Nations Bible

Psalms 25

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Tap a verse to see its cross-references.

માર્ગદર્શન અને રક્ષા માટે પ્રાર્થના

દાઉદનું (ગીત).

1હે યહોવાહ, હું તમારામાં મારું અંતઃકરણ લગાડું છું!

2હે મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું.

મને અપમાનિત ન થવા દો;

મારા શત્રુઓને મારા પર વિજય મેળવીને આનંદિત થવા ન દો.

3જેઓ તમારામાં આશા રાખે છે તેઓમાંનો કોઈ શરમાશે નહિ,

પણ જેઓ વગર કારણે કપટ કરે છે તેઓ બદનામ થશે!

4હે યહોવાહ, મને તમારા માર્ગ બતાવો;

તમારા રસ્તા વિષે મને શીખવો.

5તમારા સત્યમાં મને દોરો અને મને શીખવો,

કેમ કે તમે મારો ઉદ્ધાર કરનાર ઈશ્વર છો;

હું આખો દિવસ તમારામાં આશા રાખું છું.

6હે યહોવાહ, તમારી કૃપા તથા તમારા વાત્સલ્યનું સ્મરણ કરો;

કારણ કે તેઓ હંમેશાં સનાતન છે.

7મારી જુવાનીનાં પાપ અને મારા અપરાધનું સ્મરણ ન કરો;

હે યહોવાહ, તમારી ભલાઈ અને તમારી કૃપા પ્રમાણે મને સંભારો!

8યહોવાહ ઉત્તમ અને ન્યાયી છે;

તેથી તે પાપીઓને સાચા માર્ગ વિષે શીખવશે.

9તે નમ્ર લોકોને ન્યાયી બનવા માટે દોરે છે

અને તે તેઓને તેઓના માર્ગે ચાલવાનું શીખવશે.

10જેઓ તેમનો કરાર તથા તેમના સાક્ષ્યો પાળે છે,

તેઓને માટે યહોવાહના સર્વ માર્ગો કૃપા તથા સત્યતાથી ભરેલા છે.

11હે યહોવાહ, તમારા નામની ખાતર,

મારા પાપની ક્ષમા કરો, કેમ કે તે ઘણા છે.

12યહોવાહથી બીહે એવું માણસ કયું છે?

કયો માર્ગ પસંદ કરવો તે તેને પ્રભુ શીખવે છે.

13તેનો જીવ સુખમાં રહેશે;

અને તેના વંશજો દેશનો વારસો પામશે.

14યહોવાહનો મર્મ તેમના ભક્તોની પાસે છે

અને તેઓને તે પોતાનો કરાર જણાવે છે.

15મારી દ્રષ્ટિ સદા યહોવાહ તરફ છે,

કારણ કે તે મારા પગને જાળમાંથી મુક્ત કરશે.

16તમે મારી તરફ ફરો અને મારા પર દયા કરો;

કેમ કે હું નિરાશ્રિત અને દુ:ખી છું.

17મારા મનનું દુઃખ વધી ગયું છે;

તમે મને મારા સંકટમાંથી છોડાવો.

18મારાં દુ:ખ તથા વેદના પર નજર કરો;

મારાં સર્વ પાપની ક્ષમા કરો.

19મારા શત્રુઓને જુઓ, કેમ કે તેઓ ઘણા છે;

તેઓ કેટલી ક્રૂરતાથી મારી ઘૃણા કરે છે.

20મારા જીવનું રક્ષણ કરો અને મને છોડાવો;

મારી લાજ જવા દેતા નહિ, કારણ કે હું તમારા પર ભરોસો રાખું છું.

21પ્રામાણિકપણું તથા ન્યાયીપણું મારું રક્ષણ કરો,

કારણ કે હું તમારા પર આશા રાખું છું.

22હે ઈશ્વર, ઇઝરાયલને

તેનાં સર્વ સંકટોમાંથી છોડાવો.

Artistic illustration — an interpretation, not a historical record.

Did you know?

A Prayer for Guidance and Forgiveness

  • The psalm closely links divine guidance with personal pardon, asking God not only to teach His ways and paths, but also to forget the sins and rebellious acts of the speaker's youth while remembering His ancient mercy.Sources: the Bible text itself
  • Although the prayer is primarily an individual's plea for deliverance from loneliness, affliction, and hostile enemies, its final verse expands into a collective request for God to redeem all of Israel from distress.Sources: the Bible text itself

Notes written with AI assistance from open sources (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, public domain) and reviewed before publishing.

Credits and license for this translation
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Source: http://ebible.org/guj2017/ · eBible.org

Talk to us

Tell us where you read from, how the Bible has helped you, or what we could improve. We read every message.