Psalms 139
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Tap a verse to see its cross-references.
સર્વત્ર ઈશ્વરની પ્રેમભરી સંભાળ
મુખ્ય ગવૈયાને માટે, દાઉદનું ગીત.
1હે યહોવાહ, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે અને તમે મને ઓળખો છો.
2મારું બેસવું તથા મારું ઊઠવું તમે જાણો છો;
તમે મારા વિચારો વેગળેથી સમજો છો.
3જ્યારે હું સૂઈ જાઉં છું, ત્યારે તમે મારા માર્ગોનું અવલોકન કરો છો;
તમે મારા બધા માર્ગોના માહિતગાર છો.
4કેમ કે, હે યહોવાહ, તમે મારા મુખની
બધી વાતો પૂરેપૂરી જાણો છો.
5તમે આગળ પાછળ મને ઘેરી લીધો છે
અને તમે તમારા હાથે મને પકડી રાખ્યો છે.
6આવું ડહાપણ તો મને આશ્ચર્ય પમાડનારું છે;
તે અતિ ઉચ્ચ છે અને હું તેને સમજી શકતો નથી.
7તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં?
તમારી હાજરીમાંથી હું ક્યાં નાસી જાઉં?
8જો હું આકાશોમાં ચઢી જાઉં, તો તમે ત્યાં છો;
જો હું શેઓલમાં મારી પથારી નાખું, તો ત્યાં પણ તમે છો.
9જો હું પરોઢિયાની પાંખો લઈને
સમુદ્રને પેલે પાર જઈને વસું,
10તો ત્યાં પણ તમારો હાથ મને દોરશે
તમારો જમણો હાથ મને પકડી રાખશે.
11જો હું કહું, “અંધકાર તો નિશ્ચે મને ઢાંકશે
અને રાત મારી આસપાસ અજવાળારૂપ થશે;”
12અંધકાર પણ મને તમારાથી સંતાડી શકતો નથી.
રાત દિવસની જેમ પ્રકાશે છે,
કેમ કે અંધારું અને અજવાળું બન્ને તમારી આગળ સમાન છે.
13તમે મારું અંતઃકરણ ઘડ્યું છે;
મારી માતાના ઉદરમાં તમે મારી રચના કરી છે.
14હું તમારો આભાર માનીશ,
કેમ કે તમારાં કાર્યો અદ્દભુત અને આશ્ચર્યજનક છે.
તમે મારા જીવન વિષે સઘળું જાણો છો.
15જ્યારે મને અદ્રશ્ય રીતે રચવામાં આવ્યો,
જ્યારે પૃથ્વીના ઊંડાણોમાં વિવિધ કરામતથી મને ગોઠવવામાં આવ્યો,
ત્યારે પણ મારું શરીર તમારાથી અજાણ્યું ન હતું.
16ગર્ભમાં પણ તમે મને નિહાળ્યો છે;
મારું એકે અંગ થયેલું ન હતું, ત્યારે તેઓ સર્વ,
તેમ જ તેઓના ઠરાવેલા સમયો તમારા પુસ્તકમાં લખેલા હતા.
17હે ઈશ્વર, તમારા વિચારો મને કેટલા બધા મૂલ્યવાન લાગે છે!
તેઓની સંખ્યા કેટલી બધી મોટી છે!
18જો હું તેઓને ગણવા જાઉં તો તેઓ રેતીના કણ કરતાં વધારે થાય.
જ્યારે હું જાગું, ત્યારે હું હજી તમારી સાથે હોઉં છું.
19હે ઈશ્વર, તમે જ દુષ્ટોનો સંહાર કરશો;
હે ખૂની માણસો મારાથી દૂર થાઓ.
20તેઓ તમારી વિરુદ્ધ બળવો કરે છે અને કપટથી વર્તે છે;
તમારા શત્રુઓ વ્યર્થ ફુલાઈ જાય છે.
21હે યહોવાહ, તમારો દ્વેષ કરનારાઓનો શું હું દ્વેષ ન કરું?
જેઓ તમારી સામે ઊઠે છે, તેઓનો શું હું ધિક્કાર ન કરું?
22હું તેઓને સંપૂર્ણ રીતે ધિક્કારું છું;
તેઓને હું મારા શત્રુઓ જ ગણું છું.
23હે ઈશ્વર, મારી કસોટી કરો અને મારું અંતઃકરણ ઓળખો;
મને પારખો અને મારા વિચારો જાણી લો.
24જો મારામાં કંઈ દુષ્ટતા હોય, તો તે તમે જોજો
અને મને સનાતન માર્ગમાં ચલાવજો.

Did you know?
God's Complete Knowledge and Presence
- The psalmist uses geographic and cosmic extremes—ascending to the heavens, descending to Sheol (the realm of the dead), flying toward the dawn in the east, or settling by the farthest sea in the west—to illustrate that no place exists beyond God's presence and guidance.Sources: the Bible text itself
- The psalm depicts the creation of human life using the imagery of being knit or woven together in secret within the mother's womb, emphasizing that God observed the unformed body before any of its days existed.Sources: the Bible text itself
- After declaring total separation from the wicked and deceitful, the author concludes by inviting God to thoroughly search his own heart, test his anxieties, and redirect any offensive way toward the everlasting path.Sources: the Bible text itself
Notes written with AI assistance from open sources (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, public domain) and reviewed before publishing.
Credits and license for this translation
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Source: http://ebible.org/guj2017/ · eBible.org