Nations Bible

Psalms 106

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Tap a verse to see its cross-references.

ઇઝરાયલ પ્રત્યે ઈશ્વરની ભલાઈ

1યહોવાહની સ્તુતિ કરો.

યહોવાહનો આભાર માનો, કારણ કે તે ઉત્તમ છે,

કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.

2યહોવાહનાં મહાન કૃત્યો કોણ વર્ણવી શકે?

અથવા તેમની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે?

3જેઓ ન્યાયને અનુસરે છે

અને જેઓના કામો હંમેશાં ન્યાયી છે તે આશીર્વાદિત છે.

4હે યહોવાહ, જ્યારે તમે તમારા લોકો પર કૃપા કરો, ત્યારે મને યાદ રાખજો;

જ્યારે તમે તેઓને બચાવો ત્યારે મને સહાય કરજો.

5જેથી હું તમારા પસંદ કરેલાઓનું ભલું જોઉં,

તમારી પ્રજાના આનંદમાં હું આનંદ માણું

અને તમારા વારસાની સાથે હું હર્ષનાદ કરું.

6અમારા પિતૃઓની જેમ અમે પણ પાપ કર્યુ છે;

અમે અન્યાય કર્યા છે અને અમે દુષ્ટતા કરી છે.

7મિસરમાંના તમારાં ચમત્કારોમાંથી અમારા પિતૃઓ કંઈ સમજ્યા નહિ;

તેઓએ તમારી કૃપાનાં કાર્યોની અવગણના કરી;

તેઓએ સમુદ્ર પાસે, એટલે રાતા સમુદ્ર પાસે તમારી વિરુદ્ધ બંડ પોકાર્યું.

8તોપણ તમે પોતાના નામની ખાતર તેઓને બચાવ્યા

કે જેથી તમે પોતાના લોકોને તમારું પરાક્રમ બતાવી શકો.

9પ્રભુએ રાતા સમુદ્રને ધમકાવ્યો, એટલે તે સુકાઈ ગયો.

એ પ્રમાણે તેમણે જાણે અરણ્યમાં હોય, તેમ ઊંડાણોમાં થઈને તેઓને દોર્યા.

10જેઓ તેઓને ધિક્કારે છે તેઓના હાથમાંથી તેમણે તેઓને બચાવ્યા

અને દુશ્મનના પરાક્રમથી તેઓને છોડાવ્યા.

11તેઓના દુશ્મનો પર પાણી ફરી વળ્યું;

તેઓમાંનો એક પણ બચ્યો નહિ.

12ત્યારે તેઓએ તેમની વાતો પર વિશ્વાસ રાખ્યો

અને તેઓએ તેમનાં સ્તોત્ર ગાયા.

13પણ તેઓ તેમનાં કરેલાં કૃત્યો પાછા જલદીથી ભૂલી ગયા;

તેમની સલાહ સાંભળવાને તેઓએ ધીરજ રાખી નહિ.

14અરણ્યમાં તેઓએ ઘણી જ દુર્વાસના કરી

અને તેઓએ રાનમાં ઈશ્વરને પડકાર આપ્યો.

15તેમણે તેઓની માગણીઓ પ્રમાણે તેઓને આપ્યું,

પણ તેઓના આત્મામાં નબળાઈ મોકલી.

16તેઓએ છાવણીમાં મૂસાની ઈર્ષ્યા કરી

અને યહોવાહના પવિત્ર યાજક હારુનની અદેખાઈ કરી.

17ભૂમિ ફાટીને દાથાનને ગળી ગઈ

અને અબિરામના સમુદાયને ભૂમિમાં ઉતારી દીધો.

18તેઓના સમુદાયમાં અગ્નિ સળગી પ્રગટ્યો;

અગ્નિએ દુષ્ટોને બાળી નાખ્યા.

19તેઓએ હોરેબ આગળ વાછરડો બનાવ્યો

અને ઢાળેલી મૂર્તિની પૂજા કરી.

20તેઓએ આ પ્રમાણે તેમના મહિમાવંત ઈશ્વરને બદલી નાખ્યા,

કેમ કે ઘાસ ખાનાર બળદની પ્રતિમા પસંદ કરીને પોતાનો મહિમા બદલ્યો.

21તેઓ પોતાના બચાવનાર ઈશ્વરને ભૂલી ગયા,

કે જેમણે મિસરમાં અદ્દભુત કાર્યો કર્યાં હતાં.

22તેમણે હામના દેશમાં આશ્ચર્યકારક કામો તથા

લાલ સમુદ્ર પાસે ભયંકર કામો કર્યાં હતાં.

23તેમણે તેઓનો સંહાર કરવાને કહ્યું

પણ તેઓનો સંહાર કરવાને થયેલા કોપને શમાવવાને માટે

તેમનો પસંદ કરેલો મૂસા વચ્ચે પડ્યો અને પ્રભુની સમક્ષ આવીને ઊભો રહ્યો.

24પછી તેમણે તે ફળદ્રુપ દેશને તુચ્છ ગણ્યો;

તેઓએ તેના વચનનો વિશ્વાસ કર્યો નહિ.

25પણ તેઓ પોતાના તંબુઓમાં કચકચ કરીને

યહોવાહને આધીન થયા નહિ.

26તેથી તેમણે તેઓને માટે શપથ લીધા

કે તેઓ અરણ્યમાં નાશ પામે.

27વિદેશીઓમાં તેઓના વંશજોને વિખેરી નાખ્યા

અને દેશપરદેશમાં તેઓને વિખેરી નાખ્યા.

