Nations Bible

Ecclesiastes 4

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Tap a verse to see its cross-references.

1ત્યારબાદ મેં પાછા ફરીને વિચાર કર્યો,

અને પૃથ્વી પર જે જુલમ કરવામાં આવે છે. તે સર્વ મેં નિહાળ્યા.

જુલમ સહન કરનારાઓનાં આંસુ પડતાં હતાં.

પણ તેમને સાંત્વના આપનાર કોઈ નહોતું,

તેઓના પર ત્રાસ કરનારાઓ શક્તિશાળી હતાં.

2તેથી મને લાગ્યું કે જેઓ હજી જીવતાં છે

તેઓ કરતાં જેઓ મૃત્યુ પામ્યા છે તેઓ વધારે સુખી છે

3વળી તે બન્ને કરતાં જેઓ હજી જન્મ્યા જ નથી

અને જેઓએ પૃથ્વી પર થતાં ખરાબ કૃત્યો જોયા નથી તેઓ વધારે સુખી છે.

4વળી મેં સઘળી મહેનત અને ચતુરાઈનું દરેક કામ જોયું અને એ પણ જોયું કે તેના લીધે માણસ ઉપર તેનો પડોશી ઈર્ષ્યા કરે છે. એ પણ વ્યર્થ તથા પવનથી મુઠી ભરવા જેવું છે.

5મૂર્ખ કામ કરતો નથી,

અને પોતાની જાત પર બરબાદી લાવે છે.

6અતિ પરિશ્રમ કરવા દ્વારા પવનમાં ફાંફાં મારીને પુષ્કળ કમાણી કરવી

તેના કરતાં શાંતિસહિત થોડું મળે તે વધારે સારું છે.

7પછી હું પાછો ફર્યો અને મેં પૃથ્વી ઉપર વ્યર્થતા જોઈ.

8જો માણસ એકલો હોય

અને તેને બીજું કોઈ સગુંવહાલું ન હોય, તેને દીકરો પણ ન હોય કે ભાઈ પણ ન હોય

છતાંય તેના પરિશ્રમનો પાર હોતો નથી.

અને દ્રવ્યથી તેને સંતોષ નથી

તે વિચારતો નથી કે “હું આ પરિશ્રમ કોના માટે કરું છું”

અને મારા જીવને દુઃખી કરું છું?

આ પણ વ્યર્થતા છે હા, મોટું દુઃખ છે.

9એક કરતાં બે ભલા;

કેમ કે તેઓએ કરેલી મહેનતનું ફળ તેઓને મળે છે.

10જો બેમાંથી એક પડે તો બીજો તેને ઉઠાડશે.

પરંતુ માણસ એકલો હોય,

અને તેની પડતી થાય તો તેને મદદ કરનાર કોઈ જ ન હોય તો તેને અફસોસ છે.

11જો બે જણા સાથે સૂઈ જાય તો તેઓને એક બીજાથી હૂંફ મળે છે.

પણ એકલો માણસ હૂંફ કેવી રીતે મેળવી શકે?

12એકલા માણસને હરકોઈ હરાવે

પણ બે જણ તેને જીતી શકે છે

ત્રેવડી વણેલી દોરી સહેલાઈથી તૂટતી નથી.

13કોઈ વૃદ્ધ અને મૂર્ખ રાજા કે જે કોઈની સલાહ સાંભળતો ન હોય તેના કરતાં ગરીબ પણ જ્ઞાની યુવાન સારો હોય છે. 14કેમ કે જો તેના રાજ્યમાં દરિદ્રી જન્મ્યો હોય તોપણ તે જેલમાંથી મુકત થઈને રાજા થયો.

15પૃથ્વી પરના સર્વ મનુષ્યોને મેં જોયા તો તેઓ બધા પોતાની જગ્યાએ ઊભા થનાર પેલા બીજા યુવાનની સાથે હતા. 16જે સર્વ લોકો ઉપર તે રાજા હતો તેઓનો પાર નહોતો તોપણ તેની પછીની પેઢીના લોકો તેનાથી ખુશ નહોતા. નિશ્ચે એ પણ વ્યર્થ અને પવનથી મુઠી ભરવા જેવું છે.

Artistic illustration — an interpretation, not a historical record.

Did you know?

Oppression, Companionship, and Fleeting Acclaim

  • Ecclesiastes highlights the practical value of companionship in daily life, explaining that two workers achieve a better return on their labor, can help each other up after a fall, provide shared warmth when lying down, and resist attackers together.Sources: the Bible text itself
  • The passage contrasts the misery of solitary toil with the peacefulness of moderation, noting that some hoard wealth endlessly despite having no companion, son, or brother with whom to share it.Sources: the Bible text itself
  • The text illustrates the fleeting nature of political fame through the figure of a poor, wise youth who rises from prison to replace an unteachable king, gaining massive popularity that is later forgotten by future generations.Sources: the Bible text itself

Notes written with AI assistance from open sources (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, public domain) and reviewed before publishing.

Credits and license for this translation
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Source: http://ebible.org/guj2017/ · eBible.org

Talk to us

Tell us where you read from, how the Bible has helped you, or what we could improve. We read every message.