Nations Bible

Joel 2

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Tap a verse to see its cross-references.

પ્રભુના દિવસની ચેતવણી માટે તીડો

1સિયોનમાં રણશિંગડું વગાડો,

અને મારા પવિત્ર પર્વત પર ભયસૂચક નગારું વગાડો.

દેશના સર્વ રહેવાસીઓ, તમે કાંપો

કેમ કે યહોવાહનો દિવસ આવે છે;

તે દિવસ તદ્દન નજીક આવી પહોંચ્યો છે.

2અંધકાર અને વિષાદનો દિવસ,

વાદળ અને અંધકારનો દિવસ.

તે દિવસ પર્વતો પર દેખાતાં ઝળઝળાં જેવો થશે.

એવું પહેલાં કદી બન્યું નથી કે,

હવે પછી ઘણી પેઢીઓ સુધી,

બીજી કોઈ પેઢીઓમાં કદી થશે નહિ,

એવી મોટી તથા બળવાન પ્રજા આવશે.

3અગ્નિ તેઓની આગળ ભસ્મ કરે છે,

અને તેઓની પાછળ જ્વાળાઓ બળે છે.

તેઓની સમક્ષ ભૂમિ એદન બાગ જેવી છે,

અને તેઓની પાછળ તે ઉજ્જડ અરણ્ય જેવી થાય છે.

તેમના હાથમાંથી કોઈ પણ બચી જતું નથી.

4તેમનો દેખાવ ઘોડાઓનાં દેખાવ જેવો છે,

અને જાણે ઘોડેસવાર હોય તેમ તેઓ દોડે છે.

5પર્વતોનાં શિખરો પર ગડગડાટ રથોની જેમ

ખૂંપરા ભસ્મ કરતી અગ્નિની જવાળાઓની જેમ

અને યુદ્ધભૂમિમાં શક્તિશાળી સેનાની જેમતેઓ આગળ વધે છે.

6તેઓને જોતાં પ્રજાઓ ધ્રૂજી ઊઠે છે.

અને ભયને કારણે સૌના ચહેરા નિસ્તેજ થઈ જાય છે.

7તેઓ સૈનિકોની માફક દોડે છે

અને લડવૈયાની જેમ તેઓ કોટ ઉપર ચઢી જાય છે.

તેઓ બધા પોતપોતાને માર્ગે ચાલે છે

અને પોતાની હરોળ તોડતા નથી.

8તેઓ એકબીજાની સાથે ધક્કાધક્કી કરતા નથી,

પણ સીધે માર્ગે જાય છે.

તેઓ સૈન્ય મધ્યે થઈને પાર ધસી જાય છે.

તેઓ પોતાનો માર્ગ બદલતા નથી.

9તેઓ નગરમાં ઉમટ્યા છે.

તેઓ દીવાલો પર દોડે છે.

તેઓ ઘરોની અંદર પેસી જાય છે.

અને ચોરની જેમ અંદર બારીઓમાં થઈને પ્રવેશે છે.

10તેઓની આગળ ધરતી ધ્રુજે છે

અને આકાશો થરથરે છે;

સૂર્ય અને ચંદ્ર અંધારાઈ જાય છે

અને તારાઓ ઝાંખા પડી જાય છે.

11યહોવાહ તેઓનાં સૈન્યોને મોટે સાદે પોકારે છે,

તેઓનું સૈન્ય મોટું છે;

અને જેઓ તેમની આજ્ઞા પાળે છે તેઓ શક્તિશાળી છે.

યહોવાહનો દિવસ ભારે અને ભયંકર છે

તેને કોણ સહન કરી શકે?

પશ્ચાતાપને માટે હાકલ

12તોપણ હમણાં, યહોવાહ કહે છે,

સાચા હૃદયથી તમે મારી પાસે પાછા આવો.

ઉપવાસ કરો, રુદન અને વિલાપ કરો.”