28તેઓએ બઆલ-પેઓરની પૂજા કરી

અને અર્પણને માટે અર્પિત કરેલા મૃતદેહનો ભક્ષ કર્યો.

29એ પ્રમાણે તેઓએ પોતાની કરણીઓથી તેમને ચીડવ્યા

અને તેઓમાં મરકી ફાટી નીકળી.

30પછી ફીનહાસે ઊભા થઈને મધ્યસ્થી કરી

અને મરકી અટકી ગઈ.

31આ તેનું કામ તેના લાભમાં પેઢી દરપેઢી સર્વકાળ માટે

ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યું.

32મરીબાહના પાણીના સંબંધમાં પણ તેઓએ તેમને ખીજ્વ્યા

અને તેઓને લીધે મૂસાને સહન કરવું પડ્યું.

33તેઓએ મૂસાને ઉશ્કેર્યો

અને તે અવિચારીપણે બોલવા લાગ્યો.

34જેમ યહોવાહે તેઓને આજ્ઞા આપી હતી તેમ,

તેઓએ તે લોકોનો નાશ કર્યો નહિ.

35પણ તેઓ પ્રજાઓ સાથે ભળી ગયા

અને તેઓના માર્ગો અપનાવ્યા.

36અને તેઓની મૂર્તિઓની પૂજા કરી,

તે તેઓને ફાંદા રૂપ થઈ પડી.

37તેઓએ પોતાનાં દીકરા તથા દીકરીઓનું દુષ્ટાત્માઓને બલિદાન આપ્યું.

38તેઓએ નિર્દોષ લોહી,

એટલે પોતાનાં દીકરાદીકરીઓનું લોહી વહેવડાવ્યું,

તેનું તેઓએ કનાનની મૂર્તિઓને બલિદાન કર્યુ,

લોહીથી દેશને અશુદ્ધ કર્યો.

39તેમનાં દુષ્ટ કાર્યોથી તેઓ અપવિત્ર બન્યા

તેમનાં કાર્યોમાં તેઓ અવિશ્વાસુ થયા.

40તેથી યહોવાહ પોતાના લોકો પર ગુસ્સે થયા

અને તે પોતાના લોકોથી કંટાળી ગયા.

41તેમણે તેઓને વિદેશીઓના હાથમાં સોંપી દીધા

અને જેઓ તેમને ધિક્કારતા હતા, તેઓએ તેમના પર રાજ કર્યું.

42તેઓના શત્રુઓએ પણ તેઓને કચડ્યા

અને તેઓના અધિકાર નીચે પડીને તેઓ તાબેદાર થયા.

43ઘણી વાર તે તેમની મદદે આવ્યા,

પણ તેઓએ બંડ કરવાનું ચાલું રાખ્યું

અને પોતાના પાપને લીધે તેઓ પાયમાલ થયા.

44તેમ છતાં તેઓની પ્રાર્થનાઓ સાંભળીને

તેમણે તેઓનું સંકટ લક્ષમાં લીધું.

45તેઓની સાથે કરેલો તેમનો કરાર યાદ કર્યો

અને પોતાની પુષ્કળ દયાને લીધે પસ્તાવો કર્યો.

46તેમણે તેઓને બંદીવાન કરનારાઓની પાસે

તેમના પર કરુણા કરાવી.

47હે યહોવાહ, અમારા ઈશ્વર, અમારો બચાવ કરો.

વિદેશીઓમાંથી અમને એકત્ર કરો

કે જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ

અને સ્તુતિ કરીને તમારો મહિમા કરીએ.

48હે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ,

તમે અનાદિકાળથી અનંતકાળ સુધી સ્તુત્ય મનાઓ.

સર્વ લોકોએ કહ્યું, “આમીન.”

યહોવાહની સ્તુતિ કરો.

Artistic illustration — an interpretation, not a historical record.

Did you know?

Israel's History of Rebellion and Mercy

  • Psalm 106 reviews key moments from the Exodus and wilderness journey as a communal confession of sin. It highlights episodes such as the rebellion at the Red Sea, the golden calf made at Horeb, and the revolt led by Dathan and Abiram, who were swallowed up by the earth.Sources: the Bible text itself · Horeb · Dathan · Abiram (son of Eliab)
  • The psalm references the worship of Baal of Peor, a Moabite deity linked to Mount Peor. During this crisis, Phinehas, the son of Eleazar, intervened to halt a devastating plague, an act remembered in Scripture as enduring faithfulness.Sources: the Bible text itself · Baal-peor · Phinehas (Levite)
  • Egypt is poetically called the land of Ham in verses 21 and 22. In biblical genealogy, Ham was the son of Noah whose descendants were historically associated with Egypt and surrounding regions.Sources: the Bible text itself · Ham · Egypt

Notes written with AI assistance from open sources (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, public domain) and reviewed before publishing.

Places in this chapter

  • Egypt · 30.129, 31.308 · verses 7, 21
  • Mount Horeb · Today: Jebel Musa · 28.540, 33.973 · verse 19
  • Ham · Today: Egypt · 30.129, 31.308 · verse 22
  • Peor · Today: within 1 km of Khirbet Ayun Musa · 31.777, 35.738 · verse 28
  • Meribah · Today: Ain el Qudeirat · 30.648, 34.422 · verse 32
  • Canaan · 32.767, 35.333 · verse 38

Only places identified with high confidence are shown (90% or more according to the scholarly sources compiled by OpenBible). Period map: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; modern map: © OpenStreetMap contributors; places: OpenBible.info (CC BY 4.0).

Credits and license for this translation
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Source: http://ebible.org/guj2017/ · eBible.org

Talk to us

Tell us where you read from, how the Bible has helped you, or what we could improve. We read every message.