Nations Bible

Oseas 13

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toca un versículo para ver sus referencias cruzadas.

ઇઝરાયલ સામેનો આખરી ચુકાદો

1એફ્રાઇમ બોલતો ત્યારે ધ્રૂજારી છૂટતી.

ઇઝરાયલમાં તે સન્માન પામતો,

પણ બઆલની પૂજા કરવાને કારણે તે અપરાધી ઠર્યો અને માર્યો ગયો.

2હવે તેઓ અધિકાધિક પાપ કરતા જાય છે.

તેઓ પોતાની ચાંદીની ઢાળેલી મૂર્તિઓ બનાવે છે,

પોતાને માટે પોતાની કુશળતા પ્રમાણેની મૂર્તિઓ બનાવે છે,

એ બધી તો કારીગરે બનાવેલી છે,

લોકો તેઓના વિષે કહે છે કે,

“આ બલિદાન ચઢાવનાર માણસો વાછરડાઓને ચુંબન કરે છે.”

3તેઓ સવારના વાદળના જેવા,

જલદી ઊડી જતા ઝાકળના જેવા,

પવનથી ખળીમાંથી તણાઈ જતા ભૂસા જેવા,

ધુમાડિયામાંથી નીકળતા ધુમાડા જેવા થશે.

4પણ તમને મિસરમાંથી બહાર લાવનાર હું યહોવાહ તમારો ઈશ્વર છું.

મારા સિવાય તમે કોઈ બીજા ઈશ્વરને જાણતા નથી.

મારા સિવાય તમારા બીજા કોઈ તારણહાર નથી.

5મેં તને અરણ્યમાં,

મહાન સુકવણાના દેશમાં ઓળખ્યો.

6જ્યારે તેઓને ઘાસચારો મળ્યો ત્યારે તેઓ ધરાયા;

જ્યારે તેઓ તૃપ્ત થયા, ત્યારે તેઓનું હૃદય ગર્વિષ્ઠ થયું

તે કારણથી તેઓ મને ભૂલી ગયા.

7એટલે હું તમારા માટે સિંહ જેવો થઈશ,

દીપડાની જેમ હું રસ્તાની બાજુએ રાહ જોઈને બેસી રહીશ.

8જેનાં બચ્ચાં છીનવી લેવાયાં હોય તેવી રીંછણની જેમ હું તેઓના પર હુમલો કરીશ;

હું તેઓની છાતી ચીરી નાખીશ,

ત્યાં સિંહની જેમ હું તેઓનો ભક્ષ કરીશ.

જંગલી પશુઓ તેઓને ફાડી નાખશે.

9હે ઇઝરાયલ, તારો વિનાશ આવી રહ્યો છે,

કેમ કે તું તથા તારા મદદગારો મારી વિરુદ્ધ થયા છો.

10તારાં બધાં નગરોમાં તારું બચાવ કરનાર,

તારો રાજા ક્યાં છે?

“મને રાજા તથા સરદારો આપો”

જેના વિષે તેં મને કહ્યું હતું તે તારા અધિકારીઓ ક્યાં છે?

11મેં મારા ગુસ્સામાં તમને રાજા આપ્યો હતો, પછી ક્રોધમાં મેં તેને લઈ લીધો.

12એફ્રાઇમના અન્યાયનો સંગ્રહ કરવામાં આવ્યો છે;

તેનું પાપ ભંડારમાં ભરી રાખ્યું છે.

13તેના પર પ્રસૂતાનું દુઃખ આવશે,

પણ તે મૂર્ખ દીકરો છે,

કેમ કે જન્મ થવાના સમયે તે અટકવું ન જોઈએ એવો સમય આવ્યો છે.

14શું હું મૂલ્ય ચૂકવીને તેઓને શેઓલમાંથી છોડાવી લઈશ?

હું તેઓને મૃત્યુમાંથી છોડાવીશ?

હે મૃત્યુ, તારી પીડા ક્યાં છે?

હે શેઓલ, તારો વિનાશ ક્યાં છે?

પશ્ચાતાપ મારી આંખોથી છુપાઈ જશે.

15જોકે એફ્રાઇમ તેના સર્વ ભાઈઓમાં ફળદ્રુપ હશે,

તોપણ પૂર્વનો પવન આવશે,

એટલે યહોવાહનો પવન અરણ્યમાંથી આવશે,

એફ્રાઇમના ઝરા સુકાઈ જશે,

તેના કૂવામાં પાણી રહેશે નહિ.

તેના શત્રુઓ ભંડારની દરેક કિંમતી વસ્તુઓ લૂંટશે.

16સમરુને ઈશ્વરની વિરુદ્ધ બંડ કર્યું છે;

માટે તેણે પોતાના અપરાધનું ફળ ભોગવવું પડશે.

તેઓ તલવારથી માર્યા જશે;

તેઓનાં બાળકોને પછાડીને ટુકડે ટુકડા કરવામાં આવશે,

તેઓની ગર્ભવતી સ્ત્રીઓનાં પેટ ચીરી નાખવામાં આવશે.

Ilustración artística: una interpretación, no un registro histórico.

¿Sabías que…?

La caída de Efraín y Samaria

  • Oseas 13 comienza recordando que Efraín, antes exaltado en Israel, provocó su propia ruina mediante la adoración a Baal. Baal era la principal divinidad masculina de los fenicios, y su culto influyó profundamente en las tribus del norte.Fuentes: el propio texto bíblico · Baal
  • El capítulo recuerda que Dios había sido el Dios de Israel desde la tierra de Egipto y lo había cuidado en el desierto árido. Sin embargo, cuando el pueblo tuvo pastos y quedó saciado, su corazón se llenó de orgullo y olvidó a su protector.Fuentes: el propio texto bíblico · Egypt
  • La profecía concluye con un anuncio de juicio contra Samaria, la ciudad capital establecida por el rey Omri en la colina de Somerón. Oseas declara que Samaria cargará con su culpa y sufrirá una violenta destrucción por haberse rebelado contra Dios.Fuentes: el propio texto bíblico · Samaria

Notas escritas con ayuda de IA a partir de fuentes abiertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, dominio público) y revisadas antes de publicarse.

Lugares de este capítulo

  • Egypt · 30.129, 31.308 · versículo 4
  • Samaria · 32.276, 35.195 · versículo 16

Solo aparecen lugares identificados con alta confianza (90 % o más según las fuentes académicas reunidas por OpenBible). Mapa de la época: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; mapa actual: © colaboradores de OpenStreetMap; lugares: OpenBible.info (CC BY 4.0).

Créditos y licencia de esta traducción
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Fuente: http://ebible.org/guj2017/ · eBible.org

Habla con nosotros

Cuéntanos desde dónde lees, cómo te ha ayudado la Biblia o qué podemos mejorar. Leemos todos los mensajes.