Job 22
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Tap a verse to see its cross-references.
ત્રીજો સંવાદ
અલિફાઝ
1ત્યારે અલિફાઝ તેમાનીએ જવાબ આપતાં કહ્યું કે,
2“શું માણસ ઈશ્વરને લાભકારક હોઈ શકે?
શું ડાહ્યો માણસ પોતાને જ લાભકારક હોય એ સાચું છે?
3તું ન્યાયી હોય તોપણ સર્વશક્તિમાનને શો આનંદ થાય?
તું તારા રસ્તા સીધા રાખે તેમાં તેમને શો ફાયદો?
4શું તે તારાથી ડરે છે કે તે તને ઠપકો આપે છે
અને તે તને તેમના ન્યાયાસન આગળ ઊભો કરે છે?
5શું તારી દુષ્ટતા ઘણી નથી?
તારા અન્યાય તો પાર વિનાના છે.
6કેમ કે તેં તારા ભાઈની થાપણ મફતમાં લીધી છે;
અને તારા દેણદારોનાં વસ્ત્રો કાઢી લઈને તેઓને નિર્વસ્ત્ર કરી દીધા છે.
7તમે થાકેલાને પીવાને પાણી આપ્યું નથી;
તમે ભૂખ્યાને રોટલી આપી નથી,
8જો કે શક્તિશાળી માણસ તો ભૂમિનો માલિક હતો.
અને સન્માનિત પુરુષ તેમાં વસતો હતો.
9તેં વિધવાઓને ખાલી હાથે પાછી વાળી છે;
અને અનાથોના હાથ ભાંગી નાખ્યા છે.
10તેથી તારી ચારેતરફ ફાંસલો છે,
અને અણધારી આફત તને ડરાવી મૂકે છે;
11જેને તું જોઈ શકતો નથી, એવો અંધકાર તને ગભરાવે છે,
અને પૂરનાં પાણીએ તને ઢાંકી દીધો છે.
12શું ઈશ્વર આકાશના ઉચ્ચસ્થાનમાં નથી?
તારાઓની ઊંચાઈ જો, તેઓ કેટલા ઊંચા છે?
13તું કહે છે, ઈશ્વર શું જાણે છે?
શું તે ઘોર અંધકારની આરપાર જોઈને ન્યાય કરી શકે?
14ગાઢ વાદળ તેને એવી રીતે ઢાંકી દે છે કે તે જોઈ શકતો નથી;
અને આકાશના ઘુંમટ પર તે ચાલે છે.’
15જે પ્રાચીન માર્ગ પર દુષ્ટ લોકો ચાલ્યા હતા,
તેને શું તું વળગી રહીશ?
16તેઓનો સમય પૂરો થયા અગાઉ તેઓને ઝડપી લેવામાં આવ્યા હતા,
તેઓનો પાયો રેલમાં તણાઈ ગયો હતો.
17તેઓ ઈશ્વરને કહેતા હતા કે, ‘અમારાથી દૂર ચાલ્યા જાઓ;’
તેઓ કહેતા કે, સર્વશક્તિમાન અમને શું કરી શકવાના છે?’
18તેમ છતાં પણ ઈશ્વરે તેઓનાં ઘર સારી વસ્તુઓથી ભર્યાં;
પણ દુષ્ટ લોકોના વિચાર મારાથી દૂર છે.
19ન્યાયીઓ તેમને જોઈને ખુશ થાય છે;
અને નિર્દોષ તુચ્છકાર સહિત તેમના પર હસશે.
20તેઓ કહે છે, અમારી સામે ઊઠનારા નિશ્ચે કપાઈ ગયા છે;
અને તેઓમાંથી બચેલાને અગ્નિએ ભસ્મ કર્યા છે.’
21હવે ઈશ્વરની સાથે સુલેહ કર અને શાંતિમાં રહે;
જેથી તારું ભલું થશે.
22કૃપા કરીને તેમના મુખથી બોધ સાંભળ
અને તેમની વાણી તારા હૃદયમાં સંઘરી રાખ.
23જો તું સર્વશક્તિમાન ઈશ્વરની પાસે પાછો વળે તો તું સ્થિર થશે,
અને જો તું તારા તંબુમાંથી અન્યાય દૂર કરશે તો તું સ્થિર થશે.
24જો તું તારું ધન ધૂળમાં ફેંકી દે,
અને ઓફીરનું સોનું નાળાંના પાણીમાં ફેંકી દે.
25તો સર્વશક્તિમાન તારો ખજાનો થશે,
અને તને મૂલ્યવાન ચાંદી પ્રાપ્ત થશે.
26તું સર્વશક્તિમાન ઈશ્વરમાં આનંદ માનશે;
અને તું ઈશ્વર તરફ તારું મુખ ઊંચું કરશે.
27તું તેમને પ્રાર્થના કરશે, એટલે તે તારું સાંભળશે;
અને પછી તું તારી પ્રતિજ્ઞાઓ પૂરી કરીશ.
28વળી તું કોઈ બાબત વિષે ઠરાવ કરશે તો તે સફળ થશે;
તારા માર્ગમાં પ્રકાશ પડશે.
29ઈશ્વર અભિમાનીને પાડે છે,
અને નમ્રને તેઓ બચાવે છે.
30જેઓ નિર્દોષ નથી તેઓને પણ તેઓ ઉગારે છે,
તારા હાથની શુદ્ધતાને લીધે તેઓ તને ઉગારશે.”
Did you know?
Eliphaz’s Third Speech and the Gold of Ophir
- In this third speech, Eliphaz moves from general theological reflections to leveling direct accusations against Job, alleging specific social sins such as taking pledges without cause, depriving the needy of clothing, and sending widows away empty-handed.Sources: the Bible text itself
- Eliphaz urges Job to cast away the gold of Ophir into the stones of the ravines so that the Almighty may become his true treasure. Ophir was renowned in biblical literature for its fine gold, though its geographic location has long been debated, with proposals ranging from Arabia to regions near the Indus River or India.Sources: the Bible text itself · Ophir
Notes written with AI assistance from open sources (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, public domain) and reviewed before publishing.
Credits and license for this translation
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Source: http://ebible.org/guj2017/ · eBible.org