Psalms 72
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Tap a verse to see its cross-references.
રાજા માટે પ્રાર્થના
સુલેમાનનું (ગીત.)
1હે ઈશ્વર, તમે રાજાને ન્યાય કરવાનો અધિકાર આપો,
રાજાના પુત્રને તમારું ન્યાયીપણું આપો.
2તે ન્યાયીપણાથી તમારા લોકોનો ન્યાય
અને નિષ્પક્ષપાતથી તમારા દીનોનો ઇનસાફ કરશે.
3પર્વતો લોકોને શાંતિ આપો;
ડુંગરો ન્યાયીપણું આપો.
4તે લોકોમાંના ગરીબોનો ન્યાય કરશે;
તે દરિદ્રીઓના દીકરાઓને બચાવશે
અને જુલમગારને છૂંદી નાખશે.
5સૂર્ય તથા ચંદ્ર રહે ત્યાં સુધી
તેઓ પેઢી દરપેઢી તમારી બીક રાખશે.
6જેમ કાપેલા ઘાસ પર વરસાદ વરસે છે,
અને જેમ પૃથ્વીને સિંચનારા ઝાપટાં થાય છે, તેમ તેની ઉન્નતિ થતી રહેશે.
7તેના દિવસોમાં ન્યાયીઓ ખીલશે
અને ચંદ્ર જતો રહેશે, ત્યાં સુધી પુષ્કળ શાંતિ રહેશે.
8વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી
અને નદીથી તે પૃથ્વીના છેડા સુધી રાજ કરશે.
9જેઓ અરણ્યમાં રહે છે, તેઓ તેમની આગળ નમશે;
તેમના શત્રુઓ ધૂળ ચાટશે.
10તાર્શીશના રાજાઓ અને દરિયાકિનારાનાં રાજાઓ ખંડણી આપશે;
શેબા તથા સબાના રાજાઓ નજરાણાં કરશે.
11સર્વ રાજાઓ તેમની આગળ પ્રણામ કરશે;
સર્વ દેશનાઓ તેમની સેવા કરશે.
12કારણ કે દરિદ્રી પોકાર કરે, ત્યારે તે તેને સહાય કરશે
અને દુઃખી જેનો કોઈ મદદગાર નથી તેનો તે બચાવ કરશે.
13તે લાચાર તથા દરિદ્રીઓ ઉપર દયા બતાવશે
અને દરિદ્રીઓના આત્માનો બચાવ કરશે.
14તે તેઓના આત્માઓને જુલમ તથા બળાત્કારથી છોડાવશે
અને તેમની દ્રષ્ટિમાં તેઓનું લોહી મૂલ્યવાન થશે.
15રાજા જીવશે! તેમને શેબાનું સોનું આપવામાં આવશે.
લોકો તેના માટે નિત્ય પ્રાર્થના કરશે;
ઈશ્વર તેમને આખો દિવસ આશીર્વાદ આપશે.
16દેશમાં પર્વતોનાં શિખરો પર પુષ્કળ ધાન્ય પાકશે;
તેનાં ફળ લબાનોનનાં ફળ જેવાં ઝૂલશે
અને નગરના રહેવાસીઓ ઘાસની જેમ વધશે.
17રાજાનું નામ સર્વદા રહેશે;
સૂર્ય તપે ત્યાં સુધી તેમનું નામ ટકશે;
તેમનામાં લોકો આશીર્વાદ પામશે.
સર્વ દેશનાઓ તેમની સ્તુતિ કરશે.
18યહોવાહ ઈશ્વરની, ઇઝરાયલના ઈશ્વરની, સ્તુતિ થાઓ,
એકલા તે જ આશ્ચર્યકારક કામો કરે છે.
19સર્વકાળ માટે તેમના ગૌરવી નામને પ્રશંસા હોજો
અને આખી પૃથ્વી તેમના મહિમાથી ભરપૂર થાઓ.
આમીન તથા આમીન.
20યિશાઈના પુત્ર દાઉદની પ્રાર્થનાઓ પૂર્ણ થઈ છે.

Did you know?
A Royal Prayer for Justice and Universal Peace
- The psalm mentions distant regions to illustrate universal tribute to the righteous king: Tarshish (identified as a distant western port in Spain), Sheba (a southern Arabian kingdom famous for its wealth and trade in gold and spices), and Seba (located in northeastern Africa).Sources: the Bible text itself · Tarshish · Sheba · Seba
- The text concludes with the note that the prayers of David son of Jesse have ended, marking the formal close of the second book of the Psalter. Jesse was a citizen of Bethlehem and the father of eight sons, of whom David was the youngest.Sources: the Bible text itself · David · Jesse
Notes written with AI assistance from open sources (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, public domain) and reviewed before publishing.
Places in this chapter
- Euphrates · Today: Euphrates River · 31.004, 47.442 · verse 8
- Sheba · 15.348, 44.206 · verses 10, 15
- Lebanon · 33.540, 35.584 · verse 16
Only places identified with high confidence are shown (90% or more according to the scholarly sources compiled by OpenBible). Period map: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; modern map: © OpenStreetMap contributors; places: OpenBible.info (CC BY 4.0).
Credits and license for this translation
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Source: http://ebible.org/guj2017/ · eBible.org