13તમારાં વસ્ત્રો નહિ પણ તમારા હૃદયો ફાળો,

તમારા ઈશ્વર યહોવાહ પાસે પાછા ફરો,

તેઓ દયાળુ અને કૃપાળુ છે,

તેઓ કોપ કરવામાં ધીમા અને દયાના સાગર છે;

વિપત્તિને લીધે તેમને પશ્ચાત્તાપ થાય છે.

14કોણ જાણે કદાચ તે પશ્ચાતાપ કરીને પાછા આવે,

અને પોતાની પાછળ આશીર્વાદ,

એટલે તમારા ઈશ્વર યહોવાહને માટે ખાદ્યાર્પણ અને પેયાર્પણ રહેવા દે.

15સિયોનમાં રણશિંગડું વગાડો,

પવિત્ર ઉપવાસ જાહેર કરો,

અને ધાર્મિક સંમેલન ભરો.

16લોકોને ભેગા કરો,

સમુદાયને પાવન કરો,

વડીલોને ભેગા કરો,

શિશુઓને એકઠા કરો

અને સ્તનપાન કરતાં બાળકોને પણ ભેગા કરો.

વર પોતાના ઓરડામાંથી બહાર આવે,

અને કન્યા પોતાના લગ્ન મંડપમાંથી બહાર નીકળીને ત્યાં જાય.

17યાજકો, જેઓ યહોવાહના સેવકો છે,

તેઓ પરસાળ અને વેદીની વચ્ચે રડો.

તેઓ એમ કહે કે, હે યહોવાહ, તમારા લોકો પર દયા કરો,

અને તમારા વારસાને બદનામ થવા ન દો,

જેથી વિદેશીઓ તેમના પર રાજ ન કરે.

દેશમાં એવું શા માટે કહેવા દેવામાં આવે કે,

તેઓના ઈશ્વર કયાં છે?”

પ્રભુ દેશની ફળદ્રુપતા પાછી લાવે છે

18ત્યારે યહોવાહને પોતાના લોકને માટે લાગણી થઈ,

અને તેમને પોતાના લોકો પર દયા આવી.

19પછી યહોવાહે પોતાના લોકોને જવાબ આપ્યો;

“જુઓ, હું તમારે માટે અનાજ, દ્રાક્ષારસ, અને તેલ મોકલીશ.

તમે તેઓથી તૃપ્ત થશો.

અને હું હવે પછી કદી તમને વિદેશીઓમાં નિંદાપાત્ર થવા દઈશ નહિ.

20પણ હું ઉત્તરના સૈન્યોને તમારામાંથી ઘણે દૂર હાંકી કાઢીશ

અને હું તેઓને ઉજ્જડ તથા વેરાન દેશમાં મોકલી દઈશ.

અને તેઓની અગ્ર હરોળના ભાગને સમુદ્રમાં,

અને અંતિમ હરોળના સૈન્યને પશ્ચિમ સમુદ્ર તરફ ધકેલી દઈશ.

તેની દુર્ગંધ ફેલાશે,

અને તેની બદબો ઊંચી ચઢશે.

હું મોટા કાર્યો કરીશ.”

21હે ભૂમિ, બીશ નહિ, હવે ખુશ થા અને આનંદ કર,

કેમ કે યહોવાહે મહાન કાર્યો કર્યાં છે.

22હે જંગલી પશુઓ, તમે ડરશો નહિ;

કેમ કે ગૌચરની જગ્યાઓ ફરીથી હરિયાળી થશે.

વૃક્ષો પોતાના ફળ ઉપજાવશે,

અંજીરવૃક્ષો અને દ્રાક્ષાવેલાઓ ફરીથી ફળવંત થશે.

23હે સિયોનપુત્રો, ખુશ થાઓ,

અને યહોવાહ તમારા ઈશ્વરના નામે આનંદ કરો.

કેમ કે તે તમને શરૂઆતનો વરસાદ જોઈએ તેટલો મોકલી આપે છે.

તે તમારા માટે વરસાદ વરસાવશે,

એટલે પ્રારંભનો અને અંતનો વરસાદ અગાઉની જેમ વરસાવશે.

