Job 35
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Tap a verse to see its cross-references.
અલિહૂ (ચાલુ)
1અલીહૂએ બોલવાનું ચાલુ રાખતા કહ્યું કે,
2તું એમ ધારે છે કે, તું નિર્દોષ છે?
તું એમ કહે છે કે, ‘ઈશ્વર કરતા મારું ન્યાયીપણું અધિક છે?’
3તું એમ માને છે કે, ‘હું ન્યાયી છું તો તેનાથી મને શો ફાયદો?
મેં પાપ કર્યું હોત તો તેના કરતા વધારે મને શો ફાયદો?’
4હું તને તથા તારા મિત્રોને,
જવાબ આપીશ.
5ઊંચે આકાશમાં જો;
વાદળાં જો, જે તારા કરતાં કેટલા ઊંચા છે?
6જો તમે પાપ કર્યું છે, તો તેમાં તમે ઈશ્વરને કેવી રીતે નુકશાન પહોંચાડો છો?
જો તારા અપરાધો પુષ્કળ વધી જાય, તો તેની વિરુદ્ધ તું શું કરે છે?
7જો તું ન્યાયી હોય, તો તું તેમને શું આપી દે છે?
તેઓને તારી પાસેથી શું મળવાનું છે?
8તારી દુષ્ટતા બીજા માણસને નુકશાન કરે છે, જેમ તું પણ માણસ છે તેમ.
પણ તારા ન્યાયીપણાથી બીજા માણસનાં દીકરાને ફાયદો થાય છે.
9જુલમની વૃદ્ધિથી લોકો રુદન કરે છે;
તેઓ બળવાન લોકો પાસે મદદને માટે બૂમ પાડે છે
10પણ કોઈ એમ કહેતું નથી, ‘મારા સર્જનહાર ઈશ્વર ક્યાં છે,
જે મને રાત્રે ગાયન આપે છે,
11જેમણે આપણને પૃથ્વી પરના પશુઓ કરતાં,
અને આકાશના પક્ષીઓ કરતા વધારે સમજદાર બનાવ્યા છે?’
12તેઓ પોકાર કરે છે,
પણ દુષ્ટ માણસનાં અભિમાનને કારણે કોઈ તેમને સાંભળતું નથી.
13નિશ્ચે ઈશ્વર દંભીઓની માંગણીઓ સાંભળશે નહિ;
સર્વશક્તિમાન ઈશ્વર તેઓ તરફ ધ્યાન આપશે નહિ.
14તું કહે છે કે, તું તેમને જોતો નથી, ત્યારે તેઓ તારું સાંભળશે નહિ. એ કેટલું શક્ય છે,
તારી સર્વ બાબતો તેમની સમક્ષ છે માટે તું તેમની રાહ જો!
15તું કહે છે કે, ઈશ્વર કોઈને ક્રોધમાં સજા કરતા નથી ત્યારે તેઓ તારું સાંભળશે નહિ. એ કેટલું શક્ય છે.
અને તેઓ લોકોના અભિમાનની કદર કરતા નથી.
16“તેથી અયૂબ, તેની અર્થ વગરની વાતો કરે છે;
અને તે અજ્ઞાની શબ્દો ઉચ્ચારે છે.”

Did you know?
Elihu on God's Independence and Human Cry
- Elihu intervenes after the debate between Job and his three companions has ended, offering an extended series of speeches across chapters 32 through 37.Sources: Elihu · the Bible text itself
- In this chapter, Elihu argues for God's transcendence by asking Job to observe the heavens and the clouds, asserting that human sin does not harm God nor does human righteousness enrich Him.Sources: the Bible text itself
- Elihu also addresses why cries for help under oppression sometimes go unanswered, contending that people often cry out purely for relief from pain rather than seeking God their Maker in true humility.Sources: the Bible text itself
Notes written with AI assistance from open sources (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, public domain) and reviewed before publishing.
Credits and license for this translation
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Source: http://ebible.org/guj2017/ · eBible.org