પણ જશે:

હું વેર લઈશ અને કોઈને છોડીશ નહિ.

4આપણો ઉદ્ધાર કરનાર, જેમનું નામ સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના પવિત્ર છે.

5હે ખાલદીઓની દીકરી, મૌન રહીને બેસ અને અંધારામાં જા;

કેમ કે હવે પછી તું રાજ્યોની રાણી કહેવાઈશ નહિ.

6હું મારા લોકો ઉપર કોપાયમાન થયો; મેં પોતાના વારસાને ભ્રષ્ટ કર્યો

અને તેઓને તારા હાથમાં સોંપ્યા, પરંતુ તેઁ તેઓના પ્રત્યે દયા રાખી નહિ;

તેઁ વૃદ્ધો ઉપર તારી અતિ ભારે ઝૂંસરી મૂકી.

7તેં કહ્યું, “હું સર્વકાળ સુધી રાણી તરીકે શાસન કરીશ.”

તેં કદી એ વાત ધ્યાનમાં લીધી નહિ અને તેનું પરિણામ શું આવશે એ લક્ષમાં લીધું નહિ.

8તેથી હવે આ સાંભળ, હે એશઆરામમાં નિશ્ચિંત થઈને બેસી રહેનારી,

તું તારા હૃદયમાં કહે છે, “હું અસ્તિત્વમાં છું અને મારા જેવું બીજું કોઈ નથી;

હું વિધવા તરીકે ક્યારેય બેસીશ નહિ, કે કદી બાળકો ગુમાવવાનો અનુભવ કરીશ નહિ.”

9પરંતુ આ બન્ને વિપત્તિઓ તારી ઉપર એક જ દિવસે એક જ ક્ષણે આવશે

એટલે કે બાળકો ગુમાવવાં અને વિધવાવસ્થા; આ સંપૂર્ણ વિપત્તિઓ એક જ દિવસે તારા પર આવશે.

પુષ્કળ જાદુ અને જંતરમંતર તથા તાવીજ હોવા છતાં તે તારા પર આવશે.

10તેં તારી દુષ્ટતા પર ભરોસો રાખ્યો છે; તેં કહ્યું કે, “મને કોઈ જોનાર નથી;”

તારી બુદ્ધિ અને તારું ડહાપણ તમને ગેરમાર્ગે દોરી જાય છે,

પરંતુ તું તારા હૃદયમાં કહે છે, “હજી હું અસ્તિત્વ ધરાવું છું અને મારા જેવું બીજું કોઈ નથી.”

11તારા પર આફત આવશે; તેને તું જંતરમંતરથી ટાળી શકીશ નહિ.

વિનાશ તારા પર આવી પડશે; તે સંકટને તમે દૂર કરી શકશો નહિ.

તમને ખબર પડે તે અગાઉ જ આપત્તિ તારા પર ત્રાટકશે.

12તેં બાળપણથી વિશ્વાસુપણે જે પઠન કર્યું છે

તે તારા મંત્રો અને પુષ્કળ જાદુને ચાલુ રાખજે;

કદાચ તું સફળ થશે, કદાચ તું વિનાશને ભય પમાડી શકે.

13અધિક સલાહોથી તું કાયર થયેલી છે; તે માણસોને ઊભા થવા દો

અને તને બચાવવા દો - જેઓ નક્ષત્રો અને તારાઓ પર નજર રાખે છે,

જેઓ નવો ચંદ્ર સૂચવે છે - તારા પર જે આવનાર છે તેમાંથી તારો બચાવ થાય એવું તું માનતી હશે.

14જુઓ, તેઓ ખૂપરા જેવા થશે, અગ્નિ તેઓને બાળી નાખશે;

તેઓ અગ્નિની જ્વાળાઓથી પોતાને બચાવી શકશે નહિ;

ત્યાં તેઓને તાપવા લાયક અંગારા કે પાસે બેસવા લાયક અગ્નિ થશે નહિ.

15જે લોકોની સાથે તેં તારી યુવાનીના સમયથી વેપાર કર્યો છે, તેઓ તારા માટે પરિશ્રમ સિવાય બીજું કશું જ નહિ હોય;

તેઓ દરેક પોતપોતાના માર્ગે ભટકતા રહેશે; તને બચાવનાર કોઈ હશે નહિ.

Ilustración artística: una interpretación, no un registro histórico.

¿Sabías que…?

La caída de Babilonia

  • Babilonia es personificada como una reina consentida e hija noble que es humillada súbitamente. En lugar de sentarse segura en un trono de lujo, se le ordena sentarse en el polvo y realizar el trabajo servil de moler harina con piedras de molino.Fuentes: el propio texto bíblico
  • El capítulo resalta la dependencia de Babilonia de las prácticas ocultas y la observación de las estrellas. El profeta desafía a los astrólogos, hechiceros y pronosticadores mensuales de la ciudad a presentarse, declarando que sus artes arderán como rastrojo y no podrán evitar la ruina repentina.Fuentes: el propio texto bíblico
  • Babilonia, situada a orillas del río Éufrates en Caldea, había recibido autoridad para dominar al pueblo de Dios como instrumento de juicio. Sin embargo, el texto reprende al imperio por no mostrar misericordia, señalando que impuso yugos pesados incluso sobre los ancianos.Fuentes: Babylon · el propio texto bíblico

Notas escritas con ayuda de IA a partir de fuentes abiertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, dominio público) y revisadas antes de publicarse.

Lugares de este capítulo

  • Babylon · 32.543, 44.422 · versículos 1, 6
  • Chaldea · 30.962, 46.104 · versículos 1, 5

Solo aparecen lugares identificados con alta confianza (90 % o más según las fuentes académicas reunidas por OpenBible). Mapa de la época: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; mapa actual: © colaboradores de OpenStreetMap; lugares: OpenBible.info (CC BY 4.0).

Créditos y licencia de esta traducción
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Fuente: http://ebible.org/guj2017/ · eBible.org

Habla con nosotros

Cuéntanos desde dónde lees, cómo te ha ayudado la Biblia o qué podemos mejorar. Leemos todos los mensajes.