Nations Bible

Job 18

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Tap a verse to see its cross-references.

બિલ્દાદ

1એટલે બિલ્દાદ શૂહીએ જવાબ આપ્યો અને કહ્યું કે,

2“તારા શબ્દોનો અંત લાવ.

વિચાર કરો અને પછી અમે વાત કરીશું.

3અમે પશુઓની માફક કેમ ગણાઈએ છીએ?

અને શા માટે તારી નજરમાં મૂર્ખ થયા છીએ?

4તું જ તારા ક્રોધથી તારી જાતને દુ:ખ પહોંચાડી રહ્યો છે.

શું તારા માટે પૃથ્વીનો ત્યાગ કરવામાં આવશે?

અથવા શું ખડકને પોતાને સ્થાનેથી ખસેડવામાં આવશે?

5હા, દુષ્ટ લોકોનો દીવો હોલવી નાખવામાં આવશે;

તેનો અગ્નિ બળતો બંધ થઈ જશે.

6તેના ઘરમાં અજવાળું અંધકારરૂપ થશે;

તેની પાસેનો તેનો દીવો હોલવી નાખવામાં આવશે.

7તેનાં પગલાં મંદ પડી જશે.

તેની પોતાની યોજનાઓ તેને નીચે પાડશે.

8તેના પોતાના પગોએ તેને જાળમાં નાખ્યો છે;

તે જાળમાં ગૂંચવાયા કરે છે.

9ફાંદો તેના પગની પાની પકડી લેશે,

અને ફાંદો તેને ફસાવશે.

10જમીનમાં તેને સારુ જાળ;

અને માર્ગમાં તેને ફસાવવાને સારુ ખાડો ખોદાયેલો છે.

11ચારેકોર ભય તેને ગભરાવશે;

તે તેની પાછળ પડશે.

12ભૂખથી તેનું બળ ક્ષીણ થઈ જશે.

વિનાશ તેની પડખે તૈયાર રહેશે.

13તે તેના શરીરની ચામડીને કોરી ખાશે.

ભયંકર રોગ તે અવયવોને નાશ કરશે.

14પોતાનો તંબુ કે જેના પર તે વિશ્વાસ રાખે છે તેમાંથી તેને ઉખેડી નાખવામાં આવશે;

અને તેને ભયના રાજાની હજૂરમાં લાવવામાં આવશે.

15જેઓ તેનાં નથી તેઓ તેના તંબુમાં વસશે;

એના તંબુ પર ગંધક છાંટવામાં આવશે.

16તેની નીચેથી મુળિયાં સુકાઈ જશે;

તેની ઉપરની ડાળીઓ કાપી નંખાશે.

17તેનું સ્મરણ પૃથ્વીમાંથી નાશ પામશે.

અને ગલીઓમાં તેનું નામનિશાન રહેશે નહિ.

18પ્રકાશમાંથી તેને અંધકારમાં ધકેલી દેવામાં આવશે

અને જગતમાંથી તેને હાંકી કાઢવામાં આવશે.

19તેને કોઈ સંતાન કે પૌત્ર, પૌત્રીઓ હશે નહિ.

તેના કુટુંબમાંથી કોઈ જીવતું નહિ રહે.

20જેઓ પશ્ચિમમાં રહે છે તેઓ તેનાં દુર્દશાના દિવસ જોઈને આશ્ચર્ય પામશે.

અને પૂર્વમાં રહેનારા પણ ભયભીત થશે.

21નિશ્ચે દુષ્ટ લોકોનાં ઘર એવાં જ છે.

જેને ઈશ્વરનું ડહાપણ નથી તેની દશા એવી જ છે.

Artistic illustration — an interpretation, not a historical record.

Did you know?

Bildad's Second Speech on the Fate of the Wicked

  • Bildad is identified as a Shuhite, a designation traditionally linked to Shuah, a region in Arabia associated with the descendants of Abraham and Keturah. In this second speech to Job, Bildad maintains a stern and severe tone as he rebukes Job and insists on the certain doom of the ungodly.Sources: Bildad · the Bible text itself
  • To describe the destruction awaiting the wicked, Bildad draws heavily on ancient hunting imagery. He depicts their downfall through metaphors of hidden nooses, concealed ground snares, and sweeping nets that trap the wanderer.Sources: the Bible text itself

Notes written with AI assistance from open sources (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, public domain) and reviewed before publishing.

Credits and license for this translation
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Source: http://ebible.org/guj2017/ · eBible.org

Talk to us

Tell us where you read from, how the Bible has helped you, or what we could improve. We read every message.