Nations Bible

Psalms 38

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Tap a verse to see its cross-references.

બીમારની પ્રાર્થના

સંભારણાને અર્થે દાઉદનું ગીત.

1હે યહોવાહ, તમારા ક્રોધમાં મને ઠપકો ન આપો;

તમારા કોપમાં મને શિક્ષા ન કરો.

2કેમ કે તમારાં બાણો મને વાગ્યાં છે

અને તમારો હાથ મને જોરથી દાબે છે.

3તમારા ગુસ્સાને લીધે મારું આખું શરીર બીમાર છે;

મારા પાપોને લીધે મારાં હાડકાંમાં આરોગ્ય નથી.

4કેમ કે મારો અન્યાય મારા માથા પર ચઢી આવ્યો છે;

ભારે બોજાની જેમ તે મને અસહ્ય થઈ પડ્યો છે.

5મારાં મૂર્ખાઈ ભર્યાં પાપોને કારણે

મારા જખમ સડીને ગંધાઈ ઊઠ્યા છે.

6હું લથડી ગયો છું અને વાંકો વળી ગયો છું;

હું આખો દિવસ શોક કર્યા કરું છું.

7કેમ કે મારી કમરમાં અસહ્ય બળતરા થાય છે

અને મારું આખું શરીર રોગગ્રસ્ત થઈ ગયું છે.

8હું નિર્બળ થઈને કચડાઈ ગયો છું;

મારા હૃદયની વેદનાને કારણે નિસાસા નાખું છું.

9હે પ્રભુ, મારી સર્વ ઇચ્છા તમે જાણો છો

અને મારો વિલાપ તમને અજાણ્યો નથી.

10મારા હૃદયના ધબકારા વધી ગયા છે, મારું બળ ઘટી ગયું છે

અને મારી આંખોનું તેજ ઘટી ગયું છે.

11મારા રોગના ભયથી, મારા સ્નેહીજનો અને મિત્રો દૂર થઈ ગયા છે;

મારા પડોશીઓ મારાથી દૂર ઊભા રહે છે.

12જેઓ મારો જીવ લેવા તાકે છે તેઓ ફાંદા માંડે છે.

જેઓ મને ઉપદ્રવ કરવા પ્રયાસ કરે છે તેઓ હાનિકારક વાતો બોલે છે

અને આખો દિવસ કપટ ભરેલા ઇરાદા કરે છે.

13પણ હું તો બહેરા માણસની જેમ તે સાંભળતો નથી;

મૂંગો માણસ પોતાનું મુખ ઉઘાડતો નથી, તેના જેવો હું છું.

14જે માણસ સાંભળતો નથી

અને જેના મુખમાં દલીલો નથી તેના જેવો હું છું.

15હે યહોવાહ હું નિશ્ચે તમારી રાહ જોઈશ;

હે પ્રભુ, મારા ઈશ્વર, તમે મને ઉત્તર આપશો.

16મેં આ કહ્યું કે જેથી મારા શત્રુઓ મારા પર હરખાય નહિ.

જો મારો પગ લપસી જાય, તો તેઓ મારી સામે વડાઈ કરે છે.

17કેમ કે હું ઠોકર ખાઈ રહ્યો છું

અને હું સતત દુઃખમાં છું.

18હું મારા અન્યાયને કબૂલ કરું છું;

હું મારા પાપને કારણે શોક કરું છું.

19પણ જેઓ વિનાકારણ મારા શત્રુઓ થયા છે તેઓ અતિ પ્રબળ છે;

જેઓ વિનાકારણ મારો તિરસ્કાર કરે છે તેઓની સંખ્યા વધી છે.

20તેઓ ભલાઈને બદલે ભૂંડું પાછું વાળે છે;

તેઓ મારા શત્રુઓ છે, કેમ કે જે સારું છે તેને હું અનુસરું છું.

21હે યહોવાહ, તમે મને તજી દેશો નહિ;

હે મારા ઈશ્વર, મારાથી દૂર ન થાઓ.

22હે પ્રભુ, મારા ઉદ્ધારક,

મને સહાય કરવાને ઉતાવળ કરો.

Artistic illustration — an interpretation, not a historical record.

Did you know?

A Lament of Affliction and Confession

  • The superscription designates this chapter as a psalm of David for remembrance. In it, the psalmist vividly describes deep bodily suffering, including festering wounds, burning pain, and failing vitality, which he connects directly to his own sin and divine discipline.Sources: the Bible text itself
  • The psalm highlights the social isolation that often accompanied illness in the ancient world. Close companions and relatives keep their distance from his affliction, while adversaries take advantage of his vulnerability to plot against his life.Sources: the Bible text itself

Notes written with AI assistance from open sources (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, public domain) and reviewed before publishing.

Credits and license for this translation
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Source: http://ebible.org/guj2017/ · eBible.org

Talk to us

Tell us where you read from, how the Bible has helped you, or what we could improve. We read every message.