Nations Bible

Ecclesiastes 12

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Tap a verse to see its cross-references.

1તારી યુવાવસ્થાના દિવસોમાં તું તારા સર્જનહારનું સ્મરણ કર.

ખરાબ દિવસો આવ્યા પહેલાં,

એટલે જે વર્ષો વિષે તું એમ કહેશે કે

“તેમાં મને કંઈ આનંદ નથી” તે પાસે આવ્યા પહેલાં તેમનું સ્મરણ કર,

2પછી ચંદ્ર, સૂર્ય અને તારાઓ અંધકારમાં જતા રહેશે,

અને વરસાદ પછી વાદળાં પાછાં ફરશે.

3તે દિવસે તો ઘરના રખેવાળો ધ્રૂજશે,

અને બળવાન માણસો વાંકા વળી જશે,

દળનારી સ્ત્રીઓ થોડી હોવાથી તેમની ખોટ પડશે,

અને બારીઓમાંથી બહાર જોનારની દ્રષ્ટિ ઝાંખી થઈ જશે.

4તે સમયે રસ્તા તરફનાં બારણા બંધ કરી દેવામાં આવશે,

અને ત્યારે દળવાનો અવાજ ધીમો થશે.

માણસ પક્ષીના અવાજથી જાગી ઊઠશે,

અને સર્વ ગાનારી સ્ત્રીઓનું માન ઉતારાશે.

5તે સમયે તેઓ ઊંચાણથી બીશે, બીક લાગશે.

તેઓને રસ્તા પર ચાલતાં ડર લાગશે,

બદામના ઝાડ પર ફૂલો ખીલશે,

તીડ બોજારૂપ થઈ પડશે,

અને ઇચ્છાઓ મરી પરવારશે.

કેમ કે માણસ પોતાના અનંતકાલિક ઘરે જાય છે.

અને વિલાપ કરનારાઓ શેરીઓમાં ફરે છે.

6તે દિવસે રૂપેરી દોરી તૂટી જશે,

સોનેરી પ્યાલો ભાંગી જશે,

ગાગર ઝરા આગળ ફૂટી જશે,

અને ચાકડો ટાંકી આગળ ભાંગી જશે.

તે અગાઉ તું તારા સર્જનહારનું સ્મરણ કર.

7જેવી અગાઉ ધૂળ હતી તેવી જ પાછી ધૂળ થઈ જશે,

અને ઈશ્વરે જે આત્મા આપેલો હશે તે તેમની પાસે પાછો જશે.

8તેથી સભાશિક્ષક કહે છે કે, “વ્યર્થતાની વ્યર્થતા” “સઘળું વ્યર્થ છે.”

ઉપસંહાર

9વળી સભાશિક્ષક સમજુ હતો તેથી તે લોકોને જ્ઞાન શીખવતો હતો. હા, તે વિચાર કરીને ઘણાં નીતિવચનો શોધી કાઢતો અને તેમને નિયમસર ગોઠવતો.

10સભાશિક્ષક દિલચસ્પ વચનો તથા પ્રામાણિક લખાણો એટલે સત્યનાં વચનો શોધી કાઢવાનો પ્રયત્ન કરતો. 11જ્ઞાની માણસનાં વચનો આર જેવાં છે અને સભાશિક્ષકોનાં વચનો કે જે એક પાળક દ્વારા આપવામાં આવેલાં છે, તે સજ્જડ જડેલા ખીલાના જવાં છે.

12પણ મારા દીકરા, મારી શિખામણ માન; ઘણાં પુસ્તકો રચવાનો કંઈ પાર નથી, તેમ જ અતિ અભ્યાસ કરવાથી શરીર થાકી જાય છે.

13વાતનું પરિણામ,

આપણે સાંભળીએ તે આ છે;

ઈશ્વરનું ભય રાખ અને તેમની આજ્ઞાઓનું પાલન કર,

પ્રત્યેક માણસની એ સંપૂર્ણ ફરજ છે.

14કેમ કે દરેક ભલી કે ભૂંડી,

પ્રત્યેક ગુપ્ત બાબત સહિતનાં કામોનો,

ન્યાય ઈશ્વર કરશે.

Did you know?

Remembering the Creator and the Purpose of Life

  • The opening verses use vivid poetic metaphors of a decaying house and broken vessels—such as dimming windows, trembling guardians, and a shattered pitcher at the well—to depict the physical decline of old age and the approach of death.Sources: the Bible text itself
  • The Teacher is described as an educator who evaluated, searched out, and arranged proverbs, comparing wise sayings to sharp goads and firmly driven nails provided by a single Shepherd.Sources: the Bible text itself
  • The book concludes that despite the endless writing of books and the physical weariness of study, the essential duty of humanity is to fear God and keep His commandments in light of future judgment.Sources: the Bible text itself

Notes written with AI assistance from open sources (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, public domain) and reviewed before publishing.

Credits and license for this translation
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Source: http://ebible.org/guj2017/ · eBible.org

Talk to us

Tell us where you read from, how the Bible has helped you, or what we could improve. We read every message.