Nations Bible

Proverbs 31

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Tap a verse to see its cross-references.

1લમૂએલ રાજાની માતાએ જે ઈશ્વરવાણી તેને શીખવી હતી તે આ છે.

2હે મારા દીકરા? ઓ મારા દીકરા?

હે મારી માનતાઓના દીકરા?

3તારી શક્તિ સ્ત્રીઓ પાછળ વેડફીશ નહિ,

અને તારા માર્ગો રાજાઓનો નાશ કરનારની પાછળ વેડફીશ નહિ.

4દીકરા લમૂએલ, દ્રાક્ષારસ પીવો તે રાજાને શોભતું નથી,

વળી “દ્રાક્ષાસવ ક્યાં છે?” તે રાજ્યના હાકેમોએ પૂછવું યોગ્ય નથી.

5કારણ કે પીવાને લીધે તેઓ પોતાના નિયમો ભૂલી જાય છે,

અને દુઃખીઓને નિષ્પક્ષ ન્યાય આપી શકતા નથી.

6જેઓ મરવાની અણી પર હોય તેને દ્રાક્ષાસવ

અને જેઓ દુભાયેલા હોય તેને દ્રાક્ષારસ આપ.

7ભલે તેઓ પીને પોતાની ગરીબીને વિસારે પડે,

અને તેઓને પોતાનાં દુ:ખો યાદ આવે નહિ.

8જે પોતાના માટે બોલી શકતા નથી તેઓને માટે તું બોલ

અને તું નિરાધારોના હક માટે સહાય કર.

9તારું મુખ ઉઘાડીને અદલ ઇનસાફ કર

અને ગરીબ તથા દરિદ્રીને માન આપ.

આદર્શ પત્નીની ગુણગાથા

10સદગુણી પત્ની કોને મળે?

કેમ કે તેનું મૂલ્ય તો રત્નો કરતાં વધારે છે.

11તેનો પતિ તેના પર પૂરો વિશ્વાસ રાખે છે,

અને તેને સંપત્તિની કોઈ ખોટ પડશે નહિ.

12પોતાના આયુષ્યનાં સર્વ દિવસો પર્યંત,

તે તેનું ભલું જ કરે છે અને કદી ખોટું કરતી નથી.

13તે ઊન અને શણ ભેગું કરે છે,

અને ખંતથી પોતાના હાથે કામ કરવામાં આનંદ માણે છે.

14તે દૂરથી પોતાનું અન્ન લઈ આવનાર,

વેપારીના વહાણ જેવી છે.

15ઘરનાં સર્વને માટે ખાવાનું તૈયાર કરવા તે પરોઢ થતાં પહેલાં ઊઠી જાય છે

અને તેની દાસીઓ માટે દિવસભરના કામનું આયોજન કરે છે.

16તે કોઈ ખેતરનો વિચાર કરીને તેને ખરીદે છે,

પોતાના નફામાંથી તે પોતાને હાથે દ્રાક્ષવાડીઓ રોપે છે.

17પોતાની કમરે તે ખડતલ અને ભારે ઉધમી છે,

તે પોતાના હાથ બળવાન કરે છે.

18તે પોતાના વેપારના નફાનો ખ્યાલ રાખે છે;

તેથી રાતભર તેનો દીવો હોલવાતો નથી.

19તે એક હાથે પૂણી પકડે છે

અને બીજે હાથે રેંટિયો ચલાવે છે.

20તે ગરીબોને ઉદારતાથી આપે છે;

અને જરૂરિયાતમંદોને છૂટે હાથે મદદ કરે છે.

21તેના કુટુંબના સભ્યોને માટે તે શિયાળાની કશી બીક રહેવા દેતી નથી,

તેના આખા કુટુંબે ઊનનાં કિરમજી વસ્ત્ર પહેરેલાં છે.

22તે પોતાને માટે બુટ્ટાદાર રજાઈઓ બનાવે છે,

તેના વસ્ત્રો ઝીણા શણનાં તથા જાંબુડા રંગનાં છે.

23તેનો પતિ નગર દરવાજે આદર પામે છે,

અને દેશનાં મુખ્ય આગેવાનોમાં તે પ્રતિષ્ઠિત છે.

24તે શણનાં વસ્ત્રો બનાવીને વેપારીઓને વેચે છે

અને તેઓને કમરબંધ બનાવી આપે છે.

25શક્તિ અને સન્માન તેનો પોશાક છે.

અને તે ભવિષ્ય વિષેની ચિંતાને હસી કાઢે છે.

26તેના મોંમાંથી ડહાપણની વાતો નીકળે છે,

તેના જીભનો નિયમ માયાળુપણું છે.

27તે પોતાના ઘરમાં બધા કામની દેખરેખ રાખે છે

અને તે કદી આળસની રોટલી ખાતી નથી.

28તે પોતાના ઘરના માણસોની વર્તનની બરાબર તપાસ રાખે છે;

અને તેના પતિ તેના વખાણ કરે છે અને પ્રશંસા કરતાં કહે છે કે,

29“જગતમાં ઘણી સદાચારી સ્ત્રીઓ છે,

પણ તું તે સર્વ કરતાં ઉત્તમ છે.”

30લાવણ્ય ઠગારું છે અને સૌંદર્ય વ્યર્થ છે,

પરંતુ યહોવાહનો ડર રાખનાર સ્ત્રીની પ્રંશસા થશે.

31તેના હાથની પેદાશમાંથી તેને આપો

અને તેના કામોને માટે ભાગળોમાં તેની પ્રશંસા કરો.

Artistic illustration — an interpretation, not a historical record.

Did you know?

Advice to a King and the Noble Woman

  • The historical identity of King Lemuel is not certainly known outside this passage. His name means dedicated to God, and while rabbinic tradition identified him with King Solomon, the text presents him receiving moral instruction and guidance on righteous leadership directly from his mother.Sources: Lemuel · Mother of Lemuel · the Bible text itself
  • The poem in the second half of the chapter describes a capable woman managing varied economic affairs, including evaluating and buying real estate, planting a vineyard, producing textiles, and trading with merchants, all while providing for her household and aiding the poor.Sources: the Bible text itself

Notes written with AI assistance from open sources (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, public domain) and reviewed before publishing.

Credits and license for this translation
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Source: http://ebible.org/guj2017/ · eBible.org

Talk to us

Tell us where you read from, how the Bible has helped you, or what we could improve. We read every message.