Nations Bible

Proverbs 7

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Tap a verse to see its cross-references.

1મારા દીકરા, મારાં વચનો પાળ

અને મારી આજ્ઞાઓ સંઘરી રાખ.

2મારી આજ્ઞાઓ પાડીને જીવતો રહે

અને મારા શિક્ષણને તારી આંખની કીકીની જેમ જતન કરજે.

3તેઓને તારી આંગળીઓ પર બાંધ;

તેઓને તારા હૃદયપટ પર લખી રાખ.

4ડહાપણને કહે કે “તું મારી બહેન છે,”

અને બુદ્ધિને કહે, “તું મારી ઘનિષ્ઠ મિત્ર છે.”

5જેથી એ બન્ને તને વ્યભિચારી સ્ત્રીથી બચાવશે.

તે ખુશામતના શબ્દો ઉચ્ચારનારી પરસ્ત્રીથી તારું રક્ષણ કરશે.

પતિતાનો મોહપાશ

6કારણ કે એક વખત મેં મારા ઘરની બારી નજીક ઊભા રહીને

જાળીમાંથી સામે નજર કરી;

7અને ત્યાં મેં ઘણાં ભોળા યુવાનોને જોયા.

તેમાં એક અક્કલહીન યુવાન મારી નજરે પડ્યો.

8એક સ્ત્રીના ઘરના ખૂણા પાસેથી તે બજારમાંથી પસાર થતો હતો,

તે સીધો તેના ઘર તરફ જતો હતો.

9દિવસ આથમ્યો હતો, સાંજ પડવા આવી હતી

અને રાતના અંધકારનાં સમયે.

10અચાનક એક સ્ત્રી તેને મળવા બહાર આવી,

તેણે ગણિકાના જેવાં વસ્ત્રો પહેર્યા હતાં અને તે જાણતી હતી કે તે શા માટે ત્યાં છે.

11તે કપટી અને મીઠું બોલનારી અને સ્વછંદી હતી,

તેના પગ પોતાના ઘરમાં કદી ટકતા ન હતા;

12કોઈવાર ગલીઓમાં હોય, તો ક્યારેક બજારની એકાંત જગામાં,

તો કોઈવાર ચોકમાં શેરીના-ખૂણે લાગ તાકીને ઊભી રહેતી હતી.

13તે સ્ત્રીએ તેને પકડીને ચુંબન કર્યુ;

અને નિર્લજ્જ મોઢે તેને કહ્યું કે,

14શાંત્યર્પણો મારી પાસે તૈયાર કરેલાં છે, આજે મેં પ્રતિજ્ઞા લીધી છે;

આજે મેં મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરી છે.

15તેથી હું તને મળવા બહાર આવી છું.

હું ક્યારની તને શોધતી હતી, આખરે તું મળ્યો છે.

16મેં મારા પલંગ ઉપર સુંદર ભરતકામવાળી ચાદરો પાથરી છે

તથા મિસરી શણનાં સુંદર વસ્ત્રો બિછાવ્યાં છે.

17મેં મારું બિછાનું

બોળ, અગર અને તજથી સુગંધીદાર બનાવ્યું છે.

18ચાલ, આપણે સવાર સુધી ભરપેટ પ્રેમનો અનુભવ કરીએ;

આખી રાત મગ્ન થઈ પ્રેમની મજા માણીએ.

19મારો પતિ ઘરે નથી;

તે લાંબી મુસાફરીએ ગયો છે.

20તે પોતાની સાથે રૂપિયાની થેલી લઈ ગયો છે;

અને તે પૂનમે પાછો ઘરે આવશે.”

21તે ઘણા મીઠા શબ્દોથી તેને વશ કરે છે;

અને તે પોતાના હોઠોની ખુશામતથી તેને ખેંચી જાય છે.

22જેમ બળદ કસાઈવાડે જાય છે,

અને જેમ ગુનેગારને સજા માટે સાંકળે બાંધીને લઈ જવાય છે

તેમ તે જલદીથી તેની પાછળ જાય છે.

23આખરે તેનું કાળજું તીરથી વીંધાય છે;

જેમ કોઈ પક્ષી પોતાનો જીવ જશે

એમ જાણ્યા વિના જાળમાં ધસી જાય છે, તેમ તે સપડાઈ જાય છે.

24હવે, મારા દીકરાઓ, સાંભળો;

અને મારા મુખનાં વચનો પર લક્ષ આપો.

25તારું હૃદય તેના માર્ગો તરફ વળવા ન દે;

તેના રસ્તાઓમાં ભટકીને જતો નહિ.

26કારણ, તેણે ઘણાંને ઘાયલ કર્યા છે, તેઓને મારી નાખ્યા છે;

અને તેનાથી માર્યા ગયેલાઓની સંખ્યા પુષ્કળ છે.

27તેનું ઘર મૃત્યુના માર્ગે છે;

એ માર્ગ મૃત્યુના ઓરડામાં પહોંચાડે છે.

Artistic illustration — an interpretation, not a historical record.

Did you know?

The Trap of Seduction

  • The narrator observes the scene through the lattice of a house window, watching the street below as twilight fades into the dark of night. This literary perspective presents the story as an eyewitness account warning against wandering into places of temptation.Sources: the Bible text itself
  • The seductress mentions that she has paid her vows and offered peace offerings, meaning she had meat from sacrifices prepared for a feast. She further appeals to luxury by mentioning colored linen imported from Egypt and perfumes of myrrh, aloes, and cinnamon.Sources: the Bible text itself
  • To counter the allure of the stranger, the teacher urges the youth to embrace wisdom as a sister and understanding as a close relative. Cultivating an intimate, familial relationship with wisdom is framed as the vital defense against deceptive speech.Sources: the Bible text itself

Notes written with AI assistance from open sources (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, public domain) and reviewed before publishing.

Places in this chapter

  • Egypt · 30.129, 31.308 · verse 16

Only places identified with high confidence are shown (90% or more according to the scholarly sources compiled by OpenBible). Period map: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; modern map: © OpenStreetMap contributors; places: OpenBible.info (CC BY 4.0).

Credits and license for this translation
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Source: http://ebible.org/guj2017/ · eBible.org

Talk to us

Tell us where you read from, how the Bible has helped you, or what we could improve. We read every message.