Hosea 8
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Tap a verse to see its cross-references.
મૂર્તિપૂજા માટે ઇઝરાયલને ચેતવણી
1“રણશિંગડું તારા મુખમાં મૂક.
તેઓ ગરુડની જેમ યહોવાહના લોકોની સામે આવે છે.
કેમ કે તેઓએ મારા કરારનો ભંગ કર્યો છે,
મારા નિયમ વિરુદ્ધ બંડ કર્યું છે.
2તેઓ મને હાંક મારીને કહેશે કે,
‘હે ઇઝરાયલના ઈશ્વર, અમે તમને જાણીએ છીએ.’
3પણ જે સારું છે તેનો ઇઝરાયલે ત્યાગ કર્યો છે,
શત્રુ તેની પાછળ પડશે.
4તેઓએ રાજાઓ નીમ્યા છે,
પણ મારી સંમતિથી નહિ.
તેઓએ સરદારો ઠરાવ્યા છે,
પણ હું તે જાણતો ન હતો.
તેઓએ પોતાના માટે,
સોના ચાંદીની મૂર્તિઓ બનાવી છે,
પણ મારી મદદ તેઓને મળી શકે તેમ નથી.”
5પ્રબોધક કહે છે, હે સમરુન, યહોવાહે તારા વાછરડાને ફેંકી દીધો છે.”
યહોવાહ કહે છે કે, “મારો કોપ તેઓની વિરુદ્ધ સળગી ઊઠ્યો છે.
કેમ કે તેઓને નિર્દોષ થતાં સુધી કેટલો સમય લાગશે?
6કેમ કે એ પણ ઇઝરાયલથી થયું છે;
કારીગરે તે બનાવ્યું છે;
તેઓ ઈશ્વર નથી.
સમરુનના વાછરડાના ટુકડે ટુકડા કરવામાં આવશે.
7કેમ કે લોકો પવન વાવે છે,
અને વંટોળિયો લણશે,
તેના કણસલામાંથી અનાજ નહિ મળે,
તેની ઊપજમાંથી લોટ નીકળશે નહિ.
જો કદાચ તેમાંથી કંઈ નીકળશે,
તો વિદેશીઓ તેનો નાશ કરશે.
8ઇઝરાયલ ગરક થઈ ગયું છે.
વિદેશીઓમાં આજે તેઓ અળખામણા વાસણ જેવા છે.
9કેમ કે એકલા રખડતા જંગલી ગધેડા જેવા,
તેઓ આશ્શૂરની પાસે દોડી ગયા.
એફ્રાઇમે પૈસા આપીને પોતાના માટે પ્રીતમો રાખ્યા છે.
10જો કે તેઓ પ્રજાઓમાં પૈસા આપીને પ્રેમીઓ રાખે છે,
તોપણ હું તેઓને ઠેકાણે લાવીશ.
જેથી તેઓ થોડી વાર સુધી
રાજાના સરદારોને અભિષેક કરવાનું બંધ કરે.
11કેમ કે એફ્રાઇમે વેદીઓ વધારીને પાપ વધાર્યાં છે,
પણ તે તો પાપ કરવાની વેદીઓ છે.
12મે તેઓને માટે મારા નિયમમાં દશ હજાર વિધિઓ લખ્યા હોય,
પણ તે તેઓના માટે વિચિત્ર લાગે છે.
13મને બલિદાન ચઢાવતી વખતે,
તેઓ માંસનું બલિદાન કરે છે અને તે ખાય છે,
પણ હું, યહોવાહ તેઓને સ્વીકારતો નથી.
હવે હું તેઓના અપરાધ યાદ કરીશ અને
તેઓનાં પાપની સજા કરીશ.
તેઓને પાછા મિસર જવું પડશે.
14ઇઝરાયલના લોકો પોતાના સરજનહારને ભૂલી ગયા છે,
તેઓએ મંદિરો બાંધ્યાં છે.
યહૂદિયા પાસે કોટબંધ નગરો ઘણાં છે.
પણ હું તેઓનાં નગરો ઉપર અગ્નિ મોકલીશ.
તે તેઓના કિલ્લાઓને ભસ્મ કરી નાખશે.
Did you know?
Sowing the Wind and the Calf of Samaria
- The calf of Samaria refers to the idol worshipped in the northern kingdom of Israel, whose capital, Samaria, stood on an oblong hill northwest of Shechem. Hosea emphasizes that the idol is nothing more than the work of a human craftsman and will be shattered into pieces.Sources: the Bible text itself · Samaria
- The phrase sowing the wind and reaping the whirlwind captures how Israel's reliance on unauthorized kings, idols, and foreign alliances would yield catastrophic consequences rather than the security they sought.Sources: the Bible text itself
- Hosea condemns northern Israel for seeking political help from powerful foreign empires like Assyria and Egypt instead of relying on their Maker, warning that this would lead to oppression and captivity among the nations.Sources: the Bible text itself · Assyria · Egypt
Notes written with AI assistance from open sources (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, public domain) and reviewed before publishing.
Places in this chapter
- Samaria · 32.276, 35.195 · verses 5, 6
- Assyria · 36.359, 43.153 · verse 9
- Egypt · 30.129, 31.308 · verse 13
Only places identified with high confidence are shown (90% or more according to the scholarly sources compiled by OpenBible). Period map: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; modern map: © OpenStreetMap contributors; places: OpenBible.info (CC BY 4.0).
Credits and license for this translation
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Source: http://ebible.org/guj2017/ · eBible.org