Song of Songs 5
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Tap a verse to see its cross-references.
1મારી બહેન, મારી નવોઢા હું મારા બાગમાં આવ્યો છું;
મેં મારા બોળ તથા સુગંધી દ્રવ્યો એકત્ર કર્યા છે.
મેં મારાં મધપૂડામાંથી મધ ખાધું છે;
મેં મારો દ્રાક્ષારસ મારા દૂધની સાથે પીધો છે.
મિત્ર, ખા. મારા પ્રિય મિત્ર ખા; મફત પી.
ચોથું ગીત
2હું સૂતી હોઉં છું પણ મારું હૃદય સ્વપ્નમાં જાગૃત હોય છે.
એ મારા પ્રીતમનો સાદ છે તે દ્વાર ઠોકે છે અને કહે છે કે,
“મારી બહેન, મારી પ્રિયતમા, મારી હોલી, મારી ગુણિયલ, મારે માટે દ્વાર ઉઘાડ,
મારું માથું રાત્રીના ઝાકળથી ભીજાયેલું છે
મારા વાળ રાતનાં ટીપાંથી પલળી ગયા છે.”
3“મેં મારું વસ્ત્ર કાઢયું છે; તેથી હું કેવી રીતે ફરી પહેરું?
મેં મારા પગ ધોયા છે; હું તેમને શા માટે મેલા કરું?”
4મારા પ્રીતમે બારણાના બાકામાંથી તેનો હાથ અંદર નાખ્યો,
અને મારું હૃદય તેના માટે ધડકી ઊઠયું.
5હું મારા પ્રીતમ માટે દ્વાર ઉઘાડવાને ઊઠી;
દ્વારની સાંકળ પર,
અને મારા હાથમાંથી બોળ
અને મારી આંગળીઓમાંથી બોળનો અર્ક ટપકતા હતાં.
6મેં મારા પ્રીતમને માટે દ્વાર ઉઘાડ્યું,
પણ મારો પ્રીતમ ત્યાંથી ખસી ગયો હતો;
મારું હૃદય શોકમાં ડૂબી ગયું, હું ઉદાસ થઈ ગઈ.
મેં તેને શોધ્યો, પણ મને જડ્યો નહિ;
મેં તેને બોલાવ્યો, પણ તેણે મને ઉત્તર આપ્યો નહિ.
7નગરની ચોકી કરતા ચોકીદારોએ મને જોઈ;
તેમણે મને મારી અને ઘાયલ કરી;
કોટરક્ષકોએ મારો બુરખો મારા અંગ પરથી લઈ લીધો. 8હે યરુશાલેમની દીકરીઓ, હું તમને આજીજી કરું છું કે,
જો તમને મારો પ્રીતમ મળે,
તો તેને કહેજો કે હું પ્રેમપીડિત છું. 9તારો પ્રીતમ બીજી કોઈ યુવતીના પ્રીતમ કરતાં શું વિશેષ છે?
ઓ યુવતીઓમાં શ્રેષ્ઠ સુંદરી,
તારો પ્રીતમ બીજી કોઈ યુવતીના પ્રીતમ કરતાં શું વિશેષ છે.
કે તું અમને આ મુજબ કરવા સોગન દે છે?
10મારો પ્રીતમ તેજસ્વી અને લાલચોળ છે,
દશ હજાર પુરુષોમાં તે શ્રેષ્ઠ છે.
11તેનું માથું ઉત્તમ પ્રકારના સોના જેવું છે;
તેના વાળ ગુચ્છાદાર છે અને તે કાગડાના રંગ જેવી શ્યામ છે.
12તેની આંખો નદી પાસે ઊભેલા શુદ્ધ શ્વેત હોલા જેવી છે,
તે દૂધમાં ધોયેલી તથા યોગ્ય રીતે બેસાડેલી છે.
13તેના ગાલ સુગંધી દ્રવ્યના પલંગ જેવા,
તથા મધુર સુગંધવાળાં ફૂલો જેવા છે.
જેમાંથી બોળનો અર્ક ટપકતો હોય તેવા ગુલછડીઓ જેવા તેના હોઠ છે.
14તેના હાથ પીરોજથી જડેલી સોનાની વીંટીઓ જેવા છે;
નીલમથી જડેલા હાથીદાંતના કામ જેવું તેનું અંગ છે.
15તેના પગ ચોખ્ખા સોનાની કૂંભીઓ પર ઊભા કરેલા સંગેમરમરના સ્તંભો જેવા છે;
તેનો દેખાવ ભવ્ય લબાનોન અને દેવદાર વૃક્ષો જેવો ઉત્તમ છે.
16તેનું મુખ અતિ મધુર છે;
તે અતિ મનોહર છે.
હે યરુશાલેમની દીકરીઓ,
આ મારો પ્રીતમ અને આ મારો મિત્ર.
Did you know?
Searching for the Beloved
- The chapter depicts the woman searching through the night for her beloved within the fortified walls of Jerusalem. Jerusalem was established as a mountain fastness protected by stone ramparts that were regularly patrolled by city watchmen.Sources: the Bible text itself · Jerusalem
- When the woman portrays her beloved to the daughters of Jerusalem, she compares his majestic appearance to Lebanon. Lebanon was known as the loftiest and most celebrated mountain range of the region, renowned for its imposing heights and grand cedar forests.Sources: the Bible text itself · Lebanon
- The poetic dialogue alternates between the woman, her beloved, and the daughters of Jerusalem, framing her longing and detailed praise of his appearance after she is left alone in the night.Sources: the Bible text itself
Notes written with AI assistance from open sources (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, public domain) and reviewed before publishing.
Places in this chapter
Only places identified with high confidence are shown (90% or more according to the scholarly sources compiled by OpenBible). Period map: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; modern map: © OpenStreetMap contributors; places: OpenBible.info (CC BY 4.0).
Credits and license for this translation
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Source: http://ebible.org/guj2017/ · eBible.org