Nations Bible

Psalms 56

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Tap a verse to see its cross-references.

ઈશ્વર પર વિશ્વાસ માટે પ્રાર્થના

મુખ્ય ગવૈયાને માટે; રાગ યોનાથ-એલેમ રહોકીમ. દાઉદનું મિખ્તામ. ગાથમાં પલિસ્તીઓએ તેને પકડયો તે વખતનું.

1હે ઈશ્વર, તમે મારા પર દયા કરો, કેમ કે માણસ તો મને ગળી જાય છે;

તે આખો દિવસ લડીને મારા પર જુલમ કરે છે.

2મારા શત્રુઓ તો આખો દિવસ મને ગળી જાય છે;

કેમ કે જેઓ મારી સામે અહંકારથી લડે છે તેઓ ઘણા છે.

3જ્યારે મને બીક લાગશે,

ત્યારે હું તમારા પર ભરોસો રાખીશ.

4હું ઈશ્વરની મદદથી તેમના વચનની પ્રશંસા કરીશ,

ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે; હું બીવાનો નથી;

મનુષ્યમાત્ર મને શું કરનાર છે?

5તેઓ આખો દિવસ મારા શબ્દોનો અનર્થ કરે છે;

તેઓના વિચારો મારું ખરાબ કરવાના છે.

6તેઓ એકઠા થાય છે, તેઓ સંતાઈ રહે છે

અને તેઓ મારાં પગલાંને ધ્યાનમાં રાખે છે,

તેઓ મારો જીવ લેવાની રાહ જુએ છે.

7તેઓની દુષ્ટતાથી તેમને બચાવશો નહિ.

હે ઈશ્વર, તમારા ગુસ્સાથી લોકોને નીચે પાડી નાખો.

8તમે મારું ભટકવું જાણો છો

અને મારાં આંસુઓ તમારી કુપ્પીમાં રાખો;

શું તેઓ તમારા પુસ્તકમાં નોંધેલાં નથી?

9જે સમયે હું વિનંતી કરું, તે સમયે મારા શત્રુઓ પાછા ફરશે;

હું જાણું છું કે ઈશ્વર મારા પક્ષમાં છે.

10ઈશ્વરની મદદથી હું તેમનાં વચનની સ્તુતિ કરીશ,

યહોવાહની મદદથી હું તેમનાં વચનની સ્તુતિ કરીશ.

11ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે; હું બીવાનો નથી;

માણસ મને શું કરનાર છે?

12હે ઈશ્વર, મેં તમારી સમક્ષ સંકલ્પો કરેલા છે;

હું તમને આભારસ્તુતિનાં અર્પણ ચઢાવીશ.

13કારણ કે તમે મારા આત્માને મરણથી બચાવ્યો છે;

તમે મારા પગને લથડવાથી બચાવ્યા છે,

કે જેથી હું ઈશ્વરની સમક્ષ,

જીવતાઓના અજવાળામાં ચાલું.

Artistic illustration — an interpretation, not a historical record.

Did you know?

Trusting God in Enemy Territory

  • The superscription links this psalm to David when the Philistines seized him in Gath. Gath was one of the five royal cities of the Philistines and the hometown of Goliath, making David's flight there from King Saul particularly dangerous.Sources: the Bible text itself · Gath
  • The psalmist uses vivid personal metaphors, asking God to collect his tears in a bottle and record his wanderings in a book, portraying divine awareness and care in times of distress.Sources: the Bible text itself

Notes written with AI assistance from open sources (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, public domain) and reviewed before publishing.

Credits and license for this translation
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Source: http://ebible.org/guj2017/ · eBible.org

Talk to us

Tell us where you read from, how the Bible has helped you, or what we could improve. We read every message.