Psalms 41
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Tap a verse to see its cross-references.
બીમારીમાંથી છુટકારા માટે પ્રાર્થના
મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત.
1જે દરિદ્રીની ચિંતા કરે છે, તે આશીર્વાદિત છે;
સંકટને સમયે યહોવાહ તેને છોડાવશે.
2યહોવાહ તેનું રક્ષણ કરશે અને તેને જીવંત રાખશે
અને તે પૃથ્વી પર આશીર્વાદિત થશે;
યહોવાહ તેને તેના શત્રુઓની ઇચ્છાને સ્વાધીન નહિ કરે.
3બીમારીના બિછાના પર યહોવાહ તેનો આધાર થશે;
તેની માંદગીમાં તેનાં દુ:ખ લઈને તેને સાજો કરશે.
4મેં કહ્યું, “હે યહોવાહ, મારા પર દયા કરો;
મારા આત્માને સાજો કરો; કેમ કે મેં તમારી વિરુદ્ધ પાપ કર્યાં છે.”
5મારા શત્રુઓ મારી વિરુદ્ધ બોલીને કહે છે,
‘તે ક્યારે મરણ પામશે અને તેના નામનો નાશ ક્યારે થશે?’
6જો મારો શત્રુ મને મળવા આવે, તો તે અયોગ્ય બાબતો કહે છે;
તેનું હૃદય અન્યાયનો સંગ્રહ કરે છે;
જ્યારે તે મારી પાસેથી બહાર જાય છે, ત્યારે તે મારા વિષે બીજાઓને કહે છે.
7મારો દ્વેષ કરનારા અંદરોઅંદર કાનમાં વાતો કરે છે;
તેઓ મારી વિરુદ્ધ ઉપદ્રવ કલ્પે છે.
8તેઓ કહે છે, “એક અસાધ્ય સજ્જડ રોગ,” તેને લાગુ પડ્યો છે;
હવે તે પથારીમાં પડ્યો છે, એટલે પાછો ઊઠવાનો નથી.”
9હા, મારો ખાસ મિત્ર, જેનો મને ભરોસો હતો,
જે મારી રોટલી ખાતો હતો,
તેણે મારી સામે લાત ઉગામી છે.
10પણ, હે યહોવાહ, મારા પર કૃપા કરો અને મને ઉઠાડો
કે જેથી હું તેઓનો પ્રતિકાર કરું.
11તેથી હું જાણું છું કે તમે મારા પર પ્રસન્ન છો,
કે મારો શત્રુ મારા પર જયજયકાર કરતો નથી.
12તમે મને મારી નિર્દોષતામાં સ્થિર રાખો છો
અને તમારી હજૂરમાં મને સર્વકાળ રાખો છો.
13અનાદિકાળથી તે અનંતકાળ સુધી
હે મારા યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, તમારી સ્તુતિ થાઓ.
આમીન તથા આમીન.

Did you know?
Prayer in Sickness and Betrayal
- The psalm opens with a blessing for whoever cares for the poor or vulnerable, linking compassion toward the needy with divine help during times of personal affliction and illness.Sources: the Bible text itself
- The psalmist laments that even a close, trusted companion who shared his bread turned against him, highlighting the deep breach of loyalty and table fellowship in ancient society.Sources: the Bible text itself
- The psalm concludes with a solemn doxology praising the God of Israel 'from everlasting to everlasting', sealed by a double 'Amen'.Sources: the Bible text itself
Notes written with AI assistance from open sources (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, public domain) and reviewed before publishing.
Credits and license for this translation
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Source: http://ebible.org/guj2017/ · eBible.org