Psalms 66
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Tap a verse to see its cross-references.
પ્રભુનાં મહાન કામો માટે યશોગાન
મુખ્ય ગવૈયાને માટે. ગાયન; ગીત.
1હે સર્વ પૃથ્વીના રહેવાસી, ઈશ્વરની આગળ હર્ષનાં ગીત ગાઓ;
2તેમના નામના ગૌરવની સ્તુતિ ગાઓ;
સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો.
3ઈશ્વરને કહો, “તમારાં કામ કેવાં ભયંકર છે!
તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી આગળ નમી જશે.
4આખી પૃથ્વી તમારી સ્તુતિ કરશે
અને તે તમારી આગળ ગાયન કરશે;
તેઓ તમારા નામનું સ્તવન કરશે.” સેલાહ
5આવો અને ઈશ્વરનાં કૃત્યો જુઓ;
માણસો પ્રત્યે તેમનાં કામ ભયંકર છે.
6તે સમુદ્રને સૂકવી નાખે છે;
તેઓ પગે ચાલીને નદીને સામે કિનારે ગયા;
ત્યાં આપણે તેમનામાં આનંદ કર્યો હતો.
7તે પોતાના પરાક્રમથી સદાકાળ રાજ કરે છે;
તેમની આંખો દેશોને જુએ છે;
બંડખોરો ફાવી જઈને ઊંચા ન થઈ જાય. સેલાહ
8હે લોકો, આપણા ઈશ્વરને, ધન્યવાદ આપો
અને તેમનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો.
9તે આપણા આત્માને જીવનમાં સુરક્ષિત રાખે છે
અને આપણા પગને લપસી જવા દેતા નથી.
10કેમ કે, હે ઈશ્વર, તમે અમારી કસોટી કરી છે;
જેમ ચાંદી કસાય છે તેમ તમે અમને કસ્યા છે.
11તમે અમને તમારી જાળમાં પકડ્યા છે;
તમે અમારી પીઠ પર ભારે બોજો મૂક્યો છે.
12તમે અમારાં માથાં પર માણસો પાસે સવારી કરાવી;
અમારે અગ્નિ અને પાણીમાંથી ચાલવું પડ્યું,
પણ તમે અમને બહાર લાવીને સમૃદ્ધિવાન જગ્યાએ પહોંચાડ્યા.
13દહનીયાર્પણો લઈને હું તમારા ઘરમાં આવીશ;
હું તમારી સંમુખ મારી પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરીશ.
14હું જ્યારે સંકટમાં હતો, ત્યારે મારા મુખે હું જે બોલ્યો
અને મારા હોઠોએ જે વચન આપ્યું હતું, તે હું પૂરું કરીશ.
15પુષ્ટ જાનવરનાં દહનીયાર્પણો ઘેટાંના ધૂપ સાથે
હું તમારી આગળ ચઢાવીશ;
હું બળદો તથા બકરાં ચઢાવીશ. સેલાહ
16હે ઈશ્વરના ભક્તો, તમે સર્વ આવો અને સાંભળો
અને તેમણે મારા આત્માને માટે જે કઈ કર્યું તે હું કહી સંભળાવીશ.
17મેં મારા મુખે તેમને અરજ કરી
અને મારી જીભે તેમનું સ્તવન કર્યું.
18જો હું મારા હૃદયમાં દુષ્ટતા કરવાનો ઇરાદો રાખું,
તો પ્રભુ મારું સાંભળે જ નહિ.
19પણ ઈશ્વરે નિશ્ચે મારું સાંભળ્યું છે;
તેમણે મારી પ્રાર્થના પર ધ્યાન આપ્યું છે.
20ઈશ્વરની સ્તુતિ હો,
જેમણે મારી પ્રાર્થનાની અવગણના કરી નથી
તથા મારા પરની તેમની કૃપા અટકાવી નથી.

Did you know?
Praise for Deliverance and Fulfilled Vows
- Psalm 66 transitions from corporate praise celebrating Israel's historical deliverance, such as passing through the sea on dry land, to a personal testimony of answered prayer and gratitude.Sources: the Bible text itself
- The psalm uses the imagery of refining silver alongside experiences of nets, heavy burdens, fire, and water to describe how testing ultimately led the community into a place of abundance.Sources: the Bible text itself
- In ancient Israelite worship, individuals frequently made solemn vows to God during times of distress, promising specific animal sacrifices, such as rams, bulls, and goats, once deliverance was granted.Sources: the Bible text itself
Notes written with AI assistance from open sources (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, public domain) and reviewed before publishing.
Credits and license for this translation
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Source: http://ebible.org/guj2017/ · eBible.org