Psalms 132
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Tap a verse to see its cross-references.
દાઉદને પ્રભુનું વચન
ચઢવાનું ગીત.
1હે યહોવાહ, જે સર્વ કષ્ટો દાઉદે સહન કર્યા
તે તેના લાભમાં સંભારો.
2તેણે યહોવાહની આગળ કેવા સમ ખાધા,
યાકૂબના સમર્થ ઈશ્વરની આગળ તેણે કેવી પ્રતિજ્ઞા લીધી, તેનું સ્મરણ કરો.
3તેણે કહ્યું, “જ્યાં સુધી હું યહોવાહને માટે ઘર ન મેળવું;
અને યાકૂબના સમર્થ ઈશ્વરને માટે નિવાસસ્થાન તૈયાર ન કરું,
4ત્યાં સુધી હું મારા તંબુમાં નહિ આવું
અને મારા પલંગ પર નહિ સૂઉં.
5વળી મારી આંખોને ઊંઘ
અને મારા પોપચાંને નિદ્રા આવવા નહિ દઉં.”
6જુઓ, અમે તેના વિષે એફ્રાથાહમાં સાંભળ્યું;
અમને તે યેરામના ખેતરોમાં મળ્યો.
7ચાલો આપણે ઈશ્વરના મુલાકાતમંડપમાં જઈએ;
આપણે તેમના પાયાસનની આગળ તેમની સ્તુતિ કરીએ.
8હે યહોવાહ, તમે તમારા વિશ્રામસ્થાનમાં આવવાને ઊઠો.
9તમારા યાજકો ન્યાયીપણાથી આશીર્વાદિત થાઓ;
તમારા વિશ્વાસુઓ હર્ષનાદ કરો.
10તમારા સેવક દાઉદની ખાતર
તમારા અભિષિક્ત રાજાનો અસ્વીકાર ન કરો.
11યહોવાહે દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી;
“હું તારા રાજ્યાસન પર તારા વંશજોને બેસાડીશ;
તેથી તે પ્રતિજ્ઞાભંગ કરશે નહિ.
12જો તારા પુત્રો મારો કરાર
અને જે નિયમો હું તેઓને શીખવું, તે પાળે;
તો તેઓના સંતાનો પણ તારા રાજ્યાસને સદાકાળ બેસશે.”
13હે યહોવાહ, તમે સિયોનને પસંદ કર્યું છે;
તેમણે પોતાના નિવાસસ્થાનને માટે તેને ઇચ્છ્યું છે.
14આ મારું સદાકાળનું વિશ્રામસ્થાન છે;
હું અહીં જ રહીશ, કેમ કે મેં તેને ઇચ્છ્યું છે.
15હું ચોક્કસ તેની સમૃદ્ધિને આશીર્વાદ આપીશ;
હું રોટલીથી તેના કંગાલોને તૃપ્ત કરીશ.
16હું તેના યાજકોને ઉદ્ધારનો પોષાક પહેરાવીશ;
તેના ભક્તો આનંદથી જયજયકાર કરશે.
17ત્યાં હું દાઉદને માટે શિંગ ઊભુ કરીશ;
ત્યાં મેં મારા અભિષિક્તને માટે દીવો તૈયાર કર્યો છે.
18તેના શત્રુઓને હું શરમથી ઢાંકી દઈશ,
પણ તેનો મુગટ પ્રકાશશે.

Did you know?
David, the Ark, and Zion
- Ephrathah is the ancient name of Bethlehem in Judah, the region where David spent his youth tending sheep before later seeking out the Ark of the Covenant.Sources: Ephrathah · David · the Bible text itself
- Mount Zion, a southeastern hill of Jerusalem captured by David from the Jebusites to become the City of David, is celebrated in the psalm as God's chosen dwelling place and the seat of David's dynasty.Sources: Zion · the Bible text itself
Notes written with AI assistance from open sources (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, public domain) and reviewed before publishing.
Places in this chapter
- Jerusalem · 31.777, 35.234 · verse 1
- Ephrathah · Today: Bethlehem · 31.704, 35.208 · verse 6
- Zion · Today: Jerusalem · 31.777, 35.234 · verse 13
Only places identified with high confidence are shown (90% or more according to the scholarly sources compiled by OpenBible). Period map: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; modern map: © OpenStreetMap contributors; places: OpenBible.info (CC BY 4.0).
Credits and license for this translation
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Source: http://ebible.org/guj2017/ · eBible.org