Isaías 23
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toca un versículo para ver sus referencias cruzadas.
તૂર અંગે અગમવાણી
1તૂર વિષે ઈશ્વરવાણી:
હે તાર્શીશનાં વહાણો, તમે વિલાપ કરો; કેમ કે ત્યાં ઘર કે બંદર નથી;
કિત્તીમ દેશમાંથી તે તેઓને જાહેર કરવામાં આવ્યું છે.
2હે સમુદ્ર કિનારાના રહેવાસીઓ, આશ્ચર્ય પામો, હે સમુદ્રમાં પ્રવાસ કરનારા સિદોનના વેપારીઓએ,
તમને પુરવઠો પૂરો પાડે છે.
3અને જળનિધિ પર
શીહોર પ્રદેશનું અનાજ, નીલની પેદાશને તૂરમાં લાવવામાં આવતાં હતાં; તે વિદેશીઓનું બજાર હતું.
4હે સિદોન, તું લજ્જિત થા; કેમ કે સમુદ્ર એટલે સમુદ્રના સામર્થ્યવાન બોલ્યા છે. તે કહે છે,
“મેં પ્રસવવેદના વેઠી નથી, મેં જન્મ આપ્યો નથી,
જુવાનોને ઉછેર્યા નથી કે કન્યાઓને મોટી કરી નથી.”
5મિસરમાં ખબર પહોંચશે ત્યારે તેઓ તૂરની ખબર સાંભળીને દુઃખ પામશે.
6હે સમુદ્ર કિનારાના લોકો, આક્રંદ કરતાં તાર્શીશ પાર જાઓ.
7જેની પ્રાચીનતા પુરાતન છે,
જેના પગ તેને દૂર વિદેશ સુધી સ્થાયી થવા લઈ ગયા, શું તે આ તમારું આનંદી નગર છે?
8મુગટ આપનાર તૂર,
જેના વેપારીઓ સરદારો છે, જેના સોદાગરો પૃથ્વીના માનવંતા છે, તેની વિરુદ્ધ આ કોણે યોજના કરી છે?
9સર્વ વૈભવના ગર્વને કલંકિત કરવા
અને પૃથ્વીના સર્વ માનવંતોને શરમજનક બનાવવાનું આયોજન સૈન્યોના યહોવાહે કર્યું છે.
10હે તાર્શીશની દીકરી, નીલ નદીની જેમ તારી ભૂમિમાં જા. હવે તૂરમાં કોઈ બજાર રહ્યું નથી.
11યહોવાહે પોતાનો હાથ સમુદ્ર પર લંબાવ્યો છે; તેમણે રાજ્યોને હલાવી નાખ્યાં છે;
તેમણે કનાન વિષે આજ્ઞા આપી છે કે, તેના કિલ્લાઓનો નાશ કરવો.
12તેમણે કહ્યું, “સિદોનની પીડિત કુંવારી દીકરી, તું હવે ફરીથી આનંદ કરીશ નહિ;
ઊઠ, કિત્તીમ સુધી પેલે પાર જા; ત્યાં પણ તને વિશ્રામ મળશે નહિ.”
13ખાલદીઓના દેશને જુઓ. તે પ્રજા નહોતી; આશ્શૂરે તેને જંગલી પ્રાણીઓને માટે અરણ્ય બનાવ્યું છે:
તેઓએ તેના બુરજો ઊભા કર્યા, તેઓએ એના મહેલોને જમીનદોસ્ત કર્યા; તેણે તેને ઉજ્જડ કરી નાખ્યો.
14હે તાર્શીશનાં વહાણો, તમે વિલાપ કરો; કેમ કે તમારા આશ્રયનો નાશ થયો છે.
15તે દિવસે, એક રાજાની કારકીર્દી સુધી, એટલે સિત્તેર વર્ષ સુધી, તૂર ભૂલાઈ જશે. તે સિત્તેર વર્ષ પૂરાં થયા પછી તૂરને ગણિકના ગીત પ્રમાણે થશે:
16હે ભુલાઈ ગયેલી ગણિકા, વીણા લઈને નગરમાં ફરી વળ;
કુશળતાથી વગાડ, ઘણા ગીતો ગા, જેથી તું યાદ આવે.
17સિત્તેર વર્ષ પૂરાં થશે ત્યાર બાદ પછી યહોવાહ તૂરની મુલાકાત લેશે, તે પોતાનો પગાર મેળવવા પાછી આવશે. તે પૃથ્વી પરના સર્વ રાજ્યોની સાથે ગણિકાનો ધંધો ચલાવશે. 18તેની કમાઈ તથા પગાર યહોવાહને માટે થશે. તેનો સંગ્રહ કરવામાં આવશે નહિ કે નાખવામાં આવશે નહિ. કેમ કે તેની કમાઈ યહોવાહની હજૂરમાં રહેનારને માટે થશે કે તેઓ ધરાઈને ખાય અને ઉત્તમ વસ્ત્ર પહેરે.

¿Sabías que…?
El Oráculo Sobre Tiro y Sidón
- Tiro y su vecina más antigua, Sidón, eran prominentes ciudades portuarias fenicias en la costa del Mediterráneo. Célebres por su vasta red comercial, los mercaderes fenicios navegaban por el mar y fundaban colonias por toda la cuenca mediterránea, llegando hasta Tarsis, en España.Fuentes: Tyre · Sidon · Tarshish · el propio texto bíblico
- En el vocabulario geográfico del Antiguo Testamento, la isla de Chipre era llamada Quitim. Situada a unas sesenta millas de la costa siria, constituía un enclave comercial fenicio y un punto de escala clave donde los marineros recibían noticias antes de alcanzar tierra firme.Fuentes: Cyprus · el propio texto bíblico
- El nombre Sijor en este capítulo se refiere al río Nilo. Los comerciantes fenicios transportaban la cosecha agrícola de Egipto por vía marítima, convirtiendo el grano egipcio en una fuente primordial de riqueza para los almacenes de Tiro.Fuentes: Nile · Shihor · Tyre · el propio texto bíblico
Notas escritas con ayuda de IA a partir de fuentes abiertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, dominio público) y revisadas antes de publicarse.
Lugares de este capítulo
- Cyprus · 35.000, 33.000 · versículos 1, 12
- Tyre · 33.271, 35.196 · versículos 1, 3, 4, 5, 8, 10, 15, 17
- Sidon · Hoy: Sandikli archaeological site in Sidon · 33.561, 35.372 · versículos 2, 4, 12
- Nile · Hoy: Nile River · 31.465, 30.367 · versículos 3, 10
- Egypt · 30.129, 31.308 · versículo 5
- Canaan · 32.767, 35.333 · versículo 11
- Assyria · 36.359, 43.153 · versículo 13
- Babylon · 32.543, 44.422 · versículo 13
- Chaldea · 30.962, 46.104 · versículo 13
Solo aparecen lugares identificados con alta confianza (90 % o más según las fuentes académicas reunidas por OpenBible). Mapa de la época: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; mapa actual: © colaboradores de OpenStreetMap; lugares: OpenBible.info (CC BY 4.0).
Créditos y licencia de esta traducción
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Fuente: http://ebible.org/guj2017/ · eBible.org