Psalms 32
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Tap a verse to see its cross-references.
કબૂલાત અને ક્ષમા
દાઉદનું (ગીત). માસ્કીલ.
1જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે,
તે આશીર્વાદિત છે.
2જેને યહોવાહ દોષિત ગણતા નથી અને જેના આત્મામાં કંઈ કપટ નથી,
તે આશીર્વાદિત છે.
3જ્યારે હું છાનો રહ્યો, ત્યારે આખો દિવસ
છાના રુદનથી મારાં હાડકાં જીર્ણ થયાં.
4કેમ કે રાતદિવસ તમારો હાથ મારા પર ભારે હતો.
જેમ ઉનાળાંની ગરમીમાં જળ સુકાઈ જાય છે,
તેમ મારી શક્તિ હણાઈ ગઈ હતી. સેલાહ
5મેં મારાં પાપ તમારી સમક્ષ કબૂલ કર્યાં
અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી.
મેં કહ્યું, “હું મારાં પાપો યહોવાહ સમક્ષ કબૂલ કરીશ.”
અને તમે મારાં પાપોની ક્ષમા આપી. સેલાહ
6તે માટે જરૂરના સમયે દરેક ભક્ત તમારી પ્રાર્થના કરે.
પછી જ્યારે ઘણા પાણીની રેલ ચઢે, ત્યારે તે તેને પહોંચશે નહિ.
7તમે મારી સંતાવાની જગ્યા છો; તમે મને મારા સંકટમાંથી ઉગારશો.
તમે મારી આસપાસ વિજયનાં ગીતો ગવડાવશો. સેલાહ
8કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ.
મારી નજર હું તારા પર રાખીને તને બોધ આપીશ.
9ઘોડા તથા ખચ્ચર જેને કંઈ સમજણ નથી,
જેને કાબૂમાં રાખવા માટે ચોકડા તથા લગામની જરૂર છે,
નહિ તો તું જ્યાં લઈ જવા ચાહે ત્યાં તેઓ આવી ન શકે, માટે તેઓના જેવો અણસમજુ ન થા.
10દુષ્ટોને ઘણી તકલીફો સહન કરવી પડે છે
પણ જેઓ યહોવાહ પર ભરોસો રાખે છે, તેઓ તો તેમની કૃપાથી ઘેરાશે.
11હે ન્યાયીઓ, યહોવાહમાં આનંદ કરો તથા હરખાઓ;
હે શુદ્ધ હૃદયના માણસો, તમે સર્વ હર્ષના પોકાર કરો.

Did you know?
The Joy of Forgiveness and Guidance
- The psalm opens with the title designating it as a Maskil of David, a term traditionally associated with an instructional or contemplative song, reflecting on the contrast between the distress of hidden sin and the blessing of forgiveness.Sources: the Bible text itself
- The Hebrew term Selah appears three times in this psalm (verses 4, 5, and 7), commonly interpreted as a musical pause or a moment for reflection during the recitation of the text.Sources: the Bible text itself
- The psalm uses the imagery of working animals, contrasting the willing follower of divine counsel with stubborn horses and mules that require a bit and bridle to be guided.Sources: the Bible text itself
Notes written with AI assistance from open sources (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, public domain) and reviewed before publishing.
Credits and license for this translation
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Source: http://ebible.org/guj2017/ · eBible.org