Nations Bible

Psalms 60

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Tap a verse to see its cross-references.

છુટકારા માટે પ્રાર્થના

મુખ્ય ગવૈયાને માટે. રાગ શૂશાન-એડૂથ; શિખામણને અર્થે દાઉદનું મિખ્તામ. તે અરામ-નાહરાઈમ તથા અરામ-સોબા સાથે લડ્યો, ને યોઆબે પાછા ફરીને મીઠાની ખીણમાં અદોમમાંના બાર હજાર માણસ માર્યા, તે વખતનું.

1હે ઈશ્વર, તમે અમને તજી દીધા છે; તમે અમને પાયમાલ કર્યા છે;

તમે કોપાયમાન થયા છો; અમને ફરીથી સ્થાપો.

2તમે દેશને ધ્રૂજાવ્યો છે; તમે તેને ચીરીને અલગ કર્યો છે;

તેના વિભાગોને તમે સમારો, કેમ કે તે કાંપે છે.

3તમે તમારા લોકોને અતિ વિકટ સમયમાં લઈ ગયા છો;

તમે અમને લથડિયાં ખવડાવનારો દ્રાક્ષારસ પીવડાવ્યો છે.

4તમે તમારી બીક રાખનારાઓને ધ્વજા આપી છે,

કે જેથી તે સત્યને અર્થે પ્રદર્શિત કરાય.

5કે જેથી જેઓ તમને પ્રેમ કરે છે, તેઓ છૂટી જાય,

તમારા જમણા હાથથી અમને છોડાવો અને મને જવાબ આપો.

6ઈશ્વર પોતાની પવિત્રસ્થાનમાંથી બોલ્યા છે, “હું હરખાઈશ;

હું શખેમના ભાગ પાડીશ અને સુક્કોથની ખીણ વહેંચી આપીશ.

7ગિલ્યાદ મારું છે અને મનાશ્શા પણ મારું છે;

એફ્રાઇમ પણ મારા માથાનો ટોપ છે.

યહૂદિયા મારો રાજદંડ છે.

8મોઆબ મારો કળશિયો છે;

અદોમ ઉપર હું મારું પગરખું નાખીશ;

હું પલિસ્તીઓને કારણે હું જય પોકાર કરીશ.

9મજબૂત શહેરમાં મને કોણ લાવશે?

અદોમમાં મને કોણ દોરવણી આપશે?”

10પણ, હે ઈશ્વર, તમે શું અમને તજી દીધા નથી?

તમે અમારા સૈન્યોની સાથે યુદ્ધમાં આવતા નથી.

11અમારા શત્રુઓ વિરુદ્ધ અમારી સહાય કરો,

કારણ કે માણસોની સહાય વ્યર્થ છે.

12ઈશ્વરની સહાયથી અમે જીત મેળવીશું;

તે અમારા શત્રુઓને કચડી નાખશે.

Did you know?

A Plea for Victory and Divine Sovereignty

  • The psalm's historical heading frames this prayer around King David's military campaigns against northern Aramean kingdoms and Joab's battle against Edom in the Valley of Salt.Sources: the Bible text itself · Edom
  • When the psalm depicts God declaring sovereignty over the land, it names key locations on both sides of the Jordan River: Shechem in the central hills between Mount Ebal and Gerizim, the Valley of Succoth to the east near the Jabbok, and the mountainous territory of Gilead.Sources: the Bible text itself · Shechem · Valley of Succoth · Gilead
  • The text uses striking everyday imagery to portray dominion over neighboring rivals, describing Moab as a washbasin, throwing a sandal over Edom, and crying out in triumph over Philistia.Sources: the Bible text itself · Moab · Edom · Philistia

Notes written with AI assistance from open sources (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, public domain) and reviewed before publishing.

Places in this chapter

  • Aram-naharaim · 36.864, 39.033 · verse 1
  • Edom · 30.746, 35.604 · verses 1, 8, 9
  • Zobah · 33.935, 36.151 · verse 1
  • Shechem · Today: Tell Balatah · 32.214, 35.282 · verse 6
  • Valley of Succoth · 32.197, 35.621 · verse 6
  • Gilead · Today: Gilead 1 · 32.187, 35.692 · verse 7
  • Moab · Today: Moab 1 · 31.181, 35.701 · verse 8
  • Philistia · 31.664, 34.546 · verse 8

Only places identified with high confidence are shown (90% or more according to the scholarly sources compiled by OpenBible). Period map: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; modern map: © OpenStreetMap contributors; places: OpenBible.info (CC BY 4.0).

Credits and license for this translation
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Source: http://ebible.org/guj2017/ · eBible.org

Talk to us

Tell us where you read from, how the Bible has helped you, or what we could improve. We read every message.