Nations Bible

Micah 2

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Tap a verse to see its cross-references.

ગરીબોને કચડનારનું ભાવિ

1જેઓ દુષ્ટતા આચરવાની યોજનાઓ કરે છે,

જેઓ બિછાનામાં રહીને પાપ કરવાની યોજના કરે છે તેઓને ધિક્કાર છે.

પછી પ્રભાતના પ્રકાશમાં તેઓ તેનો અમલ કરે છે,

કેમ કે તેઓની પાસે સામર્થ્ય છે.

2તેઓ ખેતરો મેળવવાની ઇચ્છા રાખે છે તેથી તેને ઘેરી વળે છે;

તેઓ ઘર મેળવવાની ઇચ્છા રાખે છે તેથી તેને લઈ લે છે.

તેઓ માણસને અને તેના ઘરને,

માણસને તથા તેના વારસા પર જુલમ કરે છે.

3તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે કે;

“જુઓ, હું આ કુળ ઉપર આફત લાવવાનો છું,

એમાંથી તમે તમારી જાતને બચાવી શકો નહિ,

અને તમે હવે હોશિયારીથી ચાલી શકશો નહિ,

કેમ કે તે ભયાનક સમય હશે.

4તે દિવસે તમારા શત્રુઓ તમને મહેણાં ટોણાં મારશે,

અને તમારે માટે વિલાપનાં ગીતો ગાઈને રુદન કરશે.

તેઓ ગાશે કે, ‘આપણે ઇઝરાયલીઓ તો સંપૂર્ણ રીતે પાયમાલ થઈ ગયા છીએ;

યહોવાહે અમારા લોકનો પ્રદેશ બદલી નાખ્યો છે,

મારી પાસેથી તે કેવી રીતે લઈ લીધો છે?

અને તે યહોવાહ અમારા ખેતરો અમને દગો આપનારાઓ વચ્ચે વહેંચી આપે છે!”

5એ માટે, જ્યારે યહોવાહ લોકોની જમીન માટે ચિઠ્ઠીઓ નાખશે, ત્યારે તમને તે નહિ મળે.

6તેઓ કહે છે,

પ્રબોધ કરશો નહિ.

તેઓએ આ બાબતોનો પ્રબોધ કરવો નહિ;

આપણી ઉપર આ લાંછન દૂર થવાનું નથી.”

7હે યાકૂબના વંશજો શું આવું કહેવાશે કે,

યહોવાહનો આત્મા સંકોચાયો છે?

આ શું તેમના કાર્યો છે?

જેઓ નીતિમત્તાથી ચાલે છે,

સદાચારીને માટે મારા શબ્દો હિતકારક નથી?

8પણ છેવટે થોડી મુદતથી મારા લોકો શત્રુની જેમ ઊઠ્યા છે.

જેઓ એવું વિચારે છે કે તેઓ યુદ્ધમાંથી પાછા ફરતા લોકોની જેમ સુરક્ષિત છે,

તેવા નિર્ભયપણે ચાલતાં લોકોના વસ્ત્રમાંથી તમે ઝભ્ભા ઉતારી નાખો છો.

9મારા લોકોની સ્ત્રીઓને તમે તેઓનાં આરામદાયક ઘરોમાંથી કાઢી મૂકો છો;

અને તેઓનાં બાળકો પાસેથી મારો આશીર્વાદ તમે સદાને માટે લઈ લો છો.

10ઊઠો, ચાલ્યા જાઓ,

કેમ કે જ્યાં તમે રહો છો એ તમારું સ્થાન નથી,

કેમ કે તેની અશુદ્ધિ;

હા ભયંકર વિનાશકારક મલિનતા એ તેનું કારણ છે.

11જો કોઈ અપ્રામાણિક અને દુરાચારી વ્યક્તિ જૂઠું બોલીને પ્રબોધ કરે કે,

“હું કહું છું કે, તમને દ્રાક્ષારસ અને મધ મળશે,”

તો તે જ આ લોકોનો પ્રબોધક થશે.

12હે યાકૂબ હું નિશ્ચે તારા સર્વ લોકોને ભેગા કરીશ.

હું ઇઝરાયલના બચેલાઓને ભેગા કરીશ.

હું તેમને વાડાનાં ઘેટાંની જેમ ભેગા કરીશ

તથા ગૌચરના ઘેટાંના ટોળાંની જેમ

તેઓ લોકોના ટોળાને લીધે મોટો ઘોંઘાટ કરશે.

13છીંડું પાડનાર તેઓની આગળથી નીકળી ગયો છે.

તેઓ ધસારાબંધ દરવાજા સુધી ચાલી જઈને તેમાં થઈને બહાર આવ્યા છે;

રાજા તેઓની પહેલાં પસાર થઈ ગયો છે,

યહોવાહ તેમના આગેવાન છે.

Artistic illustration — an interpretation, not a historical record.

Did you know?

Social Injustice and False Prophets

  • Micah denounces powerful landowners who plotted at night to seize the houses and hereditary fields of poorer families at daybreak, leaving them dispossessed of their ancestral allotments.Sources: the Bible text itself
  • The people and their leaders attempted to silence true prophetic warnings of disgrace, preferring flattering speakers who promised prosperity, wine, and strong drink.Sources: the Bible text itself
  • The chapter closes with a message addressed to the house of Jacob, promising that a scattered remnant would be gathered like sheep in a pasture and led through an opened gate by their King.Sources: the Bible text itself · Jacob (Israel)

Notes written with AI assistance from open sources (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, public domain) and reviewed before publishing.

Credits and license for this translation
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Source: http://ebible.org/guj2017/ · eBible.org

Talk to us

Tell us where you read from, how the Bible has helped you, or what we could improve. We read every message.