Zephaniah 1
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Tap a verse to see its cross-references.

About this book
About Zephaniah
- Easton's Bible Dictionary (1897) presents Zephaniah, whose name it explains as "Jehovah has concealed" or "Jehovah of darkness," as the son of Cushi and great-grandson of Hezekiah, and as the ninth of the minor prophets. It dates his prophecy to the reign of Josiah, king of Judah (641–610 B.C.), and says he was contemporary with Jeremiah, with whom he had much in common.Sources: Easton: Zephaniah · Zephaniah · Cushi
- Amon, Josiah's father, restored idolatry in Judah, and Easton reads Zephaniah 1:4 and 3:4, 11 as referring to that reign. The same dictionary links Zephaniah 1:4–6 with the worship of Baal and Zephaniah 1:5 with Malcham, described as the national idol of the Ammonites. Josiah, who came to the throne at eight, is presented as later acting against the idolatry that prevailed.Sources: Amon · Josiah · Baal · Malcham
- Easton's Bible Dictionary outlines the book as an introduction announcing judgment on the world and on Israel because of their transgressions (1:1–6), a description of the judgment (1:7–18), an exhortation to seek God while there is still time (2:1–3), judgment on other peoples (2:4–15), what it calls the hopeless misery of Jerusalem (3:1–7), and a promise of salvation (3:8–20).Sources: Easton: Zephaniah
- Zephaniah 1:11 names the Mortar, a place in or near Jerusalem inhabited by silver merchants. It has been conjectured that this was the Phoenician quarter of the city, where traders of that nation lived.Sources: Mortar
Notes written with AI assistance from open sources (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, public domain) and reviewed before publishing.
1યહૂદિયાના રાજાની, એટલે આમોનના દીકરા યોશિયાની કારકિર્દીમાં, હિઝકિયાના દીકરા અમાર્યાના દીકરા ગદાલ્યાના દીકરા કૂશીના દીકરા સફાન્યા પાસે આ પ્રમાણે યહોવાહનું વચન આવ્યું.
ઈશ્વરના દિવસનો ન્યાયદંડ
2યહોવાહ કહે છે કે, “હું આ પૃથ્વીની સપાટી પરથી સર્વ વસ્તુનો સંપૂર્ણ નાશ કરીશ.
3હું માણસ તથા પશુઓનો નાશ કરીશ. હું આકાશના પક્ષીઓને તથા સમુદ્રની માછલીઓને પણ નષ્ટ કરીશ,
અને દુષ્ટોની સાથે ઠોકર ખવડાવનારી વસ્તુઓનો પણ વિનાશ કરીશ.
કેમ કે પૃથ્વીની સપાટી પરથી હું માણસનો નાશ કરીશ,” એવું યહોવાહ કહે છે.
4“હું મારો હાથ યહૂદિયા તથા યરુશાલેમના બધા રહેવાસીઓ પર લંબાવીશ,
અને હું આ જગ્યાએથી બઆલના શેષનો તથા વ્યભિચારીઓના નામનો તથા યાજકોનો અંત લાવીશ.
5તેઓ ઘરની અગાશી પર જઈને આકાશના સૈન્યની ભક્તિ કરે છે,
અને યહોવાહની સેવા કરનારાઓ અને સમ ખાનારાઓ છતાં માલ્કામને નામે પણ સમ ખાય છે.
6જે લોકો યહોવાહને અનુસરવાથી પાછા ફર્યા છે, જેઓ મને શોધતા કે મારી સલાહ લેતા નથી તેઓનો હું નાશ કરીશ.”
7પ્રભુ યહોવાહની સંમુખ શાંત રહો, કેમ કે યહોવાહનો દિવસ પાસે છે;
યહોવાહે યજ્ઞ તૈયાર કર્યો છે તથા પોતાના અતિથિઓને પવિત્ર કર્યાં છે.
8“યહોવાહના યજ્ઞના દિવસે એવું થશે કે,
હું અમલદારોને, રાજકુમારોને,
તેમ જ જેઓએ પરદેશી વસ્ત્રો પહરેલાં હશે તે દરેકને શિક્ષા કરીશ.
9જેઓ ઉંબરો કૂદી જઈને,
પોતાના માલિકનું ઘર હિંસાથી અને કપટથી ભરે છે તે સર્વને હું તે દિવસે શિક્ષા કરીશ.”
10યહોવાહ કહે છે કે,
“તે દિવસે મચ્છી દરવાજેથી આપત્તિના પોકાર થશે, બીજા મહોલ્લામાં રુદન થશે,
અને ડુંગરોમાંથી મોટા કડાકા સંભળાશે.
11માખ્તેશના રહેવાસીઓ વિલાપ કરો,
કેમ કે બધા વેપારીઓ નાશ પામ્યા છે; ચાંદીથી લદાયેલા સર્વનો નાશ થશે.
12તે સમયે એવું થશે કે,
જેઓ પોતાના દ્રાક્ષારસમાં સ્થિર થયા હશે અને પોતાના મનમાં કહેશે કે,
‘યહોવાહ અમારું કશું ખરાબ કે ભલું નહિ કરે’ એવું માનનારા માણસોને,
તે વખતે હું દીવો લઈને યરુશાલેમમાંથી શોધી કાઢીશ અને શિક્ષા કરીશ.
13તેમનું ધન લૂંટાઈ જશે, અને તેમનાં ઘરોનો નાશ થશે!
તેઓ ઘરો બાંધશે પણ તેમાં રહેવા પામશે નહિ, દ્રાક્ષવાડીઓ રોપશે પણ તેનો દ્રાક્ષારસ પીવા પામશે નહિ!
14યહોવાહનો મહાન દિવસ નજીક છે, તે નજીક છે અને બહુ ઝડપથી આવે છે.
યહોવાહના દિવસનો સાદ સંભળાય છે, તે વખતે યોદ્ધાઓ પોક મૂકીને રડે છે.
15તે દિવસ કોપનો દિવસ, દુ:ખ તથા સંકટનો દિવસ,
વિનાશનો તથા આફતનો દિવસ, અંધકાર તથા ધૂંધળાપણાનો દિવસ,
વાદળો તથા અંધકારનો દિવસ છે.
16કોટવાળાં નગરો વિરુદ્ધ તથા ઊંચા બુરજો
વિરુદ્ધ રણશિંગડાનો તથા ભયસૂચક નાદનો દિવસ છે.
17કેમ કે હું માણસો ઉપર એવી આપત્તિ લાવીશ કે, તેઓ દ્રષ્ટિહીન માણસની જેમ ચાલશે,
કેમ કે તેઓએ યહોવાહની વિરુદ્ધ પાપ કર્યુ છે.
તેઓનું લોહી ધૂળની માફક વહેશે અને તેઓનાં શરીર છાણની જેમ ફેંકી દેવામાં આવશે.
18યહોવાહના કોપના દિવસે તેઓનું સોનું કે ચાંદી તેઓને ઉગારી શકશે નહિ,
આખી પૃથ્વી યહોવાહના પ્રચંડ રોષના અગ્નિથી ભસ્મીભૂત થઈ જશે.
પૃથ્વી પરના સર્વ રહેવાસીઓનો અંતે, ઝડપી વિનાશ થશે.”
Did you know?
The Day of the LORD and Judgment on Idolatry
- Zephaniah traces his lineage back four generations to Hezekiah, dating his prophetic ministry to the reign of King Josiah of Judah. Josiah came to power after his father, King Amon, had restored idolatry across Judah before being assassinated by his own servants.Sources: the Bible text itself · Josiah · Amon · Hizkiah
- The chapter denounces religious syncretism in Jerusalem, where people bowed on rooftops to the host of heaven and combined their devotion to the LORD with oaths to Baal and Malcham, the national idol of the Ammonites.Sources: the Bible text itself · Baal · Malcham
- The prophecy specifies landmarks in Jerusalem that would experience turmoil, including the Fish Gate and the Mortar (or Hollow), a district inhabited by merchants who weighed out silver.Sources: the Bible text itself · Fish Gate · Mortar
Notes written with AI assistance from open sources (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, public domain) and reviewed before publishing.
Places in this chapter
- Jerusalem · 31.777, 35.234 · verses 4, 12
- Fish Gate · Today: in Jerusalem · 31.777, 35.234 · verse 10
- Second Quarter · Today: in Jerusalem · 31.777, 35.234 · verse 10
- Canaan · 32.767, 35.333 · verse 11
- Mortar · Today: in Jerusalem · 31.777, 35.234 · verse 11
Only places identified with high confidence are shown (90% or more according to the scholarly sources compiled by OpenBible). Period map: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; modern map: © OpenStreetMap contributors; places: OpenBible.info (CC BY 4.0).
Credits and license for this translation
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Source: http://ebible.org/guj2017/ · eBible.org