24ખળીઓ ફરીથી ઘઉંથી ભરાઈ જશે

અને કુંડો જૈતતેલ અને દ્રાક્ષારસથી છલકાઈ જશે.

25“તીડો, કાતરાઓ, ઈયળો તથા જીવડાઓની મોટી ફોજ,

મેં મારા તરફથી તમારામાં મોકલી હતી,

તે જે વર્ષોનો પાક ખાઈ ગઈ છે તે પાક હું તમને પાછો આપીશ.

26તમે પુષ્કળ ભોજનથી તૃપ્ત થશો,

અને તમારા ઈશ્વર યહોવાહ જે તમારી સાથે આશ્ચર્યકારક રીતે વર્ત્યા છે,

તેમના નામની તમે સ્તુતિ કરશો,

અને ફરી કદી મારા લોક શરમાશે નહિ.

27પછી તમને ખબર પડશે કે, હું ઇઝરાયલમાં છું,

અને હું તમારો ઈશ્વર યહોવાહ છું,

અને બીજા કોઈ ઈશ્વર નથી,

અને મારા લોકો કદી શરમાશે નહિ.

પ્રભુનો દિવસ

28ત્યારે એમ થશે કે

હું મારો આત્મા સર્વ મનુષ્ય પર રેડી દઈશ.

તમારા દીકરાઓ અને દીકરીઓ પ્રબોધ કરશે,

તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે

તમારા યુવાનોને સંદર્શનો થશે.

29વળી તે સમયે દાસો અને દાસીઓ ઉપર,

હું મારો આત્મા રેડીશ.

30વળી હું પૃથ્વી પર અને આકાશમાં આશ્ચર્યજનક કાર્યો બતાવીશ,

એટલે કે લોહી, અગ્નિ તથા ધુમાડાના સ્તંભો.

31યહોવાહનો મહાન અને ભયંકર દિવસ આવે તે પહેલાં,

સૂર્ય અંધકારરૂપ,

અને ચંદ્ર લોહીરૂપ થઈ જશે.

32તે સમયે એમ થશે કે, જે કોઈ યહોવાહને નામે વિનંતી કરશે તે ઉદ્ધાર પામશે.

કેમ કે જેમ યહોવાહે કહ્યું છે તેમ,

સિયોન પર્વત પર અને યરુશાલેમમાં કેટલાક બચી જશે,

અને શેષમાંથી,

જેને યહોવાહ બોલાવે છે તેઓનો પણ બચાવ થશે.

Artistic illustration — an interpretation, not a historical record.

Did you know?

The Day of the LORD and Call to Repentance

  • Joel portrays the catastrophic devastation of the advancing swarm by comparing the fertile land before them to the Garden of Eden, while behind them remains only a barren desert wasteland.Sources: the Bible text itself · Eden
  • While tearing clothing was a standard outward expression of grief and mourning in the ancient Near East, the prophet urges the community to rend their hearts instead of their garments, emphasizing genuine inward repentance.Sources: the Bible text itself
  • Mount Zion, the hill in Jerusalem where King David established his citadel, serves both as the vantage point where the alarm horn is blown and as the promised location of deliverance for the remnant.Sources: the Bible text itself · Mount Zion · Jerusalem

Notes written with AI assistance from open sources (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, public domain) and reviewed before publishing.

Places in this chapter

  • Zion · Today: Jerusalem · 31.777, 35.234 · verses 1, 15, 23
  • Great Sea · Today: Mediterranean Sea · 31.805, 34.170 · verse 20
  • Salt Sea · Today: Dead Sea · 31.500, 35.500 · verse 20
  • Jerusalem · 31.777, 35.234 · verse 32
  • Mount Zion · 31.772, 35.229 · verse 32

Only places identified with high confidence are shown (90% or more according to the scholarly sources compiled by OpenBible). Period map: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; modern map: © OpenStreetMap contributors; places: OpenBible.info (CC BY 4.0).

Credits and license for this translation
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Source: http://ebible.org/guj2017/ · eBible.org

Talk to us

Tell us where you read from, how the Bible has helped you, or what we could improve. We read every message.