Hosea 5
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Tap a verse to see its cross-references.
1“હે યાજકો, તમે આ સાંભળો.
હે ઇઝરાયલ લોકો, ધ્યાન આપો.
હે રાજકુટુંબ તું સાંભળ.
કેમ કે તમારી વિરુદ્ધ ચુકાદો આવી રહ્યો છે.
મિસ્પાહમાં તમે ફાંદારૂપ બન્યા હતા,
તાબોર પર જાળની જેમ પ્રસરેલા છો.
2બંડખોરો ભ્રષ્ટાચારમાં નિમગ્ન થયા છે,
પણ હું તમને સર્વને શિક્ષા કરનાર છું.
3હું એફ્રાઇમને ઓળખું છું,
ઇઝરાયલ મારાથી છુપાયેલું નથી.
કેમ કે હે, એફ્રાઇમ તું તો ગણિકાના જેવું છે;
ઇઝરાયલ અપવિત્ર છે.
મૂર્તિપૂજા સામે હોશિયાની ચેતવણી
4તેમનાં કામો તેમને પોતાના ઈશ્વર તરફ પાછા ફરતાં રોકશે,
કેમ કે તેઓમાં વ્યભિચારનો આત્મા છે,
તેઓ યહોવાહને જાણતા નથી.
5ઇઝરાયલનો ગર્વ તેની વિરુદ્ધ સાક્ષી આપે છે;
ઇઝરાયલ તથા એફ્રાઇમ પોતાના અપરાધમાં ઠોકર ખાશે;
યહૂદિયા પણ તેમની સાથે ઠોકર ખાશે.
6તેઓ યહોવાહની શોધ કરવા પોતાનાં ટોળું તથા જાનવર લઈને જશે,
પણ તે તેઓને મળશે નહિ,
કેમ કે તે તેઓની પાસેથી જતા રહ્યા છે.
7તેઓ યહોવાહને અવિશ્વાસુ થયા છે,
કેમ કે તેઓએ બીજા કોઈનાં સંતાનોને જન્મ આપ્યો છે.
હવે ચંદ્રદર્શનનો દિવસ તેઓને તેમના વતન સહિત નાશ કરશે.
યહૂદિયા અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ
8ગિબયાહમાં શિંગ તથા
રામામાં રણશિંગડું વગાડો.
બેથ-આવેનમાં ભયસૂચક વગાડો:
‘હે બિન્યામીન અમે તારી પાછળ છીએ!’
9શિક્ષાના દિવસે એફ્રાઇમ વેરાન થઈ જશે.
જે નિશ્ચે થવાનું જ છે તે મેં ઇઝરાયલના કુળોને જાહેર કર્યું છે.
10યહૂદિયાના આગેવાનો સરહદના પથ્થર ખસેડનારના જેવા છે.
હું મારો ક્રોધ પાણીની જેમ તેઓના પર રેડીશ.
11એફ્રાઇમ કચડાઈ ગયો છે,
તે ન્યાયનીરૂએ કચડાઈ ગયો છે,
કેમ કે તે મૂર્તિઓની પાછળ ચાલવા રાજી હતો,
12તેથી હું એફ્રાઇમને ઉધાઈ સમાન,
યહૂદિયાના લોકોને સડારૂપ છું.
13જ્યારે એફ્રાઇમે પોતાની બીમારી જોઈ,
અને યહૂદિયાએ પોતાનો ઘા જોયો,
ત્યારે એફ્રાઇમ આશ્શૂરની પાસે ગયો અને
મોટા રાજા યારેબની પાસે સંદેશાવાહક મોકલ્યો.
પણ તે તમને સાજા કરી શકે એમ નથી કે,
તમારા ઘા રુઝાવી શકે એમ નથી.
14કેમ કે હું એફ્રાઇમ પ્રત્યે સિંહની જેમ,
યહૂદિયાના લોકો પ્રત્યે જુવાન સિંહ જેવો થઈશ.
હું, હા હું જ, તેઓને ફાડી નાખીને જતો રહીશ;
હું તેમને પકડી લઈ જઈશ,
તેઓની રક્ષા કરનાર કોઈ હશે નહિ.
15તેઓ પોતાનો અપરાધ કબૂલ કરીને મારું મુખ શોધશે;
પોતાના દુ:ખના સમયે તેઓ મને આતરુતાથી શોધશે,
ત્યારે હું મારે સ્થાને પાછો જઈશ.”

Did you know?
Judgment on the Leaders of Israel and Judah
- Hosea denounces the priests and the royal house as a snare at Mizpah and a net spread out on Mount Tabor. Mount Tabor is a prominent, cone-like mountain west of the Sea of Galilee, and Mizpah was a historic site in Gilead, both serving as notable geographic high points where corrupt leadership misled the nation.Sources: the Bible text itself · Tabor (Mountain) · Mizpah
- The alarm sounded in verse 8 names towns along the border ridge of Benjamin: Gibeah, Ramah, and Beth-aven. Beth-aven, meaning house of idols or nothingness, was a derogatory prophetic term for Bethel, mocking the golden calf worship established there.Sources: the Bible text itself · Beth-aven · Gibeah · Ramah
- The prophet faults Ephraim for turning to the great king of Assyria to cure its national afflictions instead of seeking God. Centered along the Tigris River, the expanding Assyrian Empire subdued Northern Syria and exacted tribute across the region under rulers like Tiglath-pileser.Sources: the Bible text itself · Assyria · Tilgath-pilneser
Notes written with AI assistance from open sources (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, public domain) and reviewed before publishing.
Places in this chapter
- Mount Tabor · Today: Jebel et Tur · 32.686, 35.393 · verse 1
- Beth-aven · Today: Beitin · 31.923, 35.241 · verse 8
- Assyria · 36.359, 43.153 · verse 13
Only places identified with high confidence are shown (90% or more according to the scholarly sources compiled by OpenBible). Period map: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; modern map: © OpenStreetMap contributors; places: OpenBible.info (CC BY 4.0).
Credits and license for this translation
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Source: http://ebible.org/guj2017/ · eBible